HBD Big B: અમિતાભ બચ્ચને ફેન્સને આપ્યું સરપ્રાઈઝ, જે જોઈને રણવીર પોતાને બોલવાથી રોકી શક્યો નહીં

સોશિયલ મીડિયાના આ દોરમાં તસવીર પોસ્ટ કરતાની સાથે જ વાયરલ થવા લાગે છે. હાલમાં એક તસવીર વાયરલ થઈ રહી છે, જેને જોયા બાદ લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. આ તસવીર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ની છે અને આ તસવીરની ઘણી ચર્ચાઓ થઈ રહી છે

HBD Big B: અમિતાભ બચ્ચને ફેન્સને આપ્યું સરપ્રાઈઝ, જે જોઈને રણવીર પોતાને બોલવાથી રોકી શક્યો નહીં

નવી દિલ્હી: સોશિયલ મીડિયાના આ દોરમાં તસવીર પોસ્ટ કરતાની સાથે જ વાયરલ થવા લાગે છે. હાલમાં એક તસવીર વાયરલ થઈ રહી છે, જેને જોયા બાદ લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. આ તસવીર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ની છે અને આ તસવીરની ઘણી ચર્ચાઓ થઈ રહી છે. અમિતાભ બચ્ચન (Amitabh Bachchan Birthday) એ આ તસવીર તેમના જન્મદિવસ પર શેર કરી છે. આ તસવીરને જોયા બાદ ફેન્સ તેમની ઘણી પ્રશંસા કરી રહ્યા છે. આમ તો અમિતાભ બચ્ચન આજે તેમનો 79 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

જન્મદિવસ પર અમિતાભે ફેન્સને આપ્યું સરપ્રાઈઝ
અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) એ તેમનો ટ્રાન્સફોર્મ લૂક ફેન્સની સાથે શેર કર્યો છે. અમિતાભના જન્મદિવસ પર આ તસવીર ફેન્સ માટે કોઈ સરપ્રાઈઝથી ઓછું નથી. આ તસવીર જોયા બાદ લોકો કહી રહ્યા છે કે, અમિતાભ બચ્ચન વધતી ઉંમર સાથે યંગ થતા જોવા મળી રહ્યા છે. અમિતાભ બચ્ચન (Amitabh Bachchan Birthday) એ ગત રાત્રીએ એક તસવીર શેર કરી છે, જેમાં તેઓ ઘણા કૂલ લુકમાં જોવા મળી રહ્યા છે. તેમણે ટ્રેક પેન્ટની સાથે ગ્રે ટ્રેક જેકેટ કેરી કર્યું છે. આ સાથે જ તેઓ ક્રોસ બોડી બેગ લઇને જતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં તેમણે નિયોન શૂઝ પહેર્યા છે. તેમનો આ સંપૂર્ણ લૂક ઘણો ટ્રેન્ડી અને ફંકી છે.

લોકોને પસંદ આવ્યો અમિતાભનો આ નવો લૂક
અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) એ એક દિવસ પહેલા વધુ એક તસવીર શેર કરી હતી, જેમાં તેમણે થ્રી પીસ સુટની સાથે નિયોન સ્પોર્ટ્સ શૂઝ કેરી કર્યા હતા. અમિતાભ બચ્ચનની સ્ટાઈલ આજકાલ યંગ એક્ટર્સને પણ ટક્કર આપી રહી છે. તેમનો આ લૂક જોયા બાદ રણવીર સિંહ (Ranveer Singh) પણ તસવીર પર કોમેન્ટ કરવાથી પોતાને રોકી શક્યો નહીં. તેણે કોમેન્ટમાં 'ગેંગસ્ટર' લખ્યું છે. અમિતાભ બચ્ચને આ તસવીર પોસ્ટ કરતા લખ્યું- '80 વર્ષ તરફ આગળ વધતા'. આ તસવીર પર એક્ટરની પુત્રી શ્વેતા નંદાએ પણ કોમેન્ટ કરી છે.

અમિતાભ બન્યા 'સુપર કૂલ'
અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ના સુટવાળી તસવીર પર પણ ઘણી કોમેન્ટ કરવામાં આવી છે. રિતેશ દેશમુખે કોમેન્ટમાં લખ્યું, 'સુપર કૂલ'. ત્યારે એક્ટર રોહિત રોયે કોમેન્ટમાં લખ્યું- 'અમિત જી તમે સૌથી કૂલ છો. હું ચોક્કસપણે તેમને ચોરી કરીશ.' ત્યારે અમિતાભ બચ્ચને આ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યુ, 'નીચે લીલા બૂટ અને ઉપર મેચિંગ સુટ.'

આ ફિલ્મમાં જોવા મળશે
તમને જણાવી દઇએ કે, અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) તેમના કૂલ લુકને ખુબ જ ફ્લોન્ટ કરી રહ્યા છે. તેઓ તેમની ઓલ્ડ ડેઝ માં પણ તેમના કૂલ સ્ટાઈલથી પોતાને યંગ રાખે છે. આજે પણ લોકો તેમના ફેશન સેન્સને ફોલો કરે છે. તેમને જણાવી દઇએ કે, અમિતાભ બચ્ચન ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં કામ કરતા જોવા મળશે. તેમની સાથે ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, મોની રોય અને સાઉથ સુપરસ્ટાર નાગાર્જૂન મેઇન રોલમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ પૂરુ થઈ ગયું છે. ટૂંક સમયમાં ફિલ્મ રિલીઝ કરવામાં આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news