અભિષેકે એવી ટ્વિટ કરી કે, બધાની નજર સીધી ઐશ્વર્યાના પેટ પર જ ગઈ...

બોલિવુડ એક્ટ્રેસ અને પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) ના પ્રેગનેન્ટ હોવાના સમાચાર લાંબા સમયથી સોશિયલ મીડિયા પર આવતા રહે છે. પરંતુ હાલમાં જ તેના પતિ અને અભિનેતાત્ર અભિષેક બચ્ચને (Abhishek Bachchan) એક એવી ટ્વિટ કરી છે, જેને ઐશ્વર્યના ફેન્સે આરાધ્યાને નવો ભાઈ કે બહેન મળવાના છે તેનો ઈશારો સમજી લીધો છે. ટ્વિટની થોડી મિનીટોમાં તો ટ્વિટર પર હલ્લાબોલ થઈ ગયું છે કે, ઐશ્વર્યા ફરીથી ખુશખબરી આપનારી છે. આવો જાણીએ શું છે આખો મામલો...
અભિષેકે એવી ટ્વિટ કરી કે, બધાની નજર સીધી ઐશ્વર્યાના પેટ પર જ ગઈ...

મુંબઈ :બોલિવુડ એક્ટ્રેસ અને પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) ના પ્રેગનેન્ટ હોવાના સમાચાર લાંબા સમયથી સોશિયલ મીડિયા પર આવતા રહે છે. પરંતુ હાલમાં જ તેના પતિ અને અભિનેતાત્ર અભિષેક બચ્ચને (Abhishek Bachchan) એક એવી ટ્વિટ કરી છે, જેને ઐશ્વર્યના ફેન્સે આરાધ્યાને નવો ભાઈ કે બહેન મળવાના છે તેનો ઈશારો સમજી લીધો છે. ટ્વિટની થોડી મિનીટોમાં તો ટ્વિટર પર હલ્લાબોલ થઈ ગયું છે કે, ઐશ્વર્યા ફરીથી ખુશખબરી આપનારી છે. આવો જાણીએ શું છે આખો મામલો...

અભિષેક બચ્ચને ટ્વિટર પર એક નાનકડી લાઈન લખી કે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. જોકે, અભિષેકે ટ્વિટમાં એવી કોઈ વાત સ્પષ્ટ કરી નથી. પંરતુ તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, ‘મિત્રો... તમારા તમામ માટે એક સરપ્રાઈઝ છે. જોડાયેલા રહો....’ ત્યારે ફેન્સે આ બાબતને તેમના સેકન્ડ બાળકનો ઈશારો માની લીધો છે.

— Abhishek Bachchan (@juniorbachchan) January 21, 2020

હવે જ્યારે અભિષેકની આ પોસ્ટ સામે આવી છે, તો તેમના ફેન્સે સરપ્રાઈઝ જાણવા માટે જાતભાતના કોમેન્ટ્સ કર્યાં. કેટલાક લખ્યું કે, સેકન્ડ બેબી. તો કેટલાકે લખ્યું કે, બીજુ બાળક. તમે પિતા બનનારા છો. આરાધ્યાને ભાઈ મળવાનો છે. જોત જોતામાં તો સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાના ફરી માતા બનવાના સમાચાર ફેલાઈ ગયા.

પરંતુ થોડા સમય બાદ અભિષેકે અમિતાભ બચ્ચનની ફિલ્મ ઝુંડનું ટીઝર શેર કર્યું. જેમાં સ્પષ્ટ કર્યું કે, સરપ્રાઈઝ આ ફિલ્મના ટીઝરને લઈને હતી. જોકે, અભિષેકે ફરીથી પિતા બનવાના કોમેન્ટ્સ પર કોઈ રિપ્લાય આપ્યા નથી.

— Abhishek Bachchan (@juniorbachchan) January 21, 2020

વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિષેક બચ્ચનની છેલ્લી ફિલ્મ ‘મનમર્ઝિયા’ હતી. હાલમાં જ તે શાહરૂખ ખાનના રેડ ચીલીઝ એન્ટરટેનમેન્ટ સાથે પોતાનો આગામી પ્રોજેક્ટ ‘બોબ બિશ્વાસ’ની જાહેરાત કરી છે. આ એક સસ્પેન્સ થ્રિલર હશે. તેમજ હાલ તેમના ‘બિગબુલ’ ફિલ્મનું પણ પોસ્ટર રિલીઝ થયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news