બેંગલુરૂમાં ટેક્નોલોજી હબ બનાવશે ZEE, 500થી વધુ એક્સપર્ટસ બદલશે એન્ટરટેઈનમેન્ટનું ફ્યૂચર
બેંગલુરૂમાં બનનારા ઇનોવેશન સેન્ટર ZEE 4.0 ડિઝાઇન, ટેક્નોલોજી, ડેટા અને સાઇબર સિક્યોરિટીના ક્ષેત્રમાં મહારત રાખનારા 500થી વધુ એક્સપર્ટ એકસાથે આવશે, જે તેના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને આગળ વધારશે.
Trending Photos
નવી દિલ્હીઃ અગ્રણી મીડિયા અને મનોરંજન કંપની ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ (ZEEL) તેના ઇન્ટીગ્રેટેડ પ્લેટફોર્મ્સ માટે નવીનતા અને ધંધાકીય વૃદ્ધિને વેગ આપવા માટે બેંગલુરુમાં કટીંગ-એજ ટેકનોલોજી હબની સ્થાપના દ્વારા તેના ડિજિટલ ફૂટપ્રિન્ટનો વિસ્તાર કરી રહી છે.
ઝી બેંગલુરુમાં ઈનોવેશન કેન્દ્ર બનાવશે. તેની ડિજિટલ પરિવર્તનની યાત્રાને આગળ વધારવા માટે ડિઝાઇન, ટેકનોલોજી, ડેટા અને સાયબર સિક્યુરિટી ક્ષેત્રે મજબૂત નિપુણતા ધરાવતા 500 થી વધુ નિષ્ણાતોની નિમણૂક કરશે.
પરિવર્તનને વેગ આપવા અને તેની તકનીકીની શકિતને વધારવા કંપનીએ પહેલેથી જ 120 થી વધુ નિષ્ણાતોને ઓન-બોર્ડર કરી ચુકી છે. ટીમ દ્વારા રચાયેલ ઉત્પાદનો અને ઉકેલો કંપનીને ડિજિટલ પાઇવોટ તરફ દોરી જશે, અને પ્લેટફોર્મ પર મોટી વૃદ્ધિ કરશે.
બેંગલુરુમાં ઇનોવેશન સેન્ટર ભાવિ ટેક સ્ટેક પર બનેલા કનેક્ટેડ ડિવાઇસીસમાં નવા યુગના ગ્રાહકને એકીકૃત રીતે પૂરી કરવા માટે ડિઝાઇન, ટેક, ડેટા અને પ્રતિભાના મજબૂત સમૂહ બનાવવામાં મદદ કરશે. આ પગલું એન્જિનિયર્સ અને ડેટા વૈજ્ઞાનિકને નવીન તકનીકી-આગેવાની હેઠળના ઉકેલોને અનલોક કરવામાં સક્ષમ બનાવશે.
પ્લેટફોર્મ પર યૂઝર્સનો સારો અનુભવ ઉભો કરવા, ગ્રાહકોની નવી જરૂરીયાતોને પહોંચી વળવા તકનીકી ક્ષમતામાં વધારો કરવો જરૂરી છે. ઝીના ટેક્નોલોજી અને ડેટા પ્રમુખ નીતિન મિત્તલે આ વાત કહી છે.
મિત્તલે આગળ કહ્યુ- અમે ઝડપી અને સમાન વિચાર ધરાવનારા ઇનોવેટર્સની શોધ કરી રહ્યાં છીએ જે નવુ વિચારે છે, ઝડપી કામ કરે છે અને અમારા માટે ઝનૂન સાથે કામ કરી નવુ બનાવે છે.
ZEE માં ડિજિટલ પ્લેટપોર્મ અને ટેક્નોલોજીના હ્યૂમન રિસોર્સ હેડ, અદિતિ વરિષ્ઠે કહ્યું- "ZEE માં અમારા માટે હ્યૂમન કેપિટલ સૌથી કિંમતી સંપત્તિ છે અને અમે હાયર ઇનોવેશન ચલાવવાની સાથે M&E પરિદ્રશ્યમાં અપાર વિકાસના અવસરોનો લાભ લેવા અમારી ડિજિટલ શાખામાં ZEE 4.0 ટીમનું નિર્માણ કરી રહ્યાં છીએ.
તેમણે કહ્યું, ZEE હંમેશા એમએન્ડઈ ઉદ્યોગમાં એક એકેડમી ઓફ ટેલેન્ટ રહ્યું છે અને નવુ ટેક હબ કલ્ચર, સહયોગ અને ઇનોવેશન પર કેન્દ્રીત એક અદ્વિતીય કર્મચારી મૂલ્યના પ્રસ્તાવ સાથે બનાવવામાં આવ્યું છે. ટેક હસ બમાન વિચારધારા વાળા વ્યક્તિઓના ક્રોસ ફંક્શનલ ટેલેન્ટ પૂલનું એક મિશ્રણ હશે જે યથાસ્તિતિને પડકાર આપવા અને ડિજિટલ ઇકોસિસ્ટમમાં સમાધાનોનું નેતૃત્વ કરવા તૈયાર છે.
કંપનીના સહયોગનું કલ્ચર વિભિન્ન કાર્યોમાં ટીમોને વધુ ઇનોવેશન આપવા અને મીડિયા તથા મનોરંજન ઉદ્યોગમાં વિકાસના આગામી અધ્યાયને આકાર આપવામાં સક્ષમ બનાવશે.
190થી વધુ દેશોમાં ઉપસ્થિત ZEE નો લોકો પર કેન્દ્રીત દ્રષ્ટિકોણ એક સર્વવ્યાપી વૈશ્વિક સામગ્રી કંપનીના રૂપમાં તેના વિકાસનું અભિન્ન અંગ રહ્યું છે, જે ઘણા પ્લેટફોર્મ અને ભાષાઓમાં ક્વોલિટી કન્ટેન્ટ આપે છે અને આ 1.3 બિલિયનથી વધુ દર્શકો સુધી પહોંચે છે.
કંપનીનું નવું ZEE 4.0 હાલના વ્યાપાર મોડલને ફરી શોદવા, તેના મૂળને વિસ્તારિત કરવા, પહેલાથી હાજર ક્ષેત્રોમાં વિસ્તાર કરવા અને વ્યાવસાયના નવા ક્ષેત્રોની શોધ પર ધ્યાન કેન્દ્રીત કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે