જય શાહ ICC અધ્યક્ષ બન્યા તો કોણ બનશે BCCI ના સચિવ? આ 4 લોકો છે સૌથી મોટા દાવેદાર

BCCI સેક્રેટરી જય શાહ ICCના આગામી અધ્યક્ષ બની શકે છે. દરમિયાન, સૌથી મોટો પ્રશ્ન એ છે કે જય શાહ પછી બીસીસીઆઈના સચિવ પદની જવાબદારી કોણ સંભાળશે.

જય શાહ ICC અધ્યક્ષ બન્યા તો કોણ બનશે BCCI ના સચિવ? આ 4 લોકો છે સૌથી મોટા દાવેદાર

નવી દિલ્હીઃ આંકડા જય શાહને આગામી આઈસીસી ચેરમેનના રૂપમાં ચૂંટાવાના પક્ષમાં હશે. આ વચ્ચે તે સ્પષ્ટ નથી કે વિશ્વ સંચાલન સંસ્થામાં સામેલ થવાનો નિર્ણય કરશે કે નહીં. ત્યારબાદ બીસીસીઆઈ સચિવના રૂપમાં તેમની જગ્યા કોણ લેશે. માનવામાં આવી રહ્યું છે કે શાહને આઈસીસી બોર્ડના 16માંથી 15 સભ્યોનું સમર્થન પ્રાપ્ત છે પરંતુ તે આ પદ પર જવા ઈચ્છે છે કે નહીં તે નક્કી કરવા માટે તેમની પાસે ગણતરીનો સમય છે. તો તેમની પાસે બીસીસીઆઈ સચિવના રૂપમાં સતત બીજા કાર્યકાળમાં હજુ એક વર્ષ બાકી છે. નવા આઈસીસી ચેરમેન એક ડિસેમ્બરથી પોતાનો કાર્યભાર સંભાળશે અને ઉમેદવારી દાખલ કરવાની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ છે. સૌથી ધનીક ક્રિકેટ બોર્ડમાં વાપસી માટે ફરજીયાત ત્રણ વર્ષનો કૂલિંગ ઓફ પીરિયડ શાહ માટે ઓક્ટોબર 2025માં પોતાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ શરૂ થશે. પરંતુ તે તે વાત પર મોટો સવાલ છે કે બીસીસીઆઈમાં તેમની જગ્યા કોણ લેશે કારણ કે તેમણે અને તેમના નજીકના લોકોએ હજુ સુધી તત્કાલ યોજનાઓનો ખુલાસો કર્યો નથી. આવો સંભવિત ઉમેદવાર પર એક નજર કરીએ.

રાજીવ શુક્લા
તેવી સંભાવના છે કે બીસીસીઆઈ પદોમાં ફેરફાર કરે અને વર્તમાન ઉપાધ્યક્ષ અને રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ રાજીવ શુક્તાને એક વર્ષ માટે તે કામ કરવાનું કહેવામાં આવે. શુક્લાને ચોક્કસપણે સચિવ બનવામાં કોઈ આપત્તિ હશે નહીં.

આશીષ શેલાર
મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા શેલાર બીસીસીઆઈના ખજાનચી છે અને મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) વહીવટમાં એક મોટું નામ છે. જો કે, શેલાર એક ચતુર રાજકારણી છે અને તેમણે પોતાનો સમય BCCI સેક્રેટરીના પદ માટે ફાળવવો પડશે. પરંતુ તે પણ આ રેસમાં સામેલ થઈ શકે છે.

અરૂણ ધૂમલ
ઈન્ડિયન પ્રીમિયર લીગ ચેરમેનની પાસે બોર્ડ ચલાવવા માટે અનુભવ છે. તે કોષાધ્યક્ષ રહી ચૂક્યા છે અને આઈપીએલના પ્રમુખ છે. 

દેવજીત સૈકિયા
દેવજીત લોકપ્રિય નામ નથી, પરંતુ તે વર્તમાન બીસીસીઆઈ પ્રશાસનમાં એક મહત્વપૂર્ણ કડી છે, જેને પ્રમોશન આપી શકાય છે.

આ પણ છે દાવેદાર
યુવા પ્રશાસકોમાં દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ રોહન જેટલી કે બંગાળ ક્રિકેટ સંઘના પૂર્વ અધ્યક્ષ અવિષેક ડાલમિયાના નામ પર ચર્ચા થઈ શકે છે. અન્ય યુવા રાજ્ય એકમોના અધિકારીઓમાં પંજાબના દિલશેર ખન્ના, ગોવાના વિપુલ ફડકે અને છત્તીસગઢના પ્રભતેજ ભાટિયા સામેલ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news