કોરોનાને લઇને સારા સમાચાર, સ્વદેશી વેક્સીન COVAXINનું હ્યૂમન ટ્રાયલ શરૂ
કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. દરરોજ દર્દીઓની સંખ્યામાં વધારો થવાની સાથે નવા રેકોર્ડ સર્જાય છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10 લાખને પાર કરી ગઇ છે. 9 લાખથી 10 લાખ સંક્રમિતોના આંકડા પહોંચવામાં કોરોનાને માત્ર ત્રણ દિવસ જ લાગ્યા. છેલ્લા બે ત્રણ દિવસથી દરરોજ સામે આવી રહેલા નવા દર્દીઓની સંખ્યા 35 હજારની આસપાસ છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. દરરોજ દર્દીઓની સંખ્યામાં વધારો થવાની સાથે નવા રેકોર્ડ સર્જાય છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10 લાખને પાર કરી ગઇ છે. 9 લાખથી 10 લાખ સંક્રમિતોના આંકડા પહોંચવામાં કોરોનાને માત્ર ત્રણ દિવસ જ લાગ્યા. છેલ્લા બે ત્રણ દિવસથી દરરોજ સામે આવી રહેલા નવા દર્દીઓની સંખ્યા 35 હજારની આસપાસ છે.
કોરોના સંક્રમણની વધતી જતી ગતિથી જ્યાં પ્રશાસન ચિંતમાં છે. ત્યારે સામાન્ય નાગરિકો પણ તેને લઇને ચિંતિત છે. આ બધા વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. સંપૂર્ણ રીતે કોરોના વાયરસની પહેલી સ્વદેશી વેક્સીન COVAXINનું હ્યૂમન ટ્રાયલ શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને ટ્વીટ કરી આ જાણકારી આપી છે.
स्वदेशी कोरोना #Vaccine का #humantrials शुरू!#COVID19 के खिलाफ ज़ंग अब निर्णायक दौर में है।पिछले कई महीनों से कोरोना वैक्सीन के विकास के लिए जारी प्रयास के सकारात्मक संकेत मिलने लगे हैं।हम जल्द ही इस महामारी पर पूरी तरह जीत प्राप्त कर लेंगे।@PMOIndia @MoHFW_INDIA @BharatBiotech pic.twitter.com/Cf0Ds6bhZG
— Dr Harsh Vardhan (@drharshvardhan) July 18, 2020
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, કોરોના વાયરસની સામે જંગ હવે નિર્ણાયક બન્યો છે. તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોના વેક્સીનના વિકાસ માટે ચાલી રહેલા પ્રયાસના સકારાત્મક સંદેશ મળવા લાગ્યા છે. ડોક્ટર હર્ષવર્ધને દાવો કર્યો છે કે, અમે જલ્દી આ મહામારી પર સંપૂર્ણ રીતે જીત પ્રાપ્ત કરી લઇશું.
તેમણે પોતાના ટ્વિટમાં પ્રધાનમંત્રી કાર્યાલય અને સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના વેરીફાઇડ ટ્વિટર હેન્ડલની સાથે આ વેક્સીન પર કામ કરી રહેલા ભારત બાયોટેકના ટ્વિટર હેન્ડલને પણ ટેગ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ફાર્માસ્યૂટિકલ કંપની ભારત બાયોટેક અને ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (આઇસીએમઆર)એ આ વેક્સીનને વિકસિત કરી છે. આ વેક્સીન પ્રીક્લીનિકલ સ્ટડીના સ્ટેજને સફળતાપૂર્વક પાર કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે