બોલીવુડ ગેંગવાળા નિવેદને જોર પકડ્યું, હવે એઆર રહેમાને TWEET કરી કહીં આ વાત

તાજેતરમાં મ્યુઝિક કમ્પોઝર એ.આર. રહેમાન (AR Rahman)એ દાવો કર્યો હતો કે બોલીવુડમાં એક એવી 'ગેંગ' છે જેના કારણે તેમને કામ મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે. પરંતુ હવે તેમનું નવું ટ્વીટ કંઇક બીજું કહી રહ્યું છે. એ.આર. રહેમાનના આ નિવેદન પછી દિગ્દર્શક શેખર કપૂરે સોશિયલ મીડિયા પર તેમનું સમર્થન કરતાં વાત કરી હતી.

બોલીવુડ ગેંગવાળા નિવેદને જોર પકડ્યું, હવે એઆર રહેમાને TWEET કરી કહીં આ વાત

નવી દિલ્હી: તાજેતરમાં મ્યુઝિક કમ્પોઝર એ.આર. રહેમાન (AR Rahman)એ દાવો કર્યો હતો કે બોલીવુડમાં એક એવી 'ગેંગ' છે જેના કારણે તેમને કામ મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે. પરંતુ હવે તેમનું નવું ટ્વીટ કંઇક બીજું કહી રહ્યું છે. એ.આર. રહેમાનના આ નિવેદન પછી દિગ્દર્શક શેખર કપૂરે સોશિયલ મીડિયા પર તેમનું સમર્થન કરતાં વાત કરી હતી. પરંતુ તેમના નિવેદન બાદ હંગામો શરૂ થતાંની સાથે જ એઆર રહેમાનનું એવું ટ્વિટ સામે આવ્યું છે જે દરેક માટે આશ્ચર્યજનક છે.

રહેમાનની આ ગેંગવાળી ટિપ્પણી એવા સમયે આવી છે. જ્યારે ગત મહિને અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યા બાદ બોલીવુડમાં 'ઇનસાઇડર અને આઉટસાઇડર' (અભિનેતાઓનાં બાળકો અને બહારથી આવતા અભિનેતાઓ) વિશે ચર્ચા થઈ રહી છે. આથી નિવેદન જોર પકડવાનું શરૂ થયું. જોકે રહેમાનના તાજેતરના ટ્વિટ પરથી લાગે છે કે તેઓ તેમના નિવેદનમાં ઉદ્ભવતા વિવાદને લાંબું કરવા માંગતા નથી.

એ.આર. રહેમાને દિગ્દર્શક શેખર કપૂરના ટ્વીટને રીટ્વીટ કરીને પોતાનો જવાબ આપ્યો છે. તેમણે લખ્યું, 'ખોવાયેલા પૈસા પાછા આવી શકે છે, ખ્યાતિ પાછી આવી શકે છે પરંતુ જીવનનો મહત્વપૂર્ણ સમય ક્યારે પાછો આવતો નથી. શાંતિ. ચાલો આ આગળ વધવાનો સમય છે. આપણી પાસે કરવા માટે ઘણી સારી વસ્તુ છે. '

તમને જણાવી દઈએ કે, રહેમાનના આ ઇન્ટરવ્યુને પોસ્ટ કરતી વખતે દિગ્દર્શક શેખર કપૂરે બોલીવુડના જૂથવાદને નિશાન બનાવ્યો હતો. રહેમાનને ટેકો આપતા તેમણે લખ્યું, 'તમે જાણો છો કે તમારી સમસ્યા શું છે એ આર રહેમાન? તમે ઓસ્કાર એવોર્ડ જીત્યા. ઓસ્કર બોલીવુડમાં કોઇ ઓફ ડેથની સમાન છે. આ એવોર્ડથી સાબિત થાય છે કે તમારી અંદર એટલું ટેલેન્ટ છે કે બોલીવુડ તેને હેન્ડલ કરવામાં અસમર્થ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news