Akshay Kumar ના માતાનું નિધન, અભિનેતાએ લખી ભાવુક પોસ્ટ

બોલીવુડ અભિનેતા અક્ષયકુમારના ફેન્સ માટે દુખદ સમાચાર છે. અભિનેતાના માતા અરુણા ભાટિયાનું નિધન થયું છે. અભિનેતાએ પોતાની માતાની યાદમાં ઈમોશનલ પોસ્ટ તમામ સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે. અત્રે જણાવવાનું કે અક્ષયકુમારના માતા કેટલાક દિવસથી બીમાર હતા. હાલમાં જ અભિનેતા શૂટિંગ છોડીને લંડનથી મુંબઈ પાછા ફર્યા હતા. અક્ષયના માતા આઈસીયુમાં દાખલ હતા. 
Akshay Kumar ના માતાનું નિધન, અભિનેતાએ લખી ભાવુક પોસ્ટ

નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા અક્ષયકુમારના ફેન્સ માટે દુખદ સમાચાર છે. અભિનેતાના માતા અરુણા ભાટિયાનું નિધન થયું છે. અભિનેતાએ પોતાની માતાની યાદમાં ઈમોશનલ પોસ્ટ તમામ સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે. અત્રે જણાવવાનું કે અક્ષયકુમારના માતા કેટલાક દિવસથી બીમાર હતા. હાલમાં જ અભિનેતા શૂટિંગ છોડીને લંડનથી મુંબઈ પાછા ફર્યા હતા. અક્ષયના માતા આઈસીયુમાં દાખલ હતા. 

અક્ષયકુમારના માતાનું નિધન
અક્ષયકુમારે પોતાની હાલમાં જ શેર કરેલી પોસ્ટમાં લખ્યું કે તે મારી Core હતી. આજે મને એટલી તકલીફ થઈ રહી છે કે જે સહન કરી શકાય તેમ નથી. આજે મારા માતા શ્રીમતી અરુણા ભાટિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં આ દુનિયાને છોડીને ગયા. તેઓ બીજી દુનિયામાં મારા પિતા સાથે છે. અમને તમારી પ્રાર્થનાઓની જરૂર છે કારણ કે હાલ અમારો પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. 

અક્ષયકુમારે ફેન્સને કરી હતી અપીલ
અક્ષયકુમારની આ પોસ્ટ પર ફેન્સની સાથે સાથે સેલેબ્સ પણ અભિનેતાના માતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અત્રે જણાવવાનું કે અક્ષયકુમારે તાજેતરમાં એક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી હતી. અભિનેતાએ લખ્યું હતું કે મારી માતાના સ્વાસ્થ્ય માટે તમારી ચિંતાઓએ મને અંદર સુધી સ્પર્શ કર્યો છે. આ મારા અને મારા પરિવાર માટે ખુબ કપરો સમય છે. તમારા દરેકની પ્રાર્થના ખુબ મદદ કરશે. 

કેટલાક દિવસોથી બીમારી હતા માતા
અત્રે જણાવવાનું કે આ પોસ્ટના 15 કલાક બાદ જ અક્ષયકુમારના માતા અરુણા ભાટિયાના નિધનની જાણકારી આવી. અક્ષયકુમાર માતાની ખુબ નજીક હતા. અભિનેતાની માતા અરુણા ભાટિયા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news