સૈફની દીકરી સારા અલી ખાન વિશે આવ્યા મોટા સમાચાર

સૈફ અને અમૃતાની દીકરી બોલિવૂડમાં કરિયર બનાવવા માગે છે 

સૈફની દીકરી સારા અલી ખાન વિશે આવ્યા મોટા સમાચાર

નવી દિલ્હી : બોલિવૂડમાં છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડ સ્ટાર્સનું લોન્ચિંગ થઈ રહ્યું છે. શ્રીદેવીની દીકરી જાન્હવીએ 'ધડક'થી બોલિવૂડમાં એન્ટ્રી લીધી છે. સૈફ અલી ખાન અને અમૃતાની દીકરી સારા પણ 'કેદારનાથ'થી બોલિવૂડમાં ડેબ્યુ કરવાની હતી પણ આ ફિલ્મના શૂટિંગમાં એટલો વિલંબ થઈ રહ્યા છે કે સારાની બીજી ફિલ્મ 'સિમ્બા' તેની પહેલી ફિલ્મ 'કેદારનાથ' પહેલાં રિલીઝ થઈ શકે છે. 

સારા અલી ખાન અને સુશાંત સિહ રાજપૂત સ્ટારર 'કેદારનાથ'નું શેડ્યુલ અનેકવાર બદલાઈ ચૂક્યું છે. પહેલાં અભિષેક કપૂર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ નવેમ્બરમાં રિલીઝ થવાની હતી પણ રજનીકાંત-અક્ષયકુમારની ફિલ્મ 30 નવેમ્બરે રિલીઝ થવાની હોવાના કારણે 'કેદારનાથ'ના મેકર્સ દ્વારા તેમની ફિલ્મની રિલીઝ ટાળી દેવામાં આવી હતી. 

સારા અલી ખાન હવે રોહિત શેટ્ટી તેમજ કરણ જોહરની ફિલ્મ 'સિમ્બા'માં જોવા મળશે. આ એક્શન કોમેડી ફિલ્મમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રોહિત હાલમાં 'ખતરોં કે ખેલાડી'ના શૂટિંગ માટે આર્જેન્ટિનામાં છે અને પરત ફરતા જ 'સિમ્બા'નું શૂટિંગ શરૂ કરી દેશે. આ ફિલ્મને ડિસેમ્બરમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news