બેબી બંપની તસવીર શેર કરી ભારતી સિંહે ફેન્સને પૂછ્યો સવાલ, શું તમને ખબર છે જવાબ?

કોમેડિયન ભારતી સિંહ જલદી માતા બનવાની છે. હાલમાં તેણે પોતાની લેટેસ્ટ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે અને લોકોને એક સવાલ પૂછ્યો છે.

બેબી બંપની તસવીર શેર કરી ભારતી સિંહે ફેન્સને પૂછ્યો સવાલ, શું તમને ખબર છે જવાબ?

નવી દિલ્હીઃ જાણીતી કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh) જલદી માતા બનવાની છે. ભારતીએ પોતાના પતિ હર્ષ લિંબાચિયા સાથે હાલમાં પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરમાં ભારતનું બેબી બંપ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આ તસવીરને શેર કરી ભારતીએ લોકોને એક સવાલ પૂછ્યો છે, જેનો જવાબ તેના ફેન્સ કોમેન્ટ બોક્સમાં આપી રહ્યાં છે. 

ભારતી સિંહે આ તસવીરમાં લાલ રંગનું આઉટફિટ પહેર્યું છે. જેમાં તેણે પોતાની ટમી પર હાથ રાખ્યો છે. તસવીરમાં ભારતીની સાથે તેનો પતિ હર્ષ પણ જોવા મળ્યો છે. આ તસવીરને શેર કરતા ભારતીએ લોકોને જે સવાલ પૂછ્યો ફેન્સ તેનો જવાબ આપી રહ્યા છે.

સાંત આવશે કે સાંતી આવશે?
ભારતી સિંહે બેબી બંપની તસવીર શેરકરતા કેપ્શનમાં લખ્યુ- સાંતા આવશે કે સાંતી આવશે? તમને શું લાગે છે, જલદી કોમેન્ટ કરી જણાવો. આ સાથે ભારતીએ દિલવાળી ઇમોજી પણ બનાવી છે. ભારતીની આ પોસ્ટ તેના ફેન્સ કોમેન્ટ કરી જવાબ આપી રહ્યાં છે. 

માતા બનવાની ઈચ્છા નહોતી
થોડા સમય પહેલા શો 'ડાન્સ દીવાને 3'માં એક કન્ટેસ્ટેન્ટને પરફોર્મસ કર્યું જેને જોઈને ભારતી ખુબ ભાવુક થઈ હતી. પરફોર્મસ બાદ કન્ટેન્સ્ટેન્ટે જણાવ્યું કે, મેં સ્ટેજ પર પરફોર્મ કર્યુ છે, તે એક સાચી ઘટના છે. એક માતાએ કોરોનાને કારણે પોતાનું 14 દિવસનું બાળક ગુમાવ્યુ હતું. આ સાંભળી શોમાં ગેસ્ટ બનીને આવેલ અભિનેતા સોનૂ સૂદ પણ ભાવુક થઈ જાય છે. ભારતીય સિંહ રડતા સોનૂને જણાવે છે કે તે અને હર્ષ બેબી વિશે વિચારી રહ્યા હતા, પરંતુ કોરોનામાં જે હાલ થયો તે જોઈને હું ડરી ગઈ હતી. ભારતીયે જણાવ્યું કે તે અંદરથી ખુબ મજબૂત છે, પરંતુ એટલી સ્ટ્રોંગ નહીં કે બાળક ગુમાવવાનું દુખ સહન કરી શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news