#DeshKaZee: ડૉ. સુભાષ ચંદ્રાએ પૂછ્યું- કોનો હાથો બનીને ઈન્વેસ્કો રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે?

ઝી એન્ટરટેઈન્મેન્ટ મામલે ઈન્વેસ્કો પોતે સવાલોના ઘેરામાં ફસાતી જોવા મળે છે. કારણ કે ઈન્વેસ્કો પાસે તેનો કોઈ જવાબ નથી કે આખરે તે કોના ઈશારે કામ કરી રહી છે. આખરે સારી એવી ડીલમાં અડિંગો લગાવવાની કોશિશ કેમ થઈ રહી છે? આખરે ઈન્વેસ્કો કોનું પ્યાદુ બનીને રોકાણકારોને ગેરમાર્ગે દોરી રહી છે? 

#DeshKaZee: ડૉ. સુભાષ ચંદ્રાએ પૂછ્યું- કોનો હાથો બનીને ઈન્વેસ્કો રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે?

ZEEL-SONY Merger: ઝી એન્ટરટેઈન્મેન્ટ (ZEEL) સાથે સોની પિક્ચર્સ (SPNI) ના મર્જરની જાહેરાતનું ઈન્ડસ્ટ્રીએ સ્વાગત કર્યું. શેર બજાર પણ ખુશ થયું. શેરહોલ્ડરોમાં પણ ભરોસો છે. પરંતુ ઈન્વેસ્કો હજુ પણ ઝી એન્ટરટેઈન્મેન્ટના બોર્ડને બદલવાની જીદ પર અડી છે. આ મામલે કેટલાક મીડિયા સંસ્થાન ઉલ્ટું Zee ને સવાલ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે ઝી એન્ટરટેઈન્મેન્ટ એન્ટરપ્રાઈઝે સવાલોના જવાબ આપવા જોઈએ. પરંતુ આવી ખબરો પાયાવિહોણી છે. કારણ કે ZEEL એ SONY સાથે ડીલ કરીને શેરધારકો સામે પોતાનો પ્લાન રજુ કર્યો છે. ઈન્ડસ્ટ્રી સામે પણ પારદર્શકતા છે. જ્યારે ઈન્વેસ્કોની દાનત પર સતત સવાલ ઉઠી રહ્યા છે. તેની પાછળ કોનો હાથ છે? આ સવાલથી ઈન્વેસ્કો ભાગી કેમ રહી છે?

ડીલમાં અડિંગો કેમ લગાવી રહ્યી છે ઈન્વેસ્કો?
ઝી એન્ટરટેઈન્મેન્ટ મામલે ઈન્વેસ્કો પોતે સવાલોના ઘેરામાં ફસાતી જોવા મળે છે. કારણ કે ઈન્વેસ્કો પાસે તેનો કોઈ જવાબ નથી કે આખરે તે કોના ઈશારે કામ કરી રહી છે. આખરે સારી એવી ડીલમાં અડિંગો લગાવવાની કોશિશ કેમ થઈ રહી છે? આખરે ઈન્વેસ્કો કોનું પ્યાદુ બનીને રોકાણકારોને ગેરમાર્ગે દોરી રહી છે? આવા અનેક સવાલ છે જે ઈન્વેસ્કોને લઈને ઉઠી રહ્યા છે. ઈન્વેસ્કોએ સમગ્ર મામલે પારદર્શકતા રાખી જ નથી. ZEEL-SONY મર્જર બાદ બનનારી કંપનીમાં પણ પુનીત ગોયંકા MD-CEO હશે. આ ભરોસો સોની પિક્ચર્સ નેટવર્ક ઈન્ડિયાએ પણ જતાવ્યો છે. પરંતુ ઈન્વેસ્કોને આ વાત કેમ ખટકી રહી છે? ઈન્વેસ્કો મેનેજમન્ટમાં કોને રાખશે તે કેમ જણાવતી નથી?

નક્કર બોર્ડ નહીં તો કેમ ફેરફાર ઈચ્છે છે ઈન્વેસ્કો?
ઈન્વેસ્કો પાસે ન તો નક્કર બોર્ડ પ્રસ્તાવ છે કે ન તો એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રી સંલગ્ન કામકાજનો અનુભવ. સવાલ એ છે કે તો પછી ઈન્વેસ્કોની દાનત શું છે? એક બાજુ ઝી એન્ટરટેઈન્મેન્ટના હાલના બોર્ડમાં અલગ અલગ સેક્ટરમાં અનુભવી અને જાણીતા નામ સામેલ છે. જ્યારે બીજી બાજુ ઈન્વેસ્કોના બોર્ડમાં એવું કોઈ નામ નથી જેની પાસે મીડિયા અને એન્ટરેઈન્મેન્ટ સેક્ટરનો કોઈ મોટો અનુભવ હોય. તો પછી કયા આધારે તેમનું નામ રખાયું છે? ઈન્વેસ્કોએ પાદર્શકતા સાથે સામે આવવું જોઈએ. 

સુભાષ ચંદ્રાના ઈન્વેસ્કોને સવાલ
ઝી એન્ટરટેઈન્મેન્ટ એન્ટરપ્રાઈઝ લિમિટેડના ફાઉન્ડર ડૉ. સુભાષ ચંદ્રા  (Dr. Subhash Chandra - Founder, Zee Entertainment Enterprises Limited) એ આ મામલે એક વીડિયો નિવેદન જારી કર્યું છે. તેમણે કહ્યું કે "ZEEL વિશે જે પણ સવાલ છે તેના પર એટલું જ કહેવું જરૂરી છે કે ભલે આ કંપનીને પુનીત ગોયંકા ચલાવે, કે પછી બીજુ કોઈ ચલાવે. કોઈ એવી વ્યક્તિ હોવી જોઈએ જે તેને આગળ વધારી શકે અને શેરધારકોને પણ તેનો ફાયદો મળે. છેલ્લા લગભગ 30 વર્ષમાં મે આ કંપનીને લોહી-પરસેવાથી સીંચી છે કારણ કે, આજે મને તેનાથી કોઈ ફાયદો થશે, ન નુકસાન થશે. આ ઈન્ટરવ્યુ હું CNBC, મની કંટ્રોલના સાથીઓને પણ આપવા માંગતો હતો. પરંતુ તેઓ લેશે નહીં અને ચલાવશે પણ નહીં. કારણ કે તેમને પણ તેમા કોઈ અંગત ફાયદો જોવા મળી રહ્યો છે."

— Zee 24 Kalak (@Zee24Kalak) October 5, 2021

ZEEL મામલે પારદર્શક કેમ નથી ઈન્વેસ્કો
સુભાષ ચંદ્રાએ કહ્યું કે ઈન્વેસ્કો ખુબ સારા ઈન્વેસ્ટર છે. પરંતુ ZEEL મામલે તે પારદર્શકતાથી એ નથી જણાવતા કે તેને લઈને તેઓ શું કરશે. મેનેજમેન્ટ કોના હાથમાં આપશે. પુનીત ગોયંકાને હટાવવા માંગે છે તો હટાવી દે પરંતુ મેનેજમેન્ટ કોના હાથમાં આપશે તે જણાવતા કેમ નથી. શું ઈન્વેસ્કોએ કોઈ સાથે ડીલ કરી રાખી છે. બોર્ડમાં 6 ડાઈરેક્ટરના નામનો પ્રસ્તાવ આપ્યો છે તેમનું બેકગ્રાઉન્ડ શું છે? શું તેમનો કોઈ X કંપની સાથે સંબંધ છે? શું કોઈ તેને લેવા માંગે છે? ઈન્વેસ્કોએ આ મામલે ખુલીને સામે આવવું જોઈએ. પછી શેરધારકોને નક્કી કરવા દો કે શું તેઓ ઈન્વેસ્કો સાથે જવા માંગશે કે પછી ZEEL-SONY ડીલ સાથે. 

રેગ્યુલેટર્સે પણ ઈન્વેસ્કોને સવાલ પૂછવા જોઈએ
મીડિયા રિપોર્ટ્સમાં સવાલ ઉઠાવવામાં આવ્યો કે રેગ્યુલેટર્સ ZEEL ને સવાલ કેમ પૂછતા નથી. જેના જવાબમાં સુભાષ ચંદ્રાએ કહ્યું કે રેગ્યુલેટર્સની પહેલી જવાબદારી માઈનોરિટી શેરહોલ્ડરોના હિતોનું રક્ષણ કરવાની છે. તેમણે પણ ઈન્વેસ્કોને સવાલ કરવો જોઈએ કે તેઓ આ મામલે પારદર્શકતા રાખે. નાના શેરધારકોને એ નક્કી કરવા દે કે તેઓ ZEEL-SONY ડીલ સાથે જવા માંગે છે કે પછી તેઓ ઈન્વેસ્કોના પ્લાન સાથે, જે હજુ સુધી સામે રજુ કરાયો નથી. 

વધુ માહિતી માટે જુઓ Video

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news