દીવ, દમણ અને દાદરા નગર હવેલીની રાજધાની બનશે દમણ
થોડા સમય પહેલા બંન્ને કેન્દ્ર શાસિત પ્રદેશોને ભેગા કરીને એક પ્રદેશ બનાવવામાં આવ્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીની રાજધાની દમણ હશે. આ નિર્ણય મોદી કેબિનેટની બુધવારે યોજાવેલી બેઠકમાં લેવામાં આવ્યો છે. થોડા સમય પહેલા બંન્ને કેન્દ્ર શાસિત પ્રદેશોને ભેગા કરીને એક પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. આ સિવાય મોદી કેબિનેટને પછાત જાતિ (ઓબીસી) આયોજના કાર્યકાળને 6 મહિના માટે વધારી દીધો છે.
દમણ-દીવના વિલય બાદ હવે દેશમાં આઠ કેન્દ્ર શાસિત પ્રદેશ હશે. આ પહેલા જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખની રચના બાદ દેશમાં કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા 9 થઈ ગઈ હતી. આ વિલય બાદ વધુ એક સંખ્યા ઘટીને આઠ થઈ જશે. મહત્વનું છે કે સરકારનું આ પગલું બંન્ને ક્ષેત્રના પ્રશાસનને સારો બનાવવાના મેનેજમેન્ટ હેઠળ લેવામાં આવ્યો છે.
Union Minister Prakash Javadekar: Daman has also been designated as Headquarter of Union Territory of Dadra and Nagar Haveli and Daman and Diu. https://t.co/dND8vbMdeB
— ANI (@ANI) January 22, 2020
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડકરે કહ્યું કે, કેન્દ્રીય મંત્રીમંડળે 2021-2022 સુધીના સમયગાળા માટે 4371.90 કરોડ રૂપિયાના કુલ ખર્ચ પર નવી રાષ્ટ્રીય ટેક્નોલોજી સંસ્થાઓ (એનઆઈટી)ના પરિસરોની સ્થાપના માટે સંશોધિત ખર્ચ અનુમાનને મંજૂરી આપી દેવામાં આવી છે.
મહત્વનું છે કે એનઆઈટીની સ્થાપના વર્ષ 2009માં કરવામાં આવી હતી અને તેણે પોતાના અસ્થાઈ પરિસરમાં શૈક્ષણિક વર્ષ 2010-2011થી ખૂબ સીમિત જગ્યા અને પાયાની સુવિધા સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. તે માર્ચ 2022 સુધી પોતાના સંબંધિત સ્થાઈ પરિસરોથી સંપૂર્ણ રીતે કાર્યાત્મક થઈ જશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આર્થિક મામલાની મંત્રીમંડળીય સમિતિએ રસાયણ અને પેટ્રો રસાયણ વિભાગ હેઠળ એક કેન્દ્રીય જાહેર ક્ષેત્રના હિન્દુસ્તાન ફ્લોરોકાર્બન લિમિટેને બંધ કરવાની મંજૂરી આપી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે