અનુરાગ કશ્યપ વર્સોવા પોલીસમથકે પહોંચ્યા, મુંબઇ પોલીસ પૂછી શકે આ પ્રશ્નો

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મુંબઇ પોલીસે અનુરાગ કશ્યપના પ્રશ્નોની એક યાદી બનાવી છે. તેમાં મુખ્ય પ્રશ્નો એ છે જે મુંબઇ પોલીસ અનુરાગને આજે પૂછી શકે છે: 

અનુરાગ કશ્યપ વર્સોવા પોલીસમથકે પહોંચ્યા, મુંબઇ પોલીસ પૂછી શકે આ પ્રશ્નો

મુંબઇ: યૌન શોષણના આરોપનો સામનો કરી રહેલા ફિલ્મમેકર અનુરાગ કશ્યપ (Anurag Kashyap) ગુરૂવારે મુંબઇના વર્સોવા પોલીસ મથકે પહોંચ્યા. અભિનેત્રી પાયલ ઘોષ (Payal Ghosh) એ અનુરાગ કશ્યપ વિરૂદ્ધ યૌન શોષણનો આરોપ લગાવતાં મુંબઇ વર્સોવા પોલીસ સ્ટેશનમાં 22 સપ્ટેમ્બરના રોજ ફરિયાદ દાખલ કરી હતી. મુંબઇ પોલીસે અનુરાગને સમન્સ જાહેર કરતાં આગળ પૂછપરછ માટે બોલાવ્યા હતા. 

પાયલ ઘોષે મુંબઇ પોલીસનો આભાર વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું. પાયલે લખ્યું, 'મુંબઇ પોલીસનો આભાર. અનુરાગ કશ્યપને પૂછપરછ માટે વર્સોવા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે. આશા છે કે ન્યાયની જીત થશે.' 

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મુંબઇ પોલીસે અનુરાગ કશ્યપના પ્રશ્નોની એક યાદી બનાવી છે. તેમાં મુખ્ય પ્રશ્નો એ છે જે મુંબઇ પોલીસ અનુરાગને આજે પૂછી શકે છે: 

તમારું પુરૂ નામ?
ઉંમર?
એડ્રેસ?
આ એડ્રેસ પર કેટલા વર્ષોથી રહો છો?
પરિવાર સાથે કે એકલા?
તમારો ધંધો શું છે?
તમે કેટલા વર્ષોથી ફિલ્મમેકર છો?
શું આ પહેલાં તમે યારી રોડ, વર્સોવામાં રહેતા હતા? જો હા, તો ક્યારથી ક્યાં સુધી?
શું તમે પાયલ ઘોષને ઓળખો છો?
તમારી આ પહેલાં વાતચીત ક્યારે અને કેવી રીતે થઇ?
છેલ્લે તમારે તેમની સાથે ક્યારે વાતચીત થઇ?
શું તમારા બંનેની કોઇ મુલાકાત વર્ષ 2013માં તમારા વર્સોવા સ્થિત ઘરે થઇ હતી?
આ મુલાકાત દરમિયાન શું થયું?
તમારા પર યૌન શોષણનો આરોપ છે, તેના પર તમે શું સ્પષ્ટતા આપવી છે?
તમારા દાવાઓને સાબિત કરવામાં તમારી પાસે શું-શું પુરાવા છે?

અભિનેત્રી પાયલ ઘોષે 19 સપ્ટેમ્બરના રોજ અનુરાગ કશ્યપને ટ્વિટર પર ટેગ કરતાં લખ્યું કે 'અનુરાગ કશ્યપએ મારી સાથે બળજબરી કરી. નરેન્દ્ર મોદીજી તમને અનુરોધ છે કે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરો જેથી દેશને ખબર પડે કે હકિકત શું છે. મને ખબર છે કે આ કહેવું મારા માટે નુકસાનકારક છે અને મારી સુરક્ષા ખતરામાં છે. કૃપિયા મદદ કરો.

અનુરાગ કશ્યપએ તેમના ઉપર લાગેલા યૌન શોષણના આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે એકસાથે ચાર ટ્વિટ પણ કરી છે. અનુરાગે પોતાના એક ટ્વિટમાં કહ્યું હતું કે 'હજુ તો ઘણા આક્રમણ થવાના છે. આ બસ શરૂઆત છે. ઘણા ફોન આવી ચૂક્યા છે કે બોલીશ નહી અને ચૂપ થઇ જા. એ પણ ખબર છે કે ક્યાં-ક્યાંથી તીર છૂટશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news