ઉના : ખલાસીઓની નજર સામે 3 બોટ એકસાથે દરિયામાં ડૂબી, 3 માછીમારોના મૃતદેહ મળ્યાં

ગીર સોમનાથના ઉનાના દરીયામાં ત્રણ બોટ દરિયાના પાણીમાં ડૂબી છે. આ બોટે પાણીમાં ખલાસીઓની નજર સામે જ જળસમાધિ લીધી હતી. ઉનાના સયદ રાજપરા બંદરથી 25 નોટિકલ માઈલ દૂર ત્રણ બોટે જળ સમાધિ લીધી હતી. ત્યારે આ ઘટનામાં ત્રણ માછીમારો (Fishermen) ના મૃતદેહ મળી આવ્યા છે. આ દુર્ઘટનામાં પાંચ ખલાસી દરિયામાં હજી પણ લાપતા છે. ત્રણ બોટમાં કલુ 21 ખલાસીઓ સવાર હતા, જેમાંથી 16 ખલાસીઓને બચાવી લેવાયા છે. મિસીંગ પાંચ ખલાસીનો શોધખોળ શરૂ કરાઈ છે. 
ઉના : ખલાસીઓની નજર સામે 3 બોટ એકસાથે દરિયામાં ડૂબી, 3 માછીમારોના મૃતદેહ મળ્યાં

રજની કોટેચા/ગીર-સોમનાથ :ગીર સોમનાથના ઉનાના દરીયામાં ત્રણ બોટ દરિયાના પાણીમાં ડૂબી છે. આ બોટે પાણીમાં ખલાસીઓની નજર સામે જ જળસમાધિ લીધી હતી. ઉનાના સયદ રાજપરા બંદરથી 25 નોટિકલ માઈલ દૂર ત્રણ બોટે જળ સમાધિ લીધી હતી. ત્યારે આ ઘટનામાં ત્રણ માછીમારો (Fishermen) ના મૃતદેહ મળી આવ્યા છે. આ દુર્ઘટનામાં પાંચ ખલાસી દરિયામાં હજી પણ લાપતા છે. ત્રણ બોટમાં કલુ 21 ખલાસીઓ સવાર હતા, જેમાંથી 16 ખલાસીઓને બચાવી લેવાયા છે. મિસીંગ પાંચ ખલાસીનો શોધખોળ શરૂ કરાઈ છે. 

બોટ ડૂબ્યાની જાણ થતા જ અન્ય માછીમારો અને બચાવ ટીમ તેમની મદદે પહોંચી હતી. જેથી મોટાભાગના માછીમારોને બચાવી શકાયા હતા. જોકે, આ ત્રણેય બોટ કયા કારણોસર ડૂબી તે હજી જાણી શકાયું નથી. જળસધાધિ લેનાર એક બોટ જામસલાયા અને 2 બોટ ઓખાની હોવાનું પ્રાથમિક વિગત બહાર આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news