આ દિવસે રિલીઝ થશે 'પીએમ નરેન્દ્ર મોદી', જોવા મળશે 2014ની ચૂંટણીની ઐતિહાસિક જીત

ફિલ્મમાં પીએમ મોદીના ગુજરાતના મુખ્યપ્રધાનથી લઈને 2014ની ઐતિહાસિક જીતને દેખાડવામાં આવશે. 
 

 આ દિવસે રિલીઝ થશે 'પીએમ નરેન્દ્ર મોદી', જોવા મળશે 2014ની ચૂંટણીની ઐતિહાસિક જીત

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ઉમંદ કુમારના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' 12 એપ્રિલે રિલીઝ થશે. 'પીએમ નરેન્દ્ર મોદી'માં ગુજરાતના મુખ્યપ્રધાનથી લઈને 2014ના સામાન્ય ચૂંટણીમાં ઐતિહાસિક જીત અને અંતમાં વડાપ્રધાન બનવા સુધીના નરેન્દ્ર મોદીના સફરને દેખાડવામાં આવશે. 

અમદાવાદ, કચ્છ-ભૂજ અને ઉત્તરાખંડ બાદ ફિલ્મના છેલ્લા ચરણનું શૂટિંગ વર્તમાનમાં મુંબઈમાં થઈ રહ્યું છે. નિર્માતા સંદીપ સિંહે એક નિવેદનમાં કહ્યું, આ એક ખૂબ જ ખાસ ફિલ્મ છે અને એક એવી કહાની છે જેને દેખાડવાની જરૂર છે. મને આશા છે કે આ સ્ટોરી દર્શકોને પ્રેરિત કરશે. 

— taran adarsh (@taran_adarsh) March 15, 2019

'પીએમ નરેન્દ્ર મોદી'માં વિવેક ઓબરોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકામાં જોવા મળશે. આ સાથે ફિલ્મમાં દર્શન કુમાર, બોમન ઈરાની, મનોજ જોશી, જરીના વહાબ, બરખા બિશ્ત, સેન ગુપ્તા પણ સામેલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news