અભિષેકે પોસ્ટ કરી તેના પરિવારની જલપરીઓની તસવીર, સ્વિમિંગ પુલમાં ગજબની ધમાલ

બોલિવૂડના ફેવરિટ કપલમાંથી એક અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયે 12 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. 2007માં અભિષેક અને ઐશ્વર્યાએ લગ્ન કર્યા હતા અને 4 વર્ષ પછી તેમની દીકરી આરાધ્યાનો જન્મ થયો હતો. હાલમાં અભિષેક અને ઐશ્વર્યા લગ્નની 12મી એનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે માલદિવ્સ ગયા છે

અભિષેકે પોસ્ટ કરી તેના પરિવારની જલપરીઓની તસવીર, સ્વિમિંગ પુલમાં ગજબની ધમાલ

મુંબઈ : બોલિવૂડના ફેવરિટ કપલમાંથી એક અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયે 12 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. 2007માં અભિષેક અને ઐશ્વર્યાએ લગ્ન કર્યા હતા અને 4 વર્ષ પછી તેમની દીકરી આરાધ્યાનો જન્મ થયો હતો. હાલમાં અભિષેક અને ઐશ્વર્યા લગ્નની 12મી એનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે માલદિવ્સ ગયા છે અને છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર તસવીરો શેયર કરી રહ્યા છે. 

અભિ અને એશ દીકરી સાથે વેકેશન માણી રહ્યા છે ત્યારે હાલમાં અભિષેકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઐશ્વર્યા અને આરાધ્યાની ખૂબસુરત તસવીર શેયર કરી છે. આ તસવીરમાં ઐશ્વર્યા અને આરાધ્યા રિસોર્ટના સ્વિમિંગ પુલમાં હળવાશભરી પળો માણતા ક્લિક થયા છે. આ તસવીર સાથે અભિષેકે કેપ્શન લખ્યું છે કે હેપ્પીનેસ...માય ગર્લ્સ.

A post shared by Abhishek Bachchan (@bachchan) on

હાલમાં સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા રાય બચ્ચનની એક તસવીર વાઇરલ થઈ હતી. આ તસવીરમાં ઐશ્વર્યા અને અભિષેક જોવા મળી રહ્યા છે. ધ ગોવન એવરી ડેમાં પબ્લિશ થયેલી આ તસવીર પ્રમાણે ઐશ્વર્યા પોતાના પતિ અભિષેક સાથે ગોવામાં હોલી ડે માણી રહી છે. આ તસવીરમાં ઐશ્વર્યા જાણે પ્રેગનન્ટ હોય એવી લાગી રહી છે. આ તસવીર પોસ્ટ થયા પછી ઐશ્વર્યાના ચાહકોમાં એની પ્રેગનન્સીની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. જોકે ઐશ્વર્યાના પ્રવક્તાએ ઐશ્વર્યાની પ્રેગ્નન્સીના ન્યૂઝ પર સ્પષ્ટતા કરી છે. તેણે કહ્યું છે કે ઐશ્વર્યાનો જે ફોટો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે. તે ખોટા એંગલથી પાડવામાં આવ્યો છે. આ કારણે ઐશ્વર્યાનું પેટ ફૂલાયેલું જોવા મળે છે. પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે ઐશ્વર્યા પ્રેગ્નન્ટ નથી.

અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે 2005માં ફિલ્મ બંટી અને બબલીના આઇટમ સોન્ગ 'કજરારે'ના શૂટિંગ વચ્ચે મિત્રતા થઈ હતી. 2007માં ફિલ્મ ગુરુના સેટ પર તેઓ નજીક આવ્યા અને ડેટિંગ શરૂ થઈ ગયું. ગુરુની સક્સેસ પાર્ટી દરમિયાન અભિષેકે લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. ઐશ્વર્યાએ અભિષેક સાથે 20 એપ્રિલ, 2007માં એક વર્ષના ડેટિંગ પછી લગ્ન કર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news