Video: ખુબ જ ધમાકેદાર છે અનુજ-અનુપમાની પહેલી મુલાકાત, હાથ પકડીને કહેશે એવી વાત...વનરાજનું લોહી ઉકળી જશે

 ટીવી સિરિયલ અનુપમામાં એક મોટો ટ્વિસ્ટ આવવાનો છે. શોમાં એક નવા પાત્રની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. નવી એન્ટ્રી થતા પહેલા જ શો મેકર્સે ખુબ હાઈપ ક્રિએટ કર્યો. અનુપમાની લાઈફ હવે સંપૂર્ણ રીતે બદલાઈ જશે. 

Video: ખુબ જ ધમાકેદાર છે અનુજ-અનુપમાની પહેલી મુલાકાત, હાથ પકડીને કહેશે એવી વાત...વનરાજનું લોહી ઉકળી જશે

નવી દિલ્હી: ટીવી સિરિયલ અનુપમામાં એક મોટો ટ્વિસ્ટ આવવાનો છે. શોમાં એક નવા પાત્રની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. નવી એન્ટ્રી થતા પહેલા જ શો મેકર્સે ખુબ હાઈપ ક્રિએટ કર્યો. અનુપમાની લાઈફ હવે સંપૂર્ણ રીતે બદલાઈ જશે. જ્યારે કાવ્યા-વનરાજને ખુબ શોક લાગશે. અનુજ કાપડિયા એક મોટા બિઝનેસમેનની ભૂમિકામાં જોવા મળશે જે અનુપમાનો જૂનો મિત્ર પણ છે. મેકર્સે ગૌરવ ખન્નાવાળો પ્રોમો રિલીઝ કરી દીધો છે. આ પ્રોમોમાં અનુપમા અને અનુજની પહેલી મુલાકાતની ઝલક જોવા મળી રહી છે. બંને પોતાના કોલેજના ફંકશનમાં જોવા મળશે. અહીં અનુપમા અનુજને ઓળખી નહીં શકે.

વનરાજ-કાવ્યાની ડીલ થાય છે ફેલ
અત્યાર સુધી તમે જોયું કે વનરાજ અને કાવ્યા ઘરની ડીલ ફાઈનલ કરવા માટે નીકળે છે પરંતુ અનુજ કાપડિયા સાથે તેની મુલાકાત થઈ શકતી નથી. મેનેજરને મળીને જ પાછા ફરવું પડે છે. ઘરે પાછા ફરીને ખબર પડે છે કે તે ડીલ ક્રેક કરી શક્યા નથી. આ કારણે એક નવી મુસિબત પેદા થાય છે કારણ કે કાવ્યા રાખી દવેને પહેલેથી ચેક આપી ચૂકી છે. જે હવે બાઉન્સ થવાનો છે. આવામાં કાવ્યાની ભૂલ બધાને ભારે પડવાની છે. આગળ તમે જોશો કે કાવ્યા અનુપમા પર ભડકશે અને તે રાખીની પાસે જઈને ચેક લાવવાનું કહેશે. આ વખતે અનુપમા આમ કરવાની ના પાડી દેશે. તે કહેશે કે કાવ્યાની  ભૂલ છે અને તે જ તેનો ઉકેલ લાવે. 

દેવિકા આપશે અનુપમાને સરપ્રાઈઝ
કાવ્યાનું મોં જોવા લાયક રહેશે. આ બધા વચ્ચે કિંજલ આવશે અને તે બધાને જણાવશે કે તેણે તમામ પરેશાનીઓનો ઉકેલ લાવી દીધો છે. આ વાત જાણીને કાવ્યાને રાહત મળશે. અનુપમા અને વનરાજ કાવ્યાના આ નિર્ણયથી ખુશ તો નથી પરંતુ તે આભાર વ્યક્ત કરે છે. આગળ તમે જોશો કે દેવિકા ઘરે આવે છે અને અનુપમાને તેની સાથે રિયુનિયનમાં લઈ જવા માટે કહે છે. તે ખુબ એક્સાઈટેડ રહે છે. પરંતુ તેની વાત સાંભળીને વનરાજ ભડકી જાય છે. દેવિકા અનુપમાને તૈયાર થવાનું કહે છે. પણ અનુપમા ના પાડે છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by StarPlus (@starplus)

રિયુનિયન પાર્ટીમાં જશે અનુપમા
કિંજલ આગળ પડીને અનુપમાને સમજાવશે કે તેણે રિયુનિયનમાં જવું જોઈએ. ત્યારબાદ અનુપમા તૈયાર થાય છે. અનુપમાને વનરાજ જોતો જ રહી જાય છે. અનુપમાની ખુબસુરતી જોઈને તેની આંખો તેના પર ટકી જાય છે. વનરાજ દેવિકાને સવાલ કરે છે, જેનો જવાબ દેવિકા સીધી રીતે નથી આપતી અને કહે છે કે તે પોતાના કામથી મતલબ રાખે. આ સાથે જ ટોણો મારે છે કે શું તે અનુપમા સાથે પેચ અપ કરવા માંગે છે. આ સાંભળીને વનરાજની બોલતી બંધ થઈ જાય છે. ત્યારબાદ કાવ્યા વનરાજને સવાલ જવાબ કરવાની ના પાડે છે. 

અનુજ કાપડિયાને મળશે અનુપમા
આગળ તમે જોશો કે અનુપમા પાર્ટીમાં પહોંચશે અને ત્યાં તેને અનુજ કાપડિયા મળશે. અનુજ આગળ આવીને અનુપમા સાથે હાથ મિલાવશે અને તેને જણાવશે કે તે જ અનુજ કાપડિયા છે. અનુપમા પણ ઉત્સાહિત થઈને તેને મળશે. બંનેને હાથ મિલાવતા જોઈને વનરાજ અને કાવ્યાને આઘાત લાગશે. બંનેને અનુજ કાપડિયાનું સત્ય જાણવા મળશે. અનુજ કાપડિયા સાથે અનુપમાની આ નવી શરૂઆત થઈ રહી છે. દેવિકા અનુજ અને અનુપમાને નજીક લાવવાના ભરપૂર પ્રયત્ન કરશે. 

જોતો રહી જશે વનરાજ
સૌથી મોટું સરપ્રાઈઝ એ છે કે અનુપમાના પગમાંથી સેન્ડલ નીકળી જશે અને અનુજ તેને પોતાના હાથથી સેન્ડલ પહેરાવશે. તે ઘૂંટણિયે બેસીને પોતાનો જેન્ટલ નેચર બતાવશે. અનુપમા અનુજને થેંક્યું કહેશે. અનુપમા જેવી આગળ વધશે કે તે તેને રોકીને કહેશે કે તે તેનો ક્લાસમેટ અનુજ કાપડિયા છે. બરાબર તે જ વખતે ત્યાં વનરાજ અને કાવ્યા પહોંચશે અને તેઓ બળીને ખાખ થઈ જશે. તેને અનુજ અનુપમાને સ્પર્શે તે ગમશે નહીં. આવનારા એપિસોડ ખુબ મજેદાર જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news