અક્ષયકુમાર ટક્કર આપશે સાહોને, લેવાયો મોટો નિર્ણય

સુપરસ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ સાહોના ટીઝરે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે

અક્ષયકુમાર ટક્કર આપશે સાહોને, લેવાયો મોટો નિર્ણય

નવી દિલ્હી :  હાલમાં સમાચાર આવ્યા હતા કે અક્ષયકુમારની સૂર્યવંશી તેમજ સલમાન ખાનની ઇન્શાલ્લાહની ટક્કર ટળી ગઈ છે. હવે લેટેસ્ટ અપડેટ પ્રમાણે હવે બોક્સઓફિસ પર અક્ષયકુમાર અને સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મની ટક્કર થશે. મળતી માહિતી પ્રમાણે 15 ઓગસ્ટના દિવસે અક્ષયની મિશન મંગલને પ્રભાસની સાહો સાથે રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. હવે 15 ઓગસ્ટના દિવસે સાહો, મિશન મંગલ અને જોન અબ્રાહમની બટલા હાઉસ રિલીઝ થશે. 

— taran adarsh (@taran_adarsh) June 13, 2019

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાની સોશિયલ મીડિયા વોલ પર એક પોસ્ટ શેયર કરીને માહિતી આપી છે કે મિશન મંગલ નિર્ધારીત તારીખે જ બોક્સ ઓફિસ પર રિલીઝ થશે. અક્ષયની આ ફિલ્મમાં વિદ્યા બાલન, સોનાક્ષી સિંહા, તાપસી પન્નુ, નિત્યા મેનન, કીર્તિ કુલ્હારી અને શરમન જોશી જેવા કલાકારો કામ કરી રહ્યા છે. 

પ્રભાસની ફિલ્મ સાહો તામિલ, તેલુગુ તેમજ હિન્દી ફિલ્મમાં એકસાથે રિલીઝ થશે અને એને 150 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે. ડિરેક્ટર સુજિતની આ ફિલ્મમાં નીલ નીતિન મુકેશ, જેકી શ્રોફ, મહેશ માંજરેકર, ટીનુ આનંદ અને મંદિરા બેદી પણ મહત્વના રોલમાં જોવા મળશે. અભિનેતા પ્રભાસે ફિલ્મ માટે ખૂબ મહેનત કરી છે તેના માટે પ્રભાસે 7 થી 8 કિલો વજન ઘટાડ્યું છે. ફિલ્મમાં વજન ઘટાડવા માટે પ્રભાસ માટે એક વિશેષ ડાઇટ પ્લાન બનાવવામાં આવ્યો હતો, સાથે જ અભિનેતાએ જિમમાં પણ પરસેવો પાડ્યો છે. બહુ મોટા બજેટમાં બની રહેલી આ ફિલ્મમાં સ્પેશિયલ બાઇક અને કારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news