જ્યારે જ્યારે કરિયરને વાગ્યું સ્પીડ બ્રેકર ત્યારે ત્યારે બોલ્ડ થઈ ગઈ આ અભિનેત્રીઓ

Bold Actress: આવી જ એક રીત છે બોલ્ડ સીન આપવા કે ફિલ્મોમાં બિકીની પહેરવી. અનેક એવી અભિનેત્રીઓ છે જેમણે સિલ્વર સ્ક્રીન પર સીધી-સાદી યુવતીના પાત્ર ભજવ્યા હોય કે પારિવારિક ફિલ્મો કરી હોય તેવી અભિનેત્રીઓએ ડૂબતા કરિયરને બચાવવા આ બધા ઉપાયો કર્યા છે.

જ્યારે જ્યારે કરિયરને વાગ્યું સ્પીડ બ્રેકર ત્યારે ત્યારે બોલ્ડ થઈ ગઈ આ અભિનેત્રીઓ

Bollywood Actress: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ્યારે કારકિર્દીની ગાડી ધીમી પડે ત્યારે તેને ગતિ આપવા માટે અભિનેત્રીઓ જુદા જુદા પ્રકારની તરકીબો અજમાવતી હોય છે. આવી જ એક રીત છે બોલ્ડ સીન આપવા કે ફિલ્મોમાં બિકીની પહેરવી. અનેક એવી અભિનેત્રીઓ છે જેમણે સિલ્વર સ્ક્રીન પર સીધી-સાદી યુવતીના પાત્ર ભજવ્યા હોય કે પારિવારિક ફિલ્મો કરી હોય તેવી અભિનેત્રીઓએ ડૂબતા કરિયરને બચાવવા આ બધા ઉપાયો કર્યા છે.

1. અમિષા પટેલ
'કહોના પ્યાર હે' ફિલ્મ રિલીઝ થતાની સાથે અમિષા પટેલની લોકપ્રિયતા ખૂબ વધી ગઈ હતી. અમિષાએ રિતીક રોશન, સની દેઓલ, સલમાન ખાન, સૈફ અલી ખાન જેવા સિતારાઓ સાથે કામ કર્યું પરંતુ તેની કારકિર્દી લાંબી ચાલી શકી નહીં. કામ ઓછુ થતા જ અમિષાએ સોશિયલ મીડિયામાં બિકીની પહેરેલા ફોટા શેર કરવાની શરૂઆત કરી દીધી..

2. રાની મુખર્જી
લોકો વચ્ચે રહેવા માટે અને ડૂબતા કરિયરને બચાવવા માટે રાની મુખર્જીએ પણ આ રસ્તો અપનાવ્યો. એક વખતની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસે ફિલ્મો ઓછી મળતા 'AIYAA' ફિલ્મ કરી અને જેમાં તેણે ઈન્ટિમેટ સીન્સ આપ્યા.

3. તબ્બૂ 
પ્રતિભાશાળી અભિનેત્રી તબ્બૂએ પણ પોતાની કારકિર્દી ધીમી પડતા બોલ્ડ સીનનો સહારો લીધો. 'ચાંદનીબાર' અને 'મીનાક્ષી' જેવી ફિલ્મોમાં તબ્બૂએ જબરદસ્ત હોટ સીન્સ આપ્યા. જોકે તબ્બૂને તેનો કોઈ ફાયદો નહીં થયો. તબ્બૂએ ત્યારબાદ દ્રશ્યમ, જય હો, હૈદર જેવી ફિલ્મોમાં કામ કર્યું.

4. ઝરીન ખાન
સુપરસ્ટાર સલમાન ખાન સાથે વીર ફિલ્મથી ઝરીન ખાને ડેબ્યૂ કર્યુ હતું. ઝરીન ખાનની પણ ફિલ્મો ખાસ ચાલી શકી નહીં. ઝરીને પણ અંતે 'હેટ સ્ટોરી-3' ફિલ્મમાં અનેક અતરંગ દ્રશ્યો આપ્યા. 

5.રેખા
અભિનેત્રી રેખાએ 90ના દશકામાં હોટ સીન્સ આપ્યા છે. રેખાએ ઓમપુરી સાથે 'આસ્થા' ફિલ્મમાં બોલ્ડ સીન આપ્યા. આ ઉપરાંત અક્ષયકુમાર સાથે 'ખિલાડીઓ કા ખિલાડી' ફિલ્મમાં એક ગીતમાં જબરદસ્ત સીન આપ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news