Border 2: દેશની સૌથી મોટી વોર ફિલ્મ 'બોર્ડર 2'માં વરુણ ધવનની એન્ટ્રી, જુઓ Video

Border 2: બોર્ડર 2 ફિલ્મની સ્ટાર કાસ્ટને લઈને સૌથી મોટું એલાન થયું હતું. સની દેઓલ પછી આ ફિલ્મમાં વરુણ ધવનની એન્ટ્રી થઈ છે. જેનો એક વિડીયો વરુણ ધવનને પણ પોતાના Instagram પર શેર કર્યો છે. આ વીડિયોમાં વરુણ ધવનનો એક ડાયલોગ સાંભળવા મળે છે. જેમાં તેની દેશભક્તિ છલકાય છે. 

Border 2: દેશની સૌથી મોટી વોર ફિલ્મ 'બોર્ડર 2'માં વરુણ ધવનની એન્ટ્રી, જુઓ Video

Border 2: બોલીવુડ એક્ટર વરૂણ ધવન એ તેના ચાહકોને મોટી ગુડ ન્યુઝ આપી છે વરૂણ ધવનની એન્ટ્રી ભારતની સૌથી મોટી વોર ફિલ્મ બોર્ડર 2 માં થઈ ગઈ છે. Border 2 ની કાસ્ટમાં સની દેઓલ પછી વરૂણ ધવનની એન્ટ્રી થઈ છે. બોર્ડર 2 ફિલ્મમાં વરુણ ધવન પણ જોવા મળશે તે વાતની જાહેરાત મેકર્સ દ્વારા ઓફિશિયલ વિડીયો શેર કરીને કરવામાં આવી છે. આ વીડિયોમાં વરુણ ધવનના અવાજમાં દમદાર ડાયલોગ સાંભળવા મળે છે. આ વિડિયો ક્લિપથી કન્ફર્મ થઈ ગયું છે કે ફરી એક વખત વરુણ ધવન એક્શન અવતારમાં જોવા મળશે. 

બોર્ડર 2 ફિલ્મની સ્ટાર કાસ્ટને લઈને સૌથી મોટું એલાન થયું હતું. સની દેઓલ પછી આ ફિલ્મમાં વરુણ ધવનની એન્ટ્રી થઈ છે. જેનો એક વિડીયો વરુણ ધવનને પણ પોતાના Instagram પર શેર કર્યો છે. આ વીડિયોમાં વરુણ ધવનનો એક ડાયલોગ સાંભળવા મળે છે. જેમાં તેની દેશભક્તિ છલકાય છે. 

બોર્ડર 2 ફિલ્મનો આ ડાયલોગ ચાહકોની આતુરતા પણ વધારી રહ્યો છે. મહત્વનું છે કે બોર્ડર 2 ફિલ્મ 23 જાન્યુઆરી 2026 ના રોજ રિલીઝ થશે તેવું શેડ્યુલ છે. વરૂણ ધવલનો વેલકમ વિડિયો સની દેઓલને પણ તેના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by VarunDhawan (@varundvn)

મહત્વનું છે કે વરુણ ધવન પણ બોર્ડર 2 ફિલ્મમાં સની દેઓલ સાથે કામ કરવા માટે આતુર છે. વરૂણ ધવલને જણાવ્યું હતું કે જ્યારે તે ચાર વર્ષનો હતો ત્યારે ચંદન સિનેમામાં બોર્ડર ફિલ્મ જોવા ગયો હતો. નાની ઉંમરમાં પણ તે ફિલ્મ જોઈને પ્રભાવિત થયો હતો. જે ફિલ્મ જોઈને તે પ્રભાવિત થયો હતો હવે તેની સિક્વલમાં તે પોતે કામ કરવા જઈ રહ્યો છે તે ફીલિંગ તેના માટે ખૂબ જ ખાસ છે તેમ વરુણ ધવન એ જણાવ્યું હતું. 

બોર્ડર ટુ ફિલ્મને અનુરાગ સિંહ ડાયરેક્ટ કરી રહ્યા છે. અનુરાગ સિંહે આ પહેલા કેસરી ફિલ્મ ડાયરેક્ટ કરી હતી. Border 2 ફિલ્મ 1997 માં આવેલી જેપી દત્તાની ફિલ્મ બોર્ડરની સિક્વલ છે. બોર્ડર ફિલ્મ બ્લોકબસ્ટર હીટ રહી હતી. જેની સિક્વલ બોર્ડર 2 વર્ષ 2026 માં રિલીઝ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news