ફિલ્મ ક્રિટિક્સ રાજીવ મંસદે કર્યો ખુલાસો, આલિયા-રણબીર ક્યારે કરશે લગ્ન


આલિયા અને રણબીર કપૂરને લઈને માહિતી છે કે બંન્ને પોતાની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' રિલીઝ થયા બાદ લગ્ન કરશે. 
 

ફિલ્મ ક્રિટિક્સ રાજીવ મંસદે કર્યો ખુલાસો, આલિયા-રણબીર ક્યારે કરશે લગ્ન

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટ લાંબા સમયથી એકબીજા સાથે અફેરની ખબરોને લઈને ચર્ચામાં છે. હવે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ફેન્સ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. મહત્વનું છે કે લાંબા સમયથી તેના લગ્નની રાહ જોઈ રહેલા ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે. હવે તેના લગ્નની ફાઇનલ તારીખ સામે આવી ચુકી છે. ખબરો પ્રમાણે તેના લગ્ન આ વર્ષે ડિસેમ્બરમાં નક્કી છે, જેના માટે કપૂર ખાનદાને અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. 

આલિયા અને રણબીર કપૂરને લઈને માહિતી છે કે બંન્ને પોતાની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' રિલીઝ થયા બાદ લગ્ન કરશે. એક મેગેઝિનમાં ફિલ્મ ક્રિટિક્સ રાજીવ મસંદની કોલમ અનુસાર, રણબીર અને આલિયા ભટ્ટ પોતાની બે વર્ષની રિલેશનશિપ બાદ આ વર્ષે ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે બંન્ને અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' જે 4 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે ત્યારબાદ લગ્ન કરશે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

💕💫

A post shared by Ranbir Kapoor (@ranbirfanbase) on

આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બંન્ને પરિવારોમાં તેના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે જેથી લગ્નની તારીખ સુધી બધી વ્યવસ્થા કરી શકે. પરિવારજનો ટૂંક સમયમાં લગ્નની તારીખની જાહેરાત કરી શકે છે. 

હાલમાં આલિયા ભટ્ટ અને રણણબીર કપૂર અરમાન જૈનના લગ્નમાં એકસાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન તેની સાથે રણબીરના માતા નીતૂ કપૂર પણ જોવા મળ્યા હતા. લગ્નમાં બંન્નેની જોડી સુંદર લાગી રહી હતી. આ દરમિયાન ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news