જાણો મોદી સરકારમાં કોણ બનશે નાણામંત્રી, કઇ ભૂમિકામાં રહેશે અમિત શાહ

લોકસભા ચૂંટણીમાં એનડીએના જનાધારે મોદી સરકારને વેગ આપી રહી છે. હવે પિક્ચર ક્લીયર થઇ ગયું છે, અબ કી બાર ફિર સે મોદી સરકાર. દિલ્હીની ગાદી ફરીથી પ્રાપ્ત કરનાર મોદી સરકારમાં આંકલન શરૂ થઇ ગયું છે કોને કયુ મંત્રાલય મળશે. સૌથી મુખ્ય મંત્રાલય પર જેના પર ચર્ચા ચાલી રહી છે તે નાણા મંત્રાલય છે.

જાણો મોદી સરકારમાં કોણ બનશે નાણામંત્રી, કઇ ભૂમિકામાં રહેશે અમિત શાહ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં એનડીએના જનાધારે મોદી સરકારને વેગ આપી રહી છે. હવે પિક્ચર ક્લીયર થઇ ગયું છે, અબ કી બાર ફિર સે મોદી સરકાર. દિલ્હીની ગાદી ફરીથી પ્રાપ્ત કરનાર મોદી સરકારમાં આંકલન શરૂ થઇ ગયું છે કોને કયુ મંત્રાલય મળશે. સૌથી મુખ્ય મંત્રાલય પર જેના પર ચર્ચા ચાલી રહી છે તે નાણા મંત્રાલય છે. કારણ કે નાણા મંત્રાલય જ એક એવું મંત્રાલય છે જે સૌથી મોટું ગણવામાં આવે છે. અરૂણ જેટલીના સ્વાસ્થ્યને લઇને મોદી સરકારને વિચારવા પર મજબૂર કરી દીધા હશે કે નાણા મંત્રાલય કોને આપવામાં આવે? આ ઉપરાંત પહેલીવાર લોકસભા ચૂંટણી લડેલા ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહને લઇને પણ ચર્ચા છે કે શું તેમને પણ મંત્રીમંડળમાં જવાબદારી મળી શકે છે?

જોકે હાલમાં મોદી સરકારને હવે આર્થિક રીતે કંઇક કરી છુટવા માટે ખૂબ મોટો પડકાર હશે. આ લોકસભાના મહાસમરમાં વિપક્ષે તેમને નોકરી, આર્થિક વૃદ્ધિ જેવા તમામ મામલે ઘેરવાનો પુરો પ્રયત્ન કર્યો. પરંતુ જનાદેશ ભાજપને મળ્યો. એવામાં હાલમાં દેશનો આર્થિક વિકાસ દર પાંચ ત્રિમાસિકના નિચલા સ્તર પર પહોંચી ગઇ છે અને અર્થશાસ્ત્રીઓને આશા છે કે ગ્રામીણ ખપત માંગમાં ઘટાડો અને ક્રૂડ ઓઇલની ધીમી બઢતના લીધે પરિસ્થિતિ ખરાબ થઇ શકે છે. જોકે મોદી સરકાર માટે એક પેરમેનેંટ નાણા મંત્રીની જરૂર પડશે. જે કુશળતાપૂર્વક આ વમળમાંથી નિકળી શકે. 

અરૂણ જેટલી
અરૂણ જેટલીએ મોદી સરકારમાં નાણા મંત્રાલય ઉપરાંત ઘણા મંત્રાલયોનો પણ કાર્યભાર સંભાળ્યો. અરૂણ જેટલી ભાજપના કદાવર નેતા છે. સાથે જ સરકાર માટે સંકટમોચનની ભૂમિકા પણ ભજવે છે. ગત પાંચ વર્ષમાં જેટલી જીએસટી જેવા પેડિંગ કાયદાને લઇને આવ્યા, સાથે જ મોદી સરકારનું સમર્થન કરતાં તેની જોરદાર વકીલાત પણ કરી. જેટલી વિપક્ષી સાંસદોને પણ સારી રીતે સંભાળીને ચાલતા રહ્યા. અરૂણ જેટલી સંસદની બહાર અને અંદર બંને એકજગ્યાએ એક સારા વક્તાના રૂપમાં ઓળખવામાં આવે છે. આ વાતની સંભાળી શકાય છે કે તે ત્રણ-ત્રણ મંત્રાલયોની જવાબદારી સંભાળી છે. 

જેટલી હાલ ડાયાબિટીઝથી પીડિત છે. વચગાળાનું બજેટ રજૂ કરી શક્યા ન હતા, કારણ કે હાલ તે અમેરિકામાં કેન્સરની સારવાર કરાવી રહ્યા હતા. ગત વર્ષે મે મહિનામાં તેમની કિડની ટ્રાંસપ્લાન્ટ થઇ હતી. અરૂણ જેટલીની ગેરહાજરીમાં પીયૂષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. અરૂણ જેટલીના સ્વાસ્થને લઇને હજુ પણ ચિંતા છે. ભાજપના જીતના જશ્નમાં તે કાર્યાલય પણ જઇ શક્યા નહી. આગામી કેટલાક મહિનાઓમાં આર્થિક મોરચે આવી રહેલા પડકારોનો સામનો કરવા માટે અરૂણ જેટલીના સ્વાસ્થ્યને લઇને ભાજપમં ચિંતા વ્યાજબી છે. 

પીયૂષ ગોયલ
રેલવે અને કોયલા મંત્રી પીયૂષ ગોયલ ગત પાંચ વર્ષથી અરૂણ જેટલીને ગેરહાજરીમાં તેમનો કાર્યભાર સંભાળી રહ્યા છે. પીયૂષ ગોયલ દેશના સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બ એંક અને બેંક ઓફ બરોડાના બોર્ડમાં સેવાઓ આપી ચૂક્યા છે. પીયૂષ ગોયલ કુશળ ચાર્ટર્ડ એકાઉન્ટ એટલે કે સીએ છે અને ગતવખતે બચગાળાનું બજેટ રજૂ કરી શક્યા છે. અરૂણ જેટલીએ સત્તામાં આવતાં સેલરીવાળાઓ માટે ટેક્સમાં કાપ કરવાની વાત કહી હતી. જોકે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે કોણ બનશે નાણામંત્રી, આ વધુ મહત્વપૂર્ણ એટલા માટે નથી કારણ કે મોટા નિર્ણય પીએમઓમાંથી લેવામાં આવે છે. 

અમિત શાહ
બધાને સાંસદ બનાવનાર અમિત શાહ પહેલીવાર લોકસભા ચૂંટણી લડેલા અને શાનદાર જીત નોંધાવીને પહેલીવાર સાંસદ બન્યા. મોદી સરકારના કેબિનેટમાં સામેલ થવાની પુરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અમિત શાહની એંટ્રી સુરક્ષા પર કેબિનેટ સમિતિ (કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી) એટલે સીસીએસના દ્વારા મોદીની કેબિનેટમાં સામેલ થઇ શકે છે. સીસીએમમાં પીએ ઉપરાંત ચાર મોટા રક્ષા, ગૃહ, વિદેશ અને નાણામંત્રી સામેલ થાય છે. ગુજરાતમાં મોદીના મુખ્યમંત્રી કાર્યકાળમાં અમિત શાહ ગૃહમંત્રી રહી ચૂક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news