જિયો GigaFiber પહેલાં Tata Sky એ શરૂ કરી બ્રોડબેંડ સર્વિસ, જાણો પ્લાન, સ્પીડની સંપૂર્ણ માહિતી
ટાટા સ્કાઇએ બ્રોડબેંડ સર્વિસ 5 સમયગાળાના પ્લાનથી શરૂ કરી છે. તેમાં એક મહિનો, ત્રણ મહિના, પાંચ મહિના, નવ મહિના અને 1 વર્ષનો પ્લાન છે.
Trending Photos
નવી દિલ્હી: ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો પોતાની જિયો ગીગા ફાઇબર બ્રોડબેંડ સર્વિસને લાવવાની છે. અત્યારે જિયો ગીગાફાઇબર માટે રજિસ્ટ્રેશન શરૂ થઇ ગઇ છે, પરંતુ તે પહેલાં જ ડીડીએચ સર્વિસ કંપની ટાટા સ્કાઇએ પોતાની બ્રોડબેંડ સર્વિસ ઉતારી દીધી છે. ટાટા સ્કાઇએ બ્રોડબેંડ સર્વિસને રોલ આઉટ કરવાનું શરૂ કરી દીધું છે. જોકે ટાટા સ્કાઇની બ્રોડબેંડ સર્વિસ હજુ ફક્ત 12 શહેરોમાં ઉપલબ્ધ છે. મુંબઇ, દિલ્હી, ગાજિયાબાદ, ગુરૂગ્રામ, નોઇડા, પૂણે, ભોપાલ, ચેન્નઇ, બેંગ્લોર, અમદાવાદ જેવા 12 શહેરોમાં ટાટા સ્કાઇ બ્રોડબેંડ સર્વિસ મળી રહી છે.
જો તમે પણ ટાટા સ્કાઇ બ્રોડબેંડ સર્વિસ લેવા માંગો છો અથવા તે જાણવા માંગો છો કે આ તમારા શહેરમાં ઉપલબ્ધ છે કે નહી તો તેના માટે ટાટા સ્કાઇની ઓફિશિયલ વેબસાઇટ પર ઓનલાઇન ફોર્મ ભરવું પડશે. તમને જણાવી દઇએ કે રિલાયન્સ જિયોએ પણ પોતાની ગીગાફાઇબર સર્વિસ માટે 15 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન શરૂ કરી દીધું છે. પરંતુ તેની સર્વિસ રોઅલ આઉટ થવામાં હજુ સમય લાગશે.
શું છે ટાટા સ્કાઇ બ્રોડબેંડનો પ્લાન
ટાટા સ્કાઇએ બ્રોડબેંડ સર્વિસ 5 સમયગાળાના પ્લાનથી શરૂ કરી છે. તેમાં એક મહિનો, ત્રણ મહિના, પાંચ મહિના, નવ મહિના અને 1 વર્ષનો પ્લાન છે. એક મહિનાના સમયગાળા પ્લાનમાં 999 રૂપિયામાં 5 એમબીપીએસ, 1150 રૂપિયામાં 10 એમબીપીએસ, 1,500 રૂપિયામાં 30 એમબીપીએસ, 1,800 રૂપિયામાં 50 એમબીપીએસ અને 2500 રૂપિયામાં 100Mbpsની સ્પીડ મળશે. આ બધા અનલિમિટેડ ડેટા પ્લાન છે. આ ઉપરાંત એક મહિના માટે 60 જીબી ડેટા પ્લાન 999 રૂપિયામાં અને એક મહિના માટે 125 જીબી ડેટા પ્લાન, 1250 રૂપિયામાં ઉપલબ્ધ થશે. જોકે તેના માટે ગ્રાહકોને 1200 રૂપિયાનો ઇન્સ્ટોલેશન ચાર્જ પણ ચૂકવવો પડશે. ગ્રાહકોને ફ્રી વાઇફાઇ રાઉટર પણ મળશે.
કેવો છે ત્રણ મહિનાનો પ્લાન
ટાટા સ્કાઇએ ત્રણ મહિનાવાળા પ્લાનમાં 2997 રૂપિયામાં 5Mbps, 3450 રૂપિયામાં 10Mbps, 4500 રૂપિયામાં 30Mbps, 5400 રૂપિયામાં 50Mbps અને 7500 રૂપિયામાં 100Mbpsની સ્પીડ મળશે. આ બધા અનલિમિટેડ ડેટા પ્લાન છે. આ ઉપરાંત 60 જીબી (મંથલી પ્લાન) 3 મહિના માટે 2997 રૂપિયામાં 125 જીબી (મંથલી પ્લાન) 3 મહિના માટે 3750 રૂપિયામાં મળશે.
પાંચ મહિનાવાળો પ્લાન
પાંચ મહિનાની વેલિડીટીવાળા પ્લાનમાં 4995 રૂપિયામાં 5Mbps, 5750 રૂપિયામાં 10Mbps, 7500 રૂપિયામાં 30Mbps, 9000 રૂપિયામાં 50Mbps અને 12,500 રૂપિયામાં 100Mbps ની સ્પીડ મળશે. આ ઉપરાંત 60 જીબી (મંથલી પ્લાન) 5 મહિના માટે 4995 રૂપિયામાં 125 જીબી (મંથલી પ્લાન) 5 મહિના માટે 6250 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
9 મહિનાનો પ્લાન
ટાટા સ્કાઇ બ્રોડબેંડના 9 મહિનાની વેલિડીટીવાળા પ્લાનમાં 8991 રૂપિયામાં 5Mbps, 10,350 રૂપિયામાં 10Mbps, 13,500 રૂપિયામાં 30Mbps, 16,200 રૂપિયામાં 50Mbps, 22,500 રૂપિયામાં 100Mbps ની સ્પીડ મળશે. આ બધા અનલિમિટેડ ડેટા પ્લાન છે. આ ઉપરાંત મંથલી પેકેજવાળી સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે.
ટાટા સ્કાઇનો 1 વર્ષનો પ્લાન
1 વર્ષની વેલિડીટીવાળા પ્લાનમાં 11,988 રૂપિયામાં 5Mbps, 13800 રૂપિયામાં 10Mbps, 18,000 રૂપિયામાં 30Mbps, 21,600 રૂપિયામા6 50Mbps અને 30,000 રૂપિયામાં 100Mbps ની સ્પીડ મળશે. આ બધા અનલિમિટેડ ડેટા પ્લાન છે. આ ઉપરાંત 60 જીબી (મંથલી પ્લાન) એક વર્ષ માટે 11,988 રૂપિયામાં અને 125 જીબી (મંથલી પ્લાન) એક વર્ષ માટે 15,000 રૂપિયામાં મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે