શું સુશાંતને આપવામાં આવ્યુ હતુ ઝેર? જાણકારી મેળવવા બીજીવાર થશે વિસરાની તપાસ


મેડિકલ ટીમને શંકા છે કે ક્યાંક સુશાંતને ઝેર તો આપવામાં આવ્યું નથી ને.  AIIMSના ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના હેડ અને સુશાંત કેસ માટે રચાયેલા મેડિકલ બોર્ડના ચેરમેન ડો. સુધીર ગુપ્તાએ જણાવ્યુ કે, તપાસ 10 દિવસની અંદર કરવામાં આવશે અને રિપોર્ટ પણ આવી જશે. 
 

શું સુશાંતને આપવામાં આવ્યુ હતુ ઝેર? જાણકારી મેળવવા બીજીવાર થશે વિસરાની તપાસ

નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ 14 જૂને તેનો મૃતદેહ કપૂર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો. બપોરે લાવવામાં આવેલા સુશાંતના મૃતદેહના બોડીનું રાત સુધી પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યું હતું. તેવામાં સવાલ ઉઠાવવામાં આવ્યા કે સુશાંતના બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આટલી ઉતાવળ શું કામ કરવામાં આવી. પોસ્ટમોર્ટમ બાદ સુશાંતના વિસેરા તપાસ માટે સુરક્ષિત રાખી દેવામાં આવ્યા હતા. વિસેરાની તપાસ કરી રહેલી  AIIMSની મેડિકલ ટીમ કેસને ઉકેલવામાં મદદ કરી શકે છે. 

 AIIMSની ફોરેન્સિક ટીમ સુરક્ષિત રાખવામાં આવેલા સુશાંતના વિસેરાનો ટેસ્ટ કરી રહી છે. મેડિકલ ટીમને શંકા છે કે ક્યાંક સુશાંતને ઝેર તો આપવામાં આવ્યું નથી ને.  AIIMSના ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના હેડ અને સુશાંત કેસ માટે રચાયેલા મેડિકલ બોર્ડના ચેરમેન ડો. સુધીર ગુપ્તાએ જણાવ્યુ કે, તપાસ 10 દિવસની અંદર કરવામાં આવશે અને રિપોર્ટ પણ આવી જશે. આ મામલાને લઈને મેડ ક્લિક બોર્ડની આગામી બેઠક 17 સપ્ટેમ્બરે યોજાશે. 

 AIIMS પાસે વિસરા ટેસ્ટ માટે બધા સાધનો છે. આ સાધનો FBI દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. તેવામાં ચૂક થવાની કોઈ સંભાવના નથી. સુશાંતના મામલામાં એમ્સના ત્રણ ડોક્ટરોની ટીમે સુશાંતની બોડીનું પોસ્ટમોર્ટમ કરનાત ત્રણ ડોક્ટરોની ટીમની પૂછપરછ કરી છે. આ પૂછપરછમાં એમ્સના ડોક્ટરોએ સુશાંતના ગળામાં રહેલ ીજાના નિશાનને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે. 

સ્યુસાઇડ બાદ સુશાંતના ગળા પર નિશાને ઉઠાવ્યા સવાલ
રિપોર્ટ પ્રમાણે, સુશાંતના ગળા પર રહેલ ઈજાના નિશાન સવાલોના ઘેરામાં છે. સુશાંતના ગળામાં રહેલ ઈજાનું નિશાન તેના ગળાનીવચ્ચે છે અને સીધી રેખાની જેમ દેખાતું હતું. જ્યારે આપઘાત મામલામાં આ ઈજા ડોકની એકદમ ઉપર હોય છે. માનવામાં આવી રહ્યું છે કે એમ્સના ત્રણ ડોક્ટરોએ બોડીનું પોસ્ટમોર્ટમ કરનાર 5 ડોક્ટરોને સુશાંતના ગળા પર રહેલા નિશાનને લઈને ઘણા સવાલ કર્યાં છે.

આ ડોક્ટરોને મુંબઈમાં સીબીઆઈની ટીમ સાથે વાત કરવાનો પણ અધિકાર છે. તે સિવાય એમ્સની આ ટીમ પોસ્ટમોર્ટમ કરનાર અને મોર્ચરીના સ્ટાફની પણ પૂછપરછ કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news