વોરન બફેટે કહી મોટી વાત, પુરુષો તો ખાસ વાંચે...
વોરન બફેટ દુનિયાની ત્રીજા નંબરની ધનિક વ્યક્તિ છે અને ફોર્બ્સ પ્રમાણે એની કુલ સંપત્તિ 89.2 અબજ ડોલર છે. વોરન બફેટે કહ્યું છે કે જ્યાં સુધી ખર્ચ કરવાની વાત છે ત્યાં સુધી જુની આદતો મુશ્કેલીથી છુટે છે.
Trending Photos
ઓમાહા : અમેરિકાના ખ્યાતનામ રોકાણકાર વોરેન બફેટે કહ્યું છે કે નાણાંકીય બાબતોના નિર્ણય લેવામાં મહિલાઓનો રોલ મહત્વનો હોવો જોઈએ. હાલમાં મહિલા રોકાણકારોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમેરિકામાં ફાઇનાન્સ ક્ષેત્રે કામ કરનારી ટોચની મહિલાઓએ હાજરી આપી હતી. આ કોન્ફરન્સમાં વાત કરતી વખતે વોરન બફેટે મહત્વનું નિવેદન આપ્યું છે.
વોરન બફેટે કહ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ મારી સાથે રોકાણના કોઈ વિકલ્પ વિશે વાત કરે તો એ પુરુષ છે કે સ્ત્રી એ મારા માટે બહુ મહત્વનું નથી. જોકે નાણાંકીય બાબતના નિર્ણયો લેવામાં મહિલાઓને ખાસ મહત્વ આપવામાં આપવું જોઈએ. એક મહિલા રોકાણકાર લોરા રિટેનહાઉસે કહ્યું છે કે અમેરિકામાં 60 ટકા સંપત્તિ મહિલાઓના હાથમાં છે પણ આમ છતાં દેશમાં આ ક્ષેત્રમાં ટોચના સ્થાને કોઈ મહિલા નથી.
અબજોપતિ રોકાણકાર વોરન બફેટ (Warren Buffett)એ હાલમાં પોતાના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતોનો ખુલાસો કર્યો છે. બર્કશાયર હેથવેના સીઇઓએ એક ઇન્ટરવ્યૂમાં પોતાનું પર્સ ખોલીને દેખાડ્યું હતું કે તેઓ પોતાના પર્સમાં બે વસ્તુઓ હંમેશા રાખે છે. આ બે વસ્તુઓ છે 100 ડોલર કેશ અને અમેરિકન એક્સપ્રેસ કાર્ડ. 88 વર્ષના વોરન બફેટે કહ્યું છે કે તે પર્સમાં આ બે વસ્તુઓ તેમની 73 વર્ષીય પત્ની એસ્ટ્રિડ મેન્ક્સના કારણે રાખે છે. તે કાર્ડ કરતા વધારે કેશનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. વોરન બફેટ દુનિયાની ત્રીજા નંબરની ધનિક વ્યક્તિ છે અને ફોર્બ્સ પ્રમાણે એની કુલ સંપત્તિ 89.2 અબજ ડોલર છે. વોરન બફેટે કહ્યું છે કે જ્યાં સુધી ખર્ચ કરવાની વાત છે ત્યાં સુધી જુની આદતો મુશ્કેલીથી છુટે છે. વોરન બફેટે વિશેષ માહિતી આપતા કહ્યું હતું કે મેં 1964માં અમેરિકન એક્સપ્રેસ કાર્ડ લીધું હતું પણ 98 ટકા કિસ્સાઓમાં હું કેશ પેમેન્ટ કરું છું. આ વધારે સહેલું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે