Britain ના ગૃહમંત્રી Priti Patel આ એક શબ્દના કારણે ખુબ ચર્ચામાં, જાણીને હિન્દુઓને થશે ગર્વ
બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલે એક એવું નિવેદન આપ્યું છે જેનાથી દરેક ભારતીય ગર્વ કરશે.
Trending Photos
લંડન: બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલે એક એવું નિવેદન આપ્યું છે જેનાથી દરેક ભારતીય ગર્વ કરશે. તેમણે કહ્યું કે તેમને કામ કરવાની પ્રેરણા હિન્દુ શબ્દ 'સેવા'થી મળે છે. તેમણે આ વાત માન્સેચ્ટરમાં ચાલી રહેલા કન્ઝર્વેટિવ પાર્ટીના વાર્ષિક સંમેલનમાં કરી. પ્રીતિએ કહ્યું કે આ પદ પર કામ કરવાની પ્રેરણા હિન્દુ શબ્દ સેવામાંથી મળે છે. જેમાં અન્ય લોકોના હિતોને સર્વોપરી રાખવા પર ભાર મૂકવામાં આવે છે.
પ્રીતિ પટેલે સરકારના કામ ગણાવ્યા
કન્ઝર્વેટિવ પાર્ટીના વાર્ષિક સંમેલનમાં બોલતા પ્રીતિ પટેલે કહ્યું કે સરકાર અપરાધ વિરુદ્ધ કડક નિર્ણયો લે છે. આ સાથે જ રાજમાર્ગોને અવરોધનારા પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરવાની સાથે જ મહિલાઓ વિરુદ્ધ અપરાધ અને માદક પદાર્થોના મામલે સંડોવાયેલા લોકો માટે તપાસ વધારવા જેવા પગલાં પણ લેવાયા છે. તેમણે કહ્યું કે રસ્તાઓ, રેલવે વગેરેમાં અડચણો નાખનારા લોકોને પણ કડક સજા અપાઈ છે. પટેલના આ નિવેદનને હાલમાં જ જળવાયુ કાર્યકરો દ્વારા રસ્તાઓને અવરોધવાની ઘટનાઓ સાથે જોડવામાં આવી રહ્યું છે.
બીજા પ્રત્યે સમર્પણ અને સંકલ્પ
ગૃહમંત્રી પટેલે વધુમાં કહ્યું કે અમારા મૂલ્યોમાં સ્વયં પહેલા સેવા સમાહિત છે. જેને હિન્દુ શબ્દ 'સેવા' દ્વારા ખુબ સારી રીતે પરિભાષિત કરી શકાય છે. જેનો અર્થ થાય છે સેવા, બીજા લોકો પર્ત્યે સમર્પણ અને સંકલ્પ. સંમેલનમાં બોલતા ભારતવંશી કેબિનેટ મંત્રી પ્રીતિ પટેલે પ્રવાસીઓ માટે બ્રેક્ઝિટ બાદની પ્રણાલી પર પ્રગતિની પણ જાણકારી આપી. જે તેમણે ગત વર્ષે આરંભ કરી હતી.
આજે બોરિસ જ્હોન્સન ભાષણ આપશે
સત્તારૂઢ કંઝર્વેટિવ પાર્ટીના વાર્ષિક સંમેલનનું સમાપન આજે પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનના ભાષણ સાથે થશે. નોંધનીય છે કે બ્રિટનમાં પેટ્રોલ સંકટ અંગે બોરિસ સરકારની તીખી આલોચના થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર દેશમાં પેટ્રોલની ભારે અછત સર્જાઈ છે. 90 ટકાથી વધુ પેટ્રોલ પંપ સૂકા પડ્યા છે. હાલાત કાબૂમાં કરવા માટે સરકારે સેના ઉતારવી પડી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે