સ્પેશિયલ ટ્રેનો અંગે રેલ્વેનો નવો નિર્ણય, 22 મેથી આપવામાં આવશે વેઇટિંગ ટિકિટ

લોકડાઉનમાં ફસાયેલા લોકોને લેવા માટે શરૂ કરાયેલ 15 વિશેષ ટ્રેનોમાં રેલવે મંત્રાલયે વેઇટિંગ લિસ્ટની સુવિધા જાહેર કરી છે. આ ટ્રેનોમાં 22 મેથી વેઇટિંગ ટિકિટ પણ આપવામાં આવશે. અત્યારે આ ટ્રેનોમાં વેઇટિંગ ટિકિટ ઉપલબ્ધ નહોતી, પરંતુ બુધવારે રાત્રે રેલવેએ નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. હવે 22 મેથી આ ખાસ ટ્રેનોમાં વેઇટિંગ ટિકિટ મળશે. તેનું બુકિંગ 15 મેથી શરૂ થશે. જો કે, વેઈટિંગ લિસ્ટની મર્યાદા સીમિત રહેશે. આરએસીની કોઇ સિસ્ટમ નથી.

સ્પેશિયલ ટ્રેનો અંગે રેલ્વેનો નવો નિર્ણય, 22 મેથી આપવામાં આવશે વેઇટિંગ ટિકિટ

નવી દિલ્હી: લોકડાઉનમાં ફસાયેલા લોકોને લેવા માટે શરૂ કરાયેલ 15 વિશેષ ટ્રેનોમાં રેલવે મંત્રાલયે વેઇટિંગ લિસ્ટની સુવિધા જાહેર કરી છે. આ ટ્રેનોમાં 22 મેથી વેઇટિંગ ટિકિટ પણ આપવામાં આવશે. અત્યારે આ ટ્રેનોમાં વેઇટિંગ ટિકિટ ઉપલબ્ધ નહોતી, પરંતુ બુધવારે રાત્રે રેલવેએ નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. હવે 22 મેથી આ ખાસ ટ્રેનોમાં વેઇટિંગ ટિકિટ મળશે. તેનું બુકિંગ 15 મેથી શરૂ થશે. જો કે, વેઈટિંગ લિસ્ટની મર્યાદા સીમિત રહેશે. આરએસીની કોઇ સિસ્ટમ નથી.

થર્ડ એસીમાં 100 અને સ્લીપરમાં 200 વેઇટિંગ
શરૂઆતમાં ફર્સ્ટ એસી, એક્સીક્યૂટિવ વર્ગમાં 20, સેકન્ડ એસીમાં 50, થર્ડ એસીમાં 100 અને એસી ચેરકારમાં 100 અને સ્લીપરમાં 200 વેઇટિંગ સુધી ટિકિટ આપવામાં આવશે. રેલવેએ સ્પષ્ટતા કરી છે કે કોઈ નવી ટ્રેનો દોડશે નહીં. તમામ ટ્રેનો 30 જૂન સુધી રદ કરવામાં આવશે. જેઓએ પહેલેથી જ મે-જૂન ટિકિટ બુક કરાવી છે, તેઓનું સંપૂર્ણ ભાડુ પરત કરવામાં આવશે. પીઆરએસ કાઉન્ટર ટિકિટ રદ કરવાનો સમય ઘટાડીને 280 દિવસ કરવામાં આવ્યો છે.

આરપીએસ કાઉન્ટર ટિકિટ કેન્સલેશનની સમયમર્યાદા 3 મહિનાથી વધારીને 6 મહિના કરવામાં આવી છે. અત્યારે જે સ્પેશિયલ ટ્રેન માટે કેન્સલેશન કરવા પર 50% ઘટાડો કરવામાં આવી રહ્યો હતો અને 24 કલાક પહેલા સુધી જ ટિકિટ કેન્સલ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, હવે તેને દૂર કરી સામાન્ય રીફંડ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ડિસ્કાઉન્ટમાં આજે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news