વર્ષની ટોપ ટેન ફિલ્મોમાં 'બધાઈ હો' અને 'રાઝી' સામેલ

ફિલ્મોની રેટિંગ કરનારી વિશ્વની સૌથી મોટી વેબસાઇટ IMDbએ 2018ની ટોપ 10 ફિલ્મોનું લિસ્ટ જાહેર કર્યું છે. 

વર્ષની ટોપ ટેન ફિલ્મોમાં 'બધાઈ હો' અને 'રાઝી' સામેલ

નવી દિલ્હીઃ વિશ્વની પ્રતિષ્ઠિત ફિલ્મ વેબસાઇટ આઈએમબીડી (IMDb)એ 2018ની ટોપ 10 ફિલ્મોનું લિસ્ટ  જાહેર કર્યું છે. આ લિસ્ટ વેબસાઇટ પર દર મહિને આવનારા 250 મિલિયન વિજિટર્સ દ્વારા આપવામાં  આવેલા રેટિંગના આધારે બની છે. આ લિસ્ટમાં છ ફિલ્મો બોલીવુડની છે અને બાકી અન્ય ભાષાની છે. 

આ લિસ્ટમાં જંગલી પિક્ચર્સની બે ફિલ્મોએ જગ્યા બનાવી છે. બધાઈ હો સિવાય રાઝીને દર્શકોએ ખૂબ પસંદ  કરી છે. ભારતીય ફિલ્મો માટે તૈયાર આ લિસ્ટ પ્રમાણે બોલીવુડમાં હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ અંધાધુન ટોપ  પર છે. ત્યારબાદ બધાઈ હો, પેડમેન, સ્ત્રી, રાજી અને સંજૂ જેવી ફિલ્મનો નંબર આવે છે. આઈએમબીડીના  આ લિસ્ટમાં ઘણી પ્રાદેશિક ભાષાની ફિલ્મો પણ સામેલ છે, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી છે અને સારી રેટિંગ  આપી છે. 

મહત્વનું છે કે જંગલી પિક્ચર્સ દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવેલી ફિલ્મ રાઝીમાં આલિયા ભટ્ટ અને વિકી કૌશલ  મુખ્ય ભૂમિકામાં હતા જ્યારે બધાઈ હોમાં આયુષ્માન ખુરાના, સાન્યા મલ્હોત્રા, ગજરાજ રાવ અને નીના  ગુપ્તા લીડ રોલમાં હતા. આ બંન્ને ફિલ્મો બોક્સ ઓફિસ પર ખૂબ સફળ રહી અને બંન્ને ફિલ્મોએ બોક્સ ઓફિસ  પર 100 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news