ખેડૂત જે શાકભાજી 1 રૂપિયામાં વેચે છે, તેને તમે 20 રૂપિયામાં ખરીદો છો, જાણો કેવી રીતે

વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ રાજસ્થાનની ચૂંટણીમાં ખેડૂતો અને જવાહરલાલ નહેરૂને સાથે-સાથે યાદ કર્યા. તેમણે કહ્યું કે 'તે (નહેરૂ) પોતાના કોટમાં ગુલાબ લગાવતા હતા. તેમને બાગ-બગીચાનું જ્ઞાન હતું, પરંતુ ખેતી-ખેડૂતોની જાણકારી તેમને ન હતી. આ કારણે જ ખેડૂતોને આજે આ દિવસો જોવા પડી રહ્યા છે. આવો જાણીએ આખરે કેમ ખેડૂતોની દુર્દશાનું મુખ્ય કારણ છે...
ખેડૂત જે શાકભાજી 1 રૂપિયામાં વેચે છે, તેને તમે 20 રૂપિયામાં ખરીદો છો, જાણો કેવી રીતે

નવી દિલ્હી: વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ રાજસ્થાનની ચૂંટણીમાં ખેડૂતો અને જવાહરલાલ નહેરૂને સાથે-સાથે યાદ કર્યા. તેમણે કહ્યું કે 'તે (નહેરૂ) પોતાના કોટમાં ગુલાબ લગાવતા હતા. તેમને બાગ-બગીચાનું જ્ઞાન હતું, પરંતુ ખેતી-ખેડૂતોની જાણકારી તેમને ન હતી. આ કારણે જ ખેડૂતોને આજે આ દિવસો જોવા પડી રહ્યા છે. આવો જાણીએ આખરે કેમ ખેડૂતોની દુર્દશાનું મુખ્ય કારણ છે...

સૌથી મોટો પ્રશ્ન
આ જાણવા માટે સૌથી પહેલાં તે જાણવું પડશે કે આખરે શું કારણ છે જે શાકભાજીને તમે વધુમાં વધુ 20 થી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદી રહ્યા છે, હકિકતમાં તે શાકભાજી ખેડૂતોને 1 રૂપિયા પ્રતિ કિલો અથવા તેનાથી પણ ઓછા ભાવે વેચવી પડે રહી છે?

રિંગણ 20 પૈસા પ્રતિ કિલો: મહારાષ્ટ્રના એક ખેડૂતે પોતાના રિંગણના પાક નષ્ટ કરી દીધો, કારણ કે વચોટિયા તેમની પાસેથી તેમનો પાક પ્રતિ કિલો એક રૂપિયાના દરે માંગી રહ્યા હતા. અને વધુ નુકસાનથી બચવા માટે તેમણે પોતાનો પાક નષ્ટ કરી દીધો. 

ડુંગળી 1 રૂપિયે પ્રતિ કિલો: મહારાષ્ટ્રના જ એક ડુંગળી ઉત્પાદકે પોતાનો વિરોધ નોંધાવવા માટે એક રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચેલી ડુંગળીની આવકને વડાપ્રધાન નરેંદ્ર મોદીને મોકલી દીધી. ખેડૂતે કહ્યું કે 'આ સીઝનમાં મેં 750 કિલો ડુંગળીનું ઉત્પાદન કર્યું હતું, પરંતુ મને તેની કિંમત ફક્ત એક રૂપિયે પ્રતિ કિલો મળી રહી હતી. એટલે મેં 1.40 રૂપિયા પ્રતિ કિલો હિસાબે સોદો નક્કી કર્યો અને 750 કિલો ડુંગળીના મને 1,064 રૂપિયા મળ્યા. 

ધાણા 2.5 રૂપિયે કિલો: કરનાલ (હરિયાણા)ના હોલસેલ માર્કેટમાં પાલક, મૂળા અને ધાણા બેથી સાત રૂપિયે કિલોના દરે વેચાઇ રહ્યા છે. જોકે, જ્યારથી રાજ્ય સરકારે બટાકા અને ટામેટા પર જ એમએસપી આપવાનું શરૂ કર્યું છે. આ ખેડૂતોની પાસે પોતાના પાકોને સસ્તા ભાવે વેચવા સિવાય કોઇ વિકલ્પ ન બચ્યો નથી.

ટામેટા 3 રૂપિયે કિલો: પૂણેના રિટેલ માર્કેટમાં ટામેટા ભલે જ 20 રૂપિયે કિલોના ભાવે વેચાઇ રહી છે, પરંતુ હોલસેલ માર્કેટમાં તેની કિંમત ફક્ત ત્રણથી છ રૂપિયે કિલોની આસપાસની છે. તેનું કારણ બંપર પાક અને માંગ કરતાં વધુ પુરવઠો છે.

આવું કેમ?
દેશભરમાં ઉત્પાદન લગભગ 40 ટક તાજા ખાદ્ય પદાર્થ ગ્રાહકો સુધી પહોંચતાં પહેલાં જ ખરાબ થઇ જાય છે. બંપર પાક અને ઘણીવાર કોલ્ડ સ્ટોરેજની અછતની સાથે-સાથે નાજુક પ્રકૃતિના કેટલાક પાકને વેચવાનો અવકાશ ખૂબ ઓછો રહે છે. ફૂડ પ્રોસેસિંગથી ફળ તથા શાકભાજીની ઉંમર વધી જાય છે, પરંતુ દેશમાં તેની સુલભતા ખૂબ સિમિત છે. દેશમાં કુલ ઉત્પાદિત ફળ અને શાકભાજી ફક્ત 2 ટકા જ પ્રોસેસ થઇ શકે છે જ્યારે મોરક્કો જેવા નાના દેશમાં પણ આ આંકડા 35 ટકાનો છે. તો બીજી તરફ દેશમાં 35 ટકા દૂધનું પ્રોસેસિંગ થાય છે જ્યારે અમેરિકામાં 60 ટકા. સરકારોએ પણ તાજા ફળ અને શાકભાજીઓની યોગ્ય વેલ્યૂ ચેન તૈયારની જગ્યાએ બટાકા, ટામેટા અને ડુંગળીના માર્કેટ પર જ ધ્યાન આપ્યું છે. 

સૌથી વધુ પ્રભાવિત કોણ છે?
ફળો અને શાકભાજીઓની ખેતી વધુ શ્રીમંત અને નાના ખેડૂત જ કરે છે જેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન હોય છે. તેના પર પાકના ઓછા ભાવ મળવાની ઉંડી અસર હોય છે. જોકે, દેશમાં ઉપજાઉ જમીન 10 ટકાથી પણ ઓછા ભાગમાં ફળ અને શાકભાજીની ખેતી થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news