લગ્ન પહેલા લિવ-ઈનમાં રહ્યા હતા અક્ષય-ટ્વિંકલ, ડિમ્પલ કાપડિયાએ મૂકી હતી એવી શરત
શું તમને ખબર છે કે તમારું આ ફેવરિટ કપલ લગ્ન પહેલા બે વર્ષ સુધી લિવઈન રિલેશનશીપમાં રહ્યું હતું. બિલકુલ સાચું છે. ટ્વિંકલ ખન્નાની માતા ડિમ્પલ કાપડિયાએ એક શરત મૂકી હતી. વાસ્તવમાં તેમને અક્ષય કુમાર પર શક ગયો હતો.
Trending Photos
Akshay Kumar-Twinkle Khanna Love Story: અક્ષયકુમાર અને ટ્વિંકલ ખન્નાની જોડી બોલીવુડની મોસ્ટ ફેવરિટ જોડીઓની યાદીમાં છે. અક્ષય અને ટ્વિંકલ જ્યારે પણ સાથે જોવા મળે છે ત્યારે ફેન્સની ખુશીનો પાર રહેતો નથી. પરંતુ શું તમને ખબર છે કે તમારું આ ફેવરિટ કપલ લગ્ન પહેલા બે વર્ષ સુધી લિવઈન રિલેશનશીપમાં રહ્યું હતું. બિલકુલ સાચું છે. ટ્વિંકલ ખન્નાની માતા ડિમ્પલ કાપડિયાની શરત બાદ અક્ષય અને ટ્વિંકલ લગ્ન પહેલા બે વર્ષ સુધી સાથે રહ્યા હતા. જાણો આ સમગ્ર કિસ્સા વિશે.
ફિલ્મ ફ્લોપ થતા લગ્ન માટે રાજી થઈ હતી ટ્વિંકલ?
ટ્વિંકલ ખન્નાએ એક જૂના ઈન્ટરવ્યુમાં રિવીલ કર્યું હતું કે તેણે અક્ષયકુમાર સામે લગ્ન પહેલા એક શરત મૂકી હતી. ટ્વિંકલે જણાવ્યું હતું કે જ્યારે અક્ષયે તેને લગ્ન માટે પૂછ્યું તો ત્યારે તે આમિર ખાન સાથે મેલા ફિલ્મનું શુટિંગ કરતી હતી. તેણે અક્ષય સામે શરત મૂકતા કહ્યું હતું કે જો તેની આ ફિલ્મ ફ્લોપ થઈ તો તે લગ્ન કરી લેશે. ફિલ્મ બની અને પછી બધાને ખબર છે તેમ આ ફિલ્મ ફ્લોપ ગઈ. ફિલ્મ ફ્લોપ થતા ટ્વિંકલે અક્ષય સાથે લગ્ન માટે હા પાડી દીધી.
ડિમ્પલ કાપડિયાની શું હતી શરત?
એન્ટરટેઈન્મેન્ટ રિપોર્ટ્સનું માનીએ તો જ્યારે અક્ષય ટ્વિંકલના ઘરે હાથ માંગવા માટે પહોંચ્યો તો ડિમ્પલ કાપડિયાએ અક્ષય પાસે એક શરત મૂકી હતી. ડિમ્પલે બંનેને લિવ ઈન રિલેશનશીપમાં રહેવાનું કહ્યું હતું. ડિમ્પલે શરત મૂકતા કહ્યું હતું કે જો બધુ સારી રીતે રહ્યું તો તેમને લગ્નથી કોઈ વાંધો નહીં હોય. જો બંને સંબંધમાં ખુશ નહીં રહે તો રસ્તા બદલવા પડશે. પરંતુ અક્ષયકુમારે ટ્વિંકલના માતાની આ શરત પૂરી કરી અને પછી બંને વર્ષ 2001માં લગ્નના બંધનમાં બંધાયા હતા. એવું પણ રિપોર્ટ્સમાં કહેવાયું છે કે ડિમ્પલ કાપડિયાને અક્ષયકુમાર પર શક થયો હતો અને તેમણે અક્ષયકુમારને GAY સમજી લીધો હતો અને એટલે તેમણે આ શરત મૂકી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે