DA Hike: સરકારી કર્મચારીઓ માટે ખુશીઓ લઈને આવશે હોળી, પગારમાં થશે વધારો, એરિયર પણ મળશે

DA Hike Update: માર્ચ મહિનામાં કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સને મોટી ભેટ મળવાની છે. હોળીના તહેવાર પર કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે. સરકારની જાહેરાતથી કર્મચારીઓના પગારમાં વધારો થઈ જશે. 

DA Hike: સરકારી કર્મચારીઓ માટે ખુશીઓ લઈને આવશે હોળી, પગારમાં થશે વધારો, એરિયર પણ મળશે

7th Pay Commission: મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓને હોળીના તહેવાર પર ખુશખબર મળી શકે છે. તેમ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર હોળી પહેલા મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે. નોંધનીય છે કે આ વર્ષે હોળી 25 માર્ચ 2024ના છે. અત્યાર સુધીની પેટર્ન પ્રમાણે માર્ચના મહિનામાં ડીએ વધારાની જાહેરાત થાય છે. સૌથી મહત્વની વાત છે કે જ્યારે ડીએમાં વધારાની જાહેરાત થશે તો કેન્દ્રીય કર્મચારીઓને બે મહિનાનું એરિયર પણ મળશે. 

ડીએમાં 4 ટકા વધારાની આશા
કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાની આશા કરવામાં આવી રહી છે. તેવામાં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50 ટકા થઈ શકે છે. નોંધનીય છે કે વર્તમાનમાં કેન્દ્રીય કર્મચારીઓને 46 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. પાછલા વર્ષે કર્મચારીઓના ભથ્થામાં આઠ ટકાનો વધારો થયો હતો. બંને છ મહિનામાં ક્રમશઃ 4-4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. 

2 મહિનાનું એરિયર
કેન્દ્રીય કર્મચારીઓને માર્ચ મહિનામાં પગાર વધારાની સાથે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનું એરિયર્સ પણ મળશે. સરકાર મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત ભલે માર્ચમાં કરે પરંતુ તે લાગૂ જાન્યુઆરી મહિનાથી થશે. સરકારની જાહેરાત બાદ આશરે એક કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને તેનો ફાયદો મળશે. 

વધારાનો ફાયદો
ડીએમાં વધારાનો ફાયદો આશરે 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓને મળશે. આ સિવાય પેન્શનર્સને મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં વધારાનો ફાયદો મળવાનો છે. એટલે કે કુલ 1 કરોડથી વધુ કર્મચારીઓ માટે માર્ચનો મહિનો ખુશીઓ લાવવાનો છે. 

મોંઘવારીના આંકડા
અખિલ ભારતીય સીપીઆઈ-આઈડબ્લ્યૂ 0.3 પોઈન્ટ ઘટી 138.8 થઈ ગયો છે. આ આંકડાના આધાર પર મોંઘવારી ભથ્થામાં વધારાનું અનુમાન લગાવવામાં આવે છે. ડિસેમ્બર 2023 માટે વર્ષ-દર-વર્ષ મોંઘવારી 4.91 ટકા રહી જ્યારે પાછલા મહિને તે 4.98 ટકા હતી અને એક વર્ષ પહેલા આ મહિનામાં 5.50 ટકા હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news