Vibhor Steel: આઈપીઓ ઓપન થતાં પહેલા ગ્રે માર્કેટમાં 79% પ્રીમિયમ પર શેર, લિસ્ટિંગ પર સારી કમાણીના સંકેત
Upcoming IPO: વિભોર સ્ટીલ ટ્યૂબ્સ લિમિટેડના આઈપીઓને લઈને ગ્રે માર્કેટમાં ખુબ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આઈપીઓ ખુલતા કંપનીના શેર અનલિસ્ટેડ માર્કેટમાં 79 ટકા પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. જે લિસ્ટિંગ પર સારી કમાણીનો સંકેત આપે છે.
Trending Photos
Vibhor Steel Tubes IPO GMP, Price Band, Lot Size: આઈપીઓ માર્કેટમાં એક્શન આગામી સપ્તાહે પણ યથાવત રહેવાનું છે. જ્યાં 4 કંપનીઓના શેર બજારમાં લિસ્ટ થશે તો સબ્સક્રિપ્શન માટે એક નવો આઈપીઓ ખુલશે. સ્ટીલ પાઇપ અને ટ્યૂબ પ્રોડક્ટ્સ બનાવનારી કંપની વિભોર સ્ટીલ ટ્યૂબ્સ લિમિટેડનો આઈપીઓ 13 ફેબ્રુઆરીએ ખુલશે. કંપનીના આઈપીઓની સાઇઝ 72 કરોડ રૂપિયા છે. તો આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 141-151 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. ઈન્વેસ્ટરો તેમાં 15 ફેબ્રુઆરી સુધી રોકાણ કરી શકશે. આ આઈપીઓ સંપૂર્ણ રીતે ફ્રેશ ઈક્વિટી ઈશ્યૂ છે.
GMP: ગ્રે માર્કેટમાં પ્રીમિયમ 79% પહોંચ્યું
વિભોર સ્ટીલ ટ્યૂબ્સ લિમિેડના આઈપીઓ (Vibhor Steel Tubes IPO)ને લઈને ગ્રે માર્કેટમાં ખુબ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આઈપીઓ ખુલતા પહેલા કંપનીનો અનલિસ્ટેડ સ્ટોક 120 રૂપિયાના પ્રીમિયમ પર છે. એટલે કે અપર પ્રાઇઝ બેન્ડ 151 રૂપિયા પ્રમાણે તે 271 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. આ પ્રીમિયમ 79 ટકા છે.
કેટલું કરવું પડશે રોકાણ
વિભોર સ્ટીલ ટ્યૂબ્સ લિમિટેડના આઈપીઓમાં 1 લોટમાં 99 શેર હશે. ઓછામાં ઓછા 1 લોટ માટે ઈન્વેસ્ટરોએ 14,949 રૂપિયાની બોલી લગાવવી પડશે. આઈપીઓથી મળનાર રકમનો ઉપયોગ કંપની વર્કિંગ કેપિટલની જરૂરીયાત અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યો માટે કરશે.
કેટલા શેર રિઝર્વ
વિભોર સ્ટીલ ટ્યૂબ્સ લિમિટેડના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટરો માટે 35 ટકા ભાગ રિઝર્વ છે. તો ક્લવોલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ બાયર્સ એટલે કે QIB માટે તેમાં 50 ટકા ભાગ રિઝર્વ છે. તો નોન ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ એટલે કે NII માટે 15 ટકા ભાગ રિઝર્વ છે.
શું કરે છે કંપની
વિભોર સ્ટીલ ટ્યૂબ્સ માઇલ્ડ સ્ટીલ ERW બ્લેક અને ગેલ્વેનાઇઝ્ડ પાઇપ, સાદા સ્ટીલ પાઇસ, કોલ્ડ રોલ્ડ સ્ટીલ સ્ટિર્પ્સની નિર્માતા અને એક્સપોર્ટર છે. કંપની 2 દાયકા કરતા વધુ સમયથી આ કારોબારમાં છે. સ્ટીલ પાઇસ અને ટ્યૂબનો ઉપયોગ ઘણા ઉદ્દેશ્ય માટે કરવામાં આવી શકે છે. જેમ કે ફ્રેશ અને શોફ્ટ માટે સ્ટીલ પાઇપ, સાઇકલ ફ્રેમ માટે સ્ટીલ પાઇપ, ફર્નીચર માટે સ્ટીલ પાઇપ, શોકર્સ માટે સીડીડબ્લ્યૂ પાઇપ, અલગ-અલગ સ્ટ્રક્ચરલ ઉદ્દેશ્યો માટે સ્ટીલ પાઇપ, એન્જિનિયરિંગ કામો માટે સ્ટીલ પાઇપ.
કંપનીની પાસે એક ઇન-હાઉસ ક્વોલિટી ટીમ છે, જેમાં ડાયરેક્ટર મંડળની દેખરેખમાં કામ કરનાર 640 કર્મચારી સામેલ છે. ક્વોલિટી કંટ્રોલ ટીમ તેની ખાતરી કરે છે કે ઉત્પાદનની સાથે-સાથે અંતિમ ઉત્પાદનોની તમામ ક્વાલિટી સ્ટૅન્ડર્ડ પર પરીક્ષણ કરે, જેથી તે ખાતરી કરી શકે છે કે ઉત્પાદન આંતરરાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણે હોય.
કંપનીની નાણાકીય સ્થિતિ
નાણાકીય વર્ષ 2021માં વિભોર સ્ટીલ ટ્યુબ્સની આવક, ખર્ચ અને PAT રૂ. 511.51 કરોડ, રૂ. 507.35 કરોડ અને રૂ. 0.69 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2022માં વધીને રૂ. 818.48 કરોડ, રૂ. 803.12 કરોડ અને રૂ. 11.33 કરોડ થઈ છે. જ્યારે નાણાકીય વર્ષ 2023માં તે 1114.38 કરોડ રૂપિયા, 1086.15 કરોડ રૂપિયા અને 21.07 કરોડ રૂપિયા થઈ ગયું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે