IPL 2021: છેલ્લી ઘડીએ હારેલી બાજીને જીતમાં ફેરવવા મેચ ફિનિશર MS Dhoni એ અપનાવ્યો આ પ્લાન
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ દિલ્હી કેપિટલ્સ સામે IPL 2021 ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં તેના જૂના દિવસોને યાદ કરાવતા પોતાને દુનિયાનો સૌથી મોટો મેચ ફિનિશર સાબિત કર્યો છે. મેચ મુશ્કેલ પરિસ્થિતિમાં હતી અને 5 બોલમાં 13 રન કરવાના હતા
Trending Photos
દુબઈ: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ દિલ્હી કેપિટલ્સ સામે IPL 2021 ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં તેના જૂના દિવસોને યાદ કરાવતા પોતાને દુનિયાનો સૌથી મોટો મેચ ફિનિશર સાબિત કર્યો છે. મેચ મુશ્કેલ પરિસ્થિતિમાં હતી અને 5 બોલમાં 13 રન કરવાના હતા. એક ક્ષણ માટે લોકોને લાગ્યું કે, 40 વર્ષના ધોની (Dhoni) આ મેચને પૂર્ણ કરી શકશે નહીં, પરંતુ પછી એવો ચમત્કાર થયો જે જોઈ દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ છે.
ધોનીએ તેનું રોદ્ર સ્વરૂપ દેખાળ્યું
ધોની (Dhoni) એ તેનું રોદ્ર સ્વરૂપ દેખાળતા સતત 3 ફોર મારી હતી. જેમાં એક બોલ વાઈટ રહ્યો અને આ રીતે માહી (Mahi) એ હારવાની કગાર પર ટીમને જીત અપાવી હતી. ધોનીની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (chennai super kings) નવમી વખત IPL ફાઈનલમાં પહોંચી છે. જીત બાદ ધોની (MS Dhoni) એ ખુલાસો કર્યો કે છેલ્લી ઓવરમાં હારેલી મેચ જીતવા માટે તેણે શું પ્લાન અપનાવ્યો હતો. ધોનીએ કહ્યું કે, અમે જાણતા હતા કે દિલ્હી કેપિટલ્સ (delhi capitals) ના બોલિંગ અટેકને જોતા પ્રથમ ક્વોલિફાયર મેચ મુશ્કેલ હશે.
'MS Dhoni નામ નથી ઈમોશન છે' ધોનીને રમતો જોઈને આ બાળકો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા, Video વાયરલ
ધોનીએ ખોલ્યું સૌથી મોટો રાઝ
ધોનીએ પછી ફિનિશરની ભૂમિકા નિભાવી અને અંતમાં છ બોલમાં એક સિક્સ અને ત્રણ ફોર સાથે નાબાદ 18 રન બનાવી બે બોલ બાકી રાખી જીત સુનિશ્ચિત કરી. તેની પહેલા ઋતુરાજ ગાયકવાડ (70) અને રોબિન ઉથપ્પા (63) એ અર્ધસદી ઇનિંગ રમી બીજી વિકેટ માટે 110 રનની ભાગીદારી કરી હતી. ધોનીએ મેચ બાદ કહ્યું, મારી ઇનિંગ મહત્વપૂર્ણ હતી. દિલ્હી કેપિટલ્સનું બોલિંગ આક્રમણ સારું છે. તેમણે પરિસ્થિતિઓનો સંપૂર્ણ ફાયદો ઉઠાવ્યો, તેથી અમે જાણતા હતા કે આ મેચ અમારા માટે સરળ નથી.
— pant shirt fc (@pant_fc) October 10, 2021
છેલ્લી ઓવરમાં આ રીતે પલટી હારેલી મેચ
ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શો (60 રન) અને કેપ્ટન રિષભ પંચ (નાબાદ 51 રન) ની અર્ધસદીના કારણે દિલ્હી કેપિટલ્સની ટીમે બેટિંગની તક મળ્યા બાદ પાંચ વિકેટ પર 172 રનનો સ્કોર બનાવ્યો હતો. પોતાની ઇનિંગ વિશે ધોનીએ કહ્યું કે, મેં ટૂર્નામેન્ટમાં વધારે સારી ઇનિંગ રમી નથી, પરંતુ હું બોલને જોઈને રમવા ઇચ્છતો હતો. હું નેટ પર સારી બેટિંગ કરી રહ્યો હતો. પરંતુ વધારે વિચારી રહ્યો નહતો, કેમ કે જો તમે બેટિંગ કરતા વધારે વિચારો છો તો પોતાની રણનીતિ ખરાબ કરી દો છો.
શાર્દુલ ઠાકુરને કહ્યો બેસ્ટ
ધોનીએ શાર્દુલ ઠાકુરને બેટિંગ ક્રમમાં ઉપર મોકલવાના નિર્ણય પર કહ્યું, શાર્દુલ ઠાકુરે હાલમાં સારી બેટિંગ કરી છે, તેથી તેને પહેલા મોકલવામાં આવ્યો હતો. ઉથપ્પા વિશે ધોનીએ કહ્યું, રોબિન હમેશાંથી પહેલા બેટિંગનો લુપ્ત ઉઠાવે છે. મોઈન અલી ત્રીજા નંબર પર શનદાર રમે છે, પરંતુ અમે તેમના માટે એવી પરિસ્થિતિ બનાવી દીધી છે કે, કોઈપણ ત્રીજા નંબર પર જરૂરિયાતના હિસાબથી બેટિંગ કરી શકે છે.
ધોનીએ ઋતુરાજ વિશે કહ્યું, જ્યારે હું અને ઋતુરાજ વાત કરીએ છે તો તે ઘણી સરળ હોય છે. હું જાણવા માંગુ છું તે શું વિચારી રહ્યો છે. આ જોઇને સારું લાગે છે કે, તેણે ઘણો સુધારો કર્યો છે. તે એવો ખેલાડી છે, જે 20 ઓવર સુધી બેટિંગ કરવા ઇચ્છે છે. તેણે કહ્યું- ગત સીઝનમાં પ્રથમ વખત અમે પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શક્યા નહતા, પરંતુ અમે આ સત્રમાં શાનદાર વાપસી કરી.
રિષભ પંતે જણાવ્યા દિલ્હીની હારના કારણો
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે નજીકની હાર બાદ કહ્યું, 'નિશ્ચિતપણે તે ખૂબ જ નિરાશાજનક હાર હતી અને આ (છેલ્લી ઓવરમાં નિર્ણય) નિરાશાને વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી. મને લાગ્યું કે ટોમ કુરેન આ મેચમાં સારી બોલિંગ કરે છે, તેથી તેને છેલ્લી ઓવર આપવી યોગ્ય બાબત હશે. અમે સારો સ્કોર કર્યો હતો. અમે આગલી મેચમાં અમારી ભૂલો સુધારવાનો પૂરો પ્રયત્ન કરીશું જેથી અમે ફાઇનલમાં પહોંચી શકીએ. 'પ્લેયર ઓફ ધ મેચ' ગાયકવાડે કહ્યું, 'હું ક્રિઝ પર શાંત રહેવાનો પ્રયત્ન કરું છું. દરેક મેચ નવી છે, તેથી આપણે શરૂઆતથી જ શરૂઆત કરવી પડશે. પાવરપ્લે ખૂબ મહત્વનો હતો, બોલ થોડા વિરામ સાથે વિકેટ પર આવી રહ્યો હતો. રોબીને ખરેખર સારી બેટિંગ કરી. તેની સામે રમવાથી મારા માટે બેટિંગ પણ સરળ બની હતી.
The finisher 🦁💛🔥👑 #Thala #Dhoni #WhistlePodu #IPL2021
Look At #SakshiDhoni Emotion 😍❤😊 pic.twitter.com/ooCkRfS9FY
— #TeamRakul (@TeamRakul10) October 10, 2021
વાઈફ સાક્ષી થઈ ઇમોશનલ
મહેન્દ્ર સિંહ ધોનીએ 6 બોલ પર નાબાદ 18 રન બનાવ્યા અને એક સિક્સ અને ત્રણ ફોર ફટકારી. મેચ મુશ્કેલ પરિસ્થિતિમાં હતી અને 5 બોલ પર 13 રન બનાવવાના હતા. એક ક્ષણ લોકોને લાગ્યું કે, 40 વર્ષનો ધોની આ મેચને ફિનિશ કરી શકશે નહીં. પરંતુ ધોનીએ તેનું રોદ્ર સ્વરૂપ ધારણ કરતા 3 ફોર મારી જેમાં એક બોલ વાઈટ હતો અને આ રીતે માહીએ હારેલી મેચને જીતમાં ફેરવી. ધોનીએ વિનિંગ શોર્ટ મારતા જ સ્ટેડિયમમાં હાજર તેની પત્ની સાક્ષી ધોનીની આંખો નમ થઈ ગઈ હતી. સાક્ષીની સાથે તેની પુત્રી જીવા પણ સ્ટેડિયમમાં હાજર હતી. ધોનીએ જેવો વિનિંગ શોર્ટ માર્યો, ત્યારે સાક્ષી જીવાને ભેટી પડી હતી. ધોનીની પત્ની અને પુત્રીનો આ વીડિયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે