Privacy Policy પર બબાલ વચ્ચે WhatsApp એ કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું?

15 મેથી WhatsApp એ તેની પ્રાઈવેસી પોલિસી લાગુ કરી છે. આ પોલિસીને લઇને વિવાદ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યો. પ્રાઈવેસીનો મુદ્દો હવે દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો છે

Privacy Policy પર બબાલ વચ્ચે WhatsApp એ કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: WhatsApp Privacy Policy Update: 15 મેથી WhatsApp એ તેની પ્રાઈવેસી પોલિસી લાગુ કરી છે. આ પોલિસીને લઇને વિવાદ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યો. પ્રાઈવેસીનો મુદ્દો હવે દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો છે. વોટ્સએપની નવી પ્રાઈવેસી પોલિસી અંગે કેન્દ્ર સરકારમાં દિલ્હી હાઈકોર્ટમાં એક સોગંદનામું દાખલ કરવામાં આવ્યું છે, જેમાં જણાવાયું છે કે વોટ્સએપ તેની ક્ષમતાનો દુરૂપયોગ કરી રહ્યું છે અને લોકોને નવી પાઈવેસી પોલિસી સ્વીકારવા મજબૂર કરે છે.

પર્સનલ મેસેજની પ્રાઈવેસીમાં ફેરફરા નહીં: WhatsApp
અહીં WhatsApp પણ તેની પોલિસી અંગે સતત સ્પષ્ટતા રજૂ કરી રહ્યું છે. પોલિસી અંગે WhatsApp ના પ્રવક્તા દ્વારા એક અન્ય નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે અમે ભારત સરકારને ખાતરી આપી દીધી છે કે યૂઝર્સની પ્રાઈવેસી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે. અમે ફરી એકવાર યાદ અપાવીશું કે તાજેતરનાં અપડેટ્સ યૂઝર્સના પર્સનલ મેસેજની પ્રાઈવેસીમાં ફેરફાર થશે નહીં.

WhatsApp ની કાર્ય ક્ષમતાને મર્યાદિત કરશે નહીં
WhatsApp પ્રવક્તા કહે છે કે તેનો ઉદ્દેશ એવા લોકો માટે વધારાની માહિતી રજૂ કરવાનો છે જે બિઝનેસને લઇને વાતચીક કરે છે. જો તેઓ પસંદ કરે તો. અમે આવતા અઠવાડિયામાં WhatsApp ની કાર્યક્ષમતાને મર્યાદિત કરીશું નહીં. તેના બદલે, અમે યૂઝર્સને સમય સમય પર અપડેટ્સ વિશે માહિતગાર રાખીશું, જ્યારે લોકો કેટલીક વૈકલ્પિક સુવિધાઓનો ઉપયોગ કરે છે, જેમ કે વ્યવસાયિક સંચાર જે ફેસબુક દ્વારા સપોર્ટેડ છે.

WhatsApp અપડેટ્સ પર કરી સ્પષ્ટતા
આ સિવાય WhatsApp કેટલાક પ્રશ્નોના જવાબો પણ આપ્યા છે. ઉદાહરણ તરીકે, 15 મેના રોજ પોલિસી લાગુ થયા પછી, શું યૂઝર્સના એકાઉન્ટ બંધ થઈ જશે, જે યૂઝર્સની સાથે શું હશે જે પોલિસીને સ્વીકારે છે.

Effective date ના દિવસે શું થશે?
15 મી મેના રોજ અપડેટ થવાને કારણે, ન તો કોઈ પણ યૂઝરનું એકાઉન્ટ ડિલીટ થશે અને ન તો WhatsApp ની ફંક્શનલિટી સમાપ્ત થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news