આલિયાના ઘરે ફરી ઉંઆ..ઉંઆ...? શું Raha Kapoor ને મળશે નાનો ભાઇ કે બહેન? ફરીથી પ્રેગ્નેટ છે આલિયા ભટ્ટ?

Alia Bhatt Pregnancy Announcement: ગત વર્ષે આલિયા ભટ્ટને લગ્નના બે મહિના બાદ પોતાની પ્રેગ્નેંસીને એનાઉન્સ કરી હતી અને નવેમ્બરમાં અભિનેત્રીએ પોતાની પુત્રી રાહા કપૂરને જન્મ આપ્યો હતો. આલિયાએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક નવી પોસ્ટ કરી છે - શું આલિયા ફરીથી ગર્ભવતી છે? અભિનેત્રીની દીકરીને નાની બહેન કે ભાઈ મળવાનો છે...?

આલિયાના ઘરે ફરી ઉંઆ..ઉંઆ...? શું Raha Kapoor ને મળશે નાનો ભાઇ કે બહેન? ફરીથી પ્રેગ્નેટ છે આલિયા ભટ્ટ?

Alia Bhatt Pregnant Again after Raha Kapoor:  રણબીર કપૂર અને આલિયા ભટ્ટે એપ્રિલ 2022 માં લગ્ન કર્યા હતા, જેના બે મહિના પછી અભિનેત્રીએ જાહેરાત કરી કે તે માતા બનવાની છે. આલિયાએ તેની ગર્ભાવસ્થા દરમિયાન કામ કર્યું અને નવેમ્બર 2022 માં અભિનેત્રીએ સી-સેક્શન દ્વારા તેની પુત્રી રાહા કપૂરને જન્મ આપ્યો હતો. તમને જણાવી દઇએ કે 6 જાન્યુઆરી, 2023 ના રોજ, રણબીર અને આલિયાની પુત્રી બે મહિનાની થઈ ગઈ છે અને દંપતીએ હજી સુધી પુત્રીનો ચહેરો જાહેર કર્યો નથી. હવે આલિયા ભટ્ટ ફરી પ્રેગ્નન્ટ છે.. શું  અભિનેત્રી ડિલિવરીના બે મહિના પછી ફરી એકવાર માતા બનવા જઈ રહી છે? આલિયાની નવી પોસ્ટથી ફેન્સને શંકા ગઈ...

શું રાહાને મળશે નાનો ભાઇ કે બહેન?
આલિયા ભટ્ટ આજકાલ તેના કામની સાથે સાથે તેની પુત્રીને લઈને પણ ચર્ચામાં રહે છે. અભિનેત્રીની નાનકડી પરી રાહા કપૂર કેવી દેખાય છે, તે શું કરે છે અને તેની પસંદ-નાપસંદ શું છે, ચાહકો બધું જાણવા માંગે છે. પરંતુ શું ચાહકોનું ધ્યાન હવે રાહા કરતાં વધુ કોઈ અન્ય તરફ જઈ રહ્યું છે? શું આલિયા તેને ફરીથી સારા સમાચાર આપશે? આલિયાની દીકરીને નાની બહેન કે ભાઈ મળશે?

આ પણ વાંચો: TMKOC ની દયાબેન છે કરોડોની માલકિન! 5 વર્ષથી ટીવીથી દૂર પણ કમાણીમાં નથી થયો ઘટાડો
આ પણ વાંચો: ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: 
શનિની સાડાસાતીનું કષ્ટ, શનિની મારથી બચાવશે આ ઉપાય, જાણો કોના માટે છે જરૂરી
આ પણ વાંચો: સેલિબ્રિટીથી માંડીને મોટા-મોટા દિગ્ગજો લે છે સલાહ, જાણો એવું તો શું કરે છે પરિધિ

ફરીથી પ્રેગ્નેંટ છે અભિનેત્રી આલિયા ભટ્ટ? 
તમને જણાવી દઈએ કે આલિયાએ તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર આ નવી પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે તેના ચહેરાની સામે એક સુંદર ફૂલ પકડ્યું છે જેમાં બે ડંડા છે - તે 'બે' નું પ્રતીક છે. આ સાથે, અભિનેત્રીએ કેપ્શનમાં પણ લખ્યું છે - 2.0 સ્ટે ટ્યુન (2.0 Stay Tuned). આ પોસ્ટ પરથી ચાહકોને લાગે છે કે આલિયા કદાચ ફરી એકવાર માતા બનવા જઈ રહી છે અને ફરી ગર્ભવતી થઈ શકે છે. આ કૅપ્શનના ઘણા અર્થો હોઈ શકે છે જેમાંથી આ પણ એક છે.
alia

કોના જેવી દેખાઇ છે રાહા? 
તમને જણાવી દઇએ કે રણબીર, આલિયા અને નીતુ કપૂરે રાહાના ફોટા પાપારાઝીને બતાવ્યા ત્યારે મીડિયાએ કહ્યું કે કપૂર પરિવારનો આ નાનો સભ્ય તેના પિતા રણબીર કપૂર જેવો દેખાય છે, જો કે આલિયાએ કહ્યું કે તે પણ તેના જેવી જ દેખાય છે. આ દંપતીનો નિર્ણય છે કે રાહાને જ્યાં સુધી તે બે વર્ષની ન થાય ત્યાં સુધી લોકો સામે નહીં લાવે. તે પછી મીડિયા તેની તસવીરો લઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news