ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વધુ બે કેસ નોંધાયા

 નવા કેસ નોંધાવાની સાથે ભાવનગર જિલ્લામાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા 102 પર પહોંચી છે. કોરોનાને લીધે ભાવનગર જિલ્લામાં અત્યાર સુધી 7 લોકોના મૃત્યુ થયા છે. 

 ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વધુ બે કેસ નોંધાયા

ભાગનગરઃ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. જેસરના ઉગલવાણ અને તળાજા પંથકમાં એક-એક કેસ નોંધાયો છે. તળાજા તાલુકામાં એક 40 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો જેસરમાં એક 23 વર્ષીય યુવક કોરોનાનો ભોગ બન્યો છે. આ સાથે ભાવનગર જિલ્લામાં કોરોનાનો આંક 100ને પાર પહોંચી ગયો છે. 

કોરોના પોઝિટિવ મહિલા હત્યાની આરોપી
જે મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તેનું નામ મુક્તાબેન નારણભાઈ બાંભણીયા છે. તેઓ 20 દિવસ પહેલા તળાજામાં થયેલી હત્યાની આરોપી છે. આ હત્યા બાદ તે ગામ છોડીને ભાગી ગઈ હતી. છેલ્લા 20 દિવસથી તે વાડી વિસ્તારમાં ભટકતી હતી. ત્યારબાદ તેણે પોતાના ભાઈ સાથે વાત કરીને ગામમાં પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પોલીસે તેને ઝડપી લીધી હતી. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે. જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે, મહિલા છેલ્લા 20 દિવસથી ગામમાં ન હોવાથી તે વિસ્તારને હાલ કન્ટેઇનમેન્ટ ઝોન બનાવવાની જરૂર નથી. 

Corona: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 364 નવા કેસ, 29 મૃત્યુ, ગુજરાતનો ડિસ્ચાર્જ રેટ 38.43 ટકાએ પહોંચ્યો  

ભાવનગર જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 102
આ બે નવા કેસ નોંધાવાની સાથે ભાવનગર જિલ્લામાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા 102 પર પહોંચી છે. કોરોનાને લીધે ભાવનગર જિલ્લામાં અત્યાર સુધી 7 લોકોના મૃત્યુ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news