સુશાંત આત્મહત્યા કેસમાં ગર્લફ્રેન્ડ Rhea Chakraborty સંબંધિત વધુ એક મોટો ખુલાસો 

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની આત્મહત્યા મામલે મુંબઈ પોલીસ સતત તપાસમાં લાગી છે. આ મામલે શનિવારે ફિલ્મ ડાઈરેક્ટર આદિત્ય ચોપડાની બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં લગભગ 4 કલાક પૂછપરછ કરાઈ. સુશાંત આત્મહત્યા કેસમાં અત્યાર સુધીમાં 35થી વધુ લોકોના નિવેદન લેવાયા છે. 
સુશાંત આત્મહત્યા કેસમાં ગર્લફ્રેન્ડ Rhea Chakraborty સંબંધિત વધુ એક મોટો ખુલાસો 

નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની આત્મહત્યા મામલે મુંબઈ પોલીસ સતત તપાસમાં લાગી છે. આ મામલે શનિવારે ફિલ્મ ડાઈરેક્ટર આદિત્ય ચોપડાની બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં લગભગ 4 કલાક પૂછપરછ કરાઈ. સુશાંત આત્મહત્યા કેસમાં અત્યાર સુધીમાં 35થી વધુ લોકોના નિવેદન લેવાયા છે. 

Entertainment News: सुशांत सिंह राजपूत की याद में रिया चक्रवर्ती ने बदला अपना WhatsApp DP

આ બાજુ હાલમાં જ પોલીસ તપાસમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી રિયા ચક્રવર્તી દ્વારા તેમના પૈસા ખર્ચ થવાની વાત સામે આવી હતી. હવે એવા ખબર છે કે ગત વર્ષે એક જાહેરાતના શૂટિંગ માટે રિયા ચક્રવર્તી યુરોપ ટુર પર ગઈ હતી. તે સમયે ટિકિટને બાદ કરતા બધો ખર્ચો સુશાંત સિંહે જ કર્યો હતો. આ ઉપરાંત રિયા ચક્રવર્તીએ ગત 11 મહિનામાં સુશાંત સિંહના એકાઉન્ટમાંથી ઘણી રકમ પોતાના માટે ખર્ચ કરી છે. આ રકમ કેટલી છે તેની હાલ તપાસ થઈ રહી છે. 

— Rhea Chakraborty (@Tweet2Rhea) July 16, 2020

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે બે દિવસ પહેલા જ રિયા ચક્રવર્તીએ સુશાંત આત્મહત્યા કેસમાં સીબીઆઈ તપાસની માગણી કરી હતી. તેણે ગૃહમંત્રી અમિત શાહને આ અંગે ગુહાર લગાવી હતી. તેણે એક ટ્વિટમાં ગૃહમંત્રીને ટેગ કરીને લખ્યું હતું કે હું સુંશાંતસિંહ રાજપૂતની પ્રેમિકા રિયા ચક્રવર્તી છું. હવે તેના અચાનક નિધનને એક મહિનાથી વધુ સમય થઈ ગયો. મને સરકાર પર પૂરેપૂરો ભરોસો છે. જો કે ન્યાયના હિતમાં, હું તમારી પાસે સીબીઆઈ તપાસ શરૂ કરાવવા માટે હાથ જોડીને અપીલ કરું છું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news