ખેડા બની રહ્યું છે નકલી નોટોનું હબ? 17 લાખની વધારે નોટો ઝડપાઇ

જિલ્લો બનાવટી નોટોનું હબ બનતો જઇ રહ્યો હોય તેમ એક પછી એક ડુપ્લિકેટ નોટો છાપતા આરોપીઓ ઝડપાઇ રહ્યા છે. હજુ તો નવેમ્બર મહિનામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ પાસેથી કરોડો રૂપીયાની ડુપ્લિકેટ નોટો ઝડપાઇ હતી. ત્યાર બાદ હવે નડિયાદ શહેરમાંથી રૂ.17.66 લાખની ડુપ્લિકેટ નોટો સાથે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. નડિયાદ પોલીસની ગિરફ્તમાં આવેલ આ ત્રણેય આરોપીઓ બનાવટી નોટો છાપવાના આરોપસર પકડાયા છે.

ખેડા બની રહ્યું છે નકલી નોટોનું હબ? 17 લાખની વધારે નોટો ઝડપાઇ

યોગીન દરજી/ખેડા: જિલ્લો બનાવટી નોટોનું હબ બનતો જઇ રહ્યો હોય તેમ એક પછી એક ડુપ્લિકેટ નોટો છાપતા આરોપીઓ ઝડપાઇ રહ્યા છે. હજુ તો નવેમ્બર મહિનામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ પાસેથી કરોડો રૂપીયાની ડુપ્લિકેટ નોટો ઝડપાઇ હતી. ત્યાર બાદ હવે નડિયાદ શહેરમાંથી રૂ.17.66 લાખની ડુપ્લિકેટ નોટો સાથે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. નડિયાદ પોલીસની ગિરફ્તમાં આવેલ આ ત્રણેય આરોપીઓ બનાવટી નોટો છાપવાના આરોપસર પકડાયા છે.

આ તમામ આરોપીઓ પ્રથમ વખત જ પોલીસ ગિરફ્તમાં આવ્યા છે, પરંતુ તેઓએ કર્યો છે એવો ગંભીર ગુનો જેની કોઇ માફી નથી. જી હા, ખેડા એલ.સી.બી પોલીસને મળેલ બાતમી આધારે પોલીસે રાજુ પરમાર નામના આરોપીના ઘરે રેડ કરી હતી. જેમાં પોલીસને રૂ.9.70 લાખની બનાવટી નોટો મળી આવી હતી. જેની સાથે નોટો છાપવા માટે કલર પ્રિન્ટર, કાગળો, નોટો છાપીવને કાપવા માટેના સાધનો મળી આવ્યા હતા. જેથી પોલીસે વધુ પુછપરછ કરી તપાસ કરતા આરોપીઓએ અન્ય જગ્યા પર મુકેલ રૂ.7.96 લાખની બનાવટી નોટો મળી આવી હતી. આમ પોલીસે કુલ 17.66 લાખની બનાવટી નોટો ઝપ્ત કરી સમગ્ર કેસમાં કુલ 3 આરોપીઓની ધપકડ કરી છે.

બાતમીના આધારે પોલીસ રાજુભાઇના ઘરે પહોચી ગઇ હતી. જ્યા પોલીસે તપાસ કરતા રૂ.9.70 લાકની બનાવટી નોટો સહીત નોટો છાપવાનું પ્રિન્ટર સહીતની સામગ્રી મળી આવી હતી. જેથી આરોપીની વધુ પુછપરછ કરતા તેમના એક મીત્રને ફસાવવા માટે તેમના ઘર પાછળ મુકેલ વધારાની રૂ.7.96 લાખની ડુપ્લિકેટ નોટો પણ મળી આવી હતી. આમ કુલ રૂ.17.66 લાખની ડુપ્લીકેટ નોટો સાથે 3ની ધપકડ કરવામાં આવી છે.

મહત્વની વાત છેકે પોલીસે ઝડપેલ શાતીર આરોપીઓએ ડુપ્લિકેટ નોટો તો છાપી, પરંતુ પોતાના જ એક મીત્ર સાથે રૂપીયાની લેતી દેતીમાં કોર્ટ કેસ ચાલતો હોઇ તેને ડુપ્લિકેટ નોટોના ખોટા કેસમાં ફસાવવા તેના ઘર પાસે રૂ.7.96 લાખની ડુપ્લિકેટ નોટો સંતાડી આવ્યા હતા. જોકે આરોપીઓને ઇરાદો પુરો થાય તે પહેલા જ પોલીસે તેમના ઘરે છાપો મારતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થઇ ગયો હતો.
1) શૈલેન્દ્ર જનકસિંહ પરમાર
2) રાજુ શંકરભાઇ પરમાર
3) રવી રાજુબાઇ પરમાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news