SHOCKING !! બોલિવૂડની આ હસીનાએ છેલ્લી ઘડીએ અજયને છોડી દીધો લટકતો 

અજયે હાલમાં અનેક સારી ફિલ્મો સાઇન છે જેના શૂટિંગમાં તે વ્યસ્ત છે. તેની આગામી ફિલ્મ ભુજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા (Bhuj: The Pride Of India) મલ્ટીસ્ટારર છે.

SHOCKING !! બોલિવૂડની આ હસીનાએ છેલ્લી ઘડીએ અજયને છોડી દીધો લટકતો 

મુંબઈ : બોલિવૂડ કલાકાર અજય દેવગન (Ajay Devgn) છેલ્લા કેટલાક સમયથી એકથી એક ચડિયાતી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. તેની ફિલ્મો બોક્સઓફિસ પર પણ સારું પ્રદર્શન કરી રહી છે. અજય દેવગન (Ajay Devgn)ને બોલિવૂડમાં ત્રણ દાયકા થઈ ગયા હોવા છતાં તેના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. બોલિવૂડના ટોચના પ્રોડ્યુસર તેની સાથે કામ કરવા માટે તલપાપડ હોય છે. 

અજયે હાલમાં અનેક સારી ફિલ્મો સાઇન છે જેના શૂટિંગમાં તે વ્યસ્ત છે. તેની આગામી ફિલ્મ ભુજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા (Bhuj: The Pride Of India) મલ્ટીસ્ટારર છે. જોકે લેટેસ્ટ માહિતી પ્રમાણે આ ફિલ્મમાં કામ કરવા માટે પરિણીતી ચોપડા (Parineeti Chopra)એ છેલ્લી ઘડીએ ના પાડી દીધી છે. હવે તે આ ફિલ્મમાં નહીં જોવા મળે. આ ફિલ્મ સાથે જોડાયેલી એક વ્યક્તિએ માહિતી આપી છે કે પરિણીતીએ તારીખોની સમસ્યાને કારણે અજય દેવગનની ફિલ્મ છોડી દીધી છે. તે આ ફિલ્મ કરવા માટે બહુ ઉત્સાહી હતી પણ કમનસીબે તે હવે આ ફિલ્મમાં જોવા નહીં મળે. 

અજયની આ ફિલ્મમાં કામ ન કરી શકવાને કારણે પરિણીતી નિરાશ છે. તેણે હવે ભુજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાની આખી ટીમને શુભેચ્છા આપી છે. ફિલ્મમાં અજય સિવાય સંજય દત્ત, રાણા દુગ્ગુબાતી તેમજ સોનાક્ષી સિંહા મહત્વના રોલમાં જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news