આવી રહ્યો છે આ બેંકનો IPO, ફક્ત 25 રૂપિયામાં મળી રહ્યા છે શેર, કાલથી લગાવી શકો છો રૂપિયા

IPO Update: હવે તમારી પાસે વધુ એક કંપની દ્વારા IPOમાં નાણાં રોકવાની તક છે. ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક રૂ. 500 કરોડનો IPO લઈને આવી રહી છે, જેમાં તમે રોકાણ કરી શકો છો.

આવી રહ્યો છે આ બેંકનો IPO, ફક્ત 25 રૂપિયામાં મળી રહ્યા છે શેર, કાલથી લગાવી શકો છો રૂપિયા

Upcoming IPO: જો તમે પણ સેનકો ગોલ્ડ આઈપીઓ (IPO News) માં નાણાંનું રોકાણ કરવાનું ચૂકી ગયા હો, તો ચિંતા કરવાની જરૂર નથી. હવે તમારી પાસે વધુ એક કંપની દ્વારા IPOમાં નાણાં રોકવાની તક છે. આવતીકાલથી અન્ય કંપનીનો IPO સબસ્ક્રીપ્શન માટે ખુલી રહ્યો છે. ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક રૂ. 500 કરોડનો IPO લઈને આવી રહી છે, જેમાં તમે રોકાણ કરી શકો છો.

14મી જુલાઈ સુધી લગાવી શકો છો બોલી
તમે આ IPOમાં 12 જુલાઈથી 14 જુલાઈ સુધી બોલી લગાવી શકો છો. તેમાં એન્કર રોકાણકારો 11 જુલાઈના રોજ બોલી લગાવી શકશો. ICICI સિક્યોરિટીઝ લિમિટેડ અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ આ પબ્લિક ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.

25 રૂપિયામાં મળશે સ્ટોક
ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકે પણ શેરની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ IPOના શેરની પ્રાઇસ બેન્ડ 23-25 ​​રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપનીનો રૂ. 500 કરોડનો IPO સંપૂર્ણપણે નવા શેરની ઓફર પર આધારિત હશે. IPOમાંથી મળેલી આવકનો ઉપયોગ સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા તેના ટિયર-1 મૂડી આધારને મજબૂત કરવા માટે કરવામાં આવશે. રોકાણકારો ઓછામાં ઓછા 600 શેર માટે બોલી લગાવી શકે છે.

કેવી છે બેંકની આર્થિક સ્થિતિ?
31 માર્ચ, 2023ના રોજ બેંકનો ગ્રોસ લોન પોર્ટફોલિયો વધીને રૂ. 13,957.11 કરોડ થયો છે. 31 માર્ચ, 2021ના રોજ તે રૂ. 8,415.66 કરોડ હતો. તેવી જ રીતે, 2022-23માં બેંકનું લોન વિતરણ વધીને રૂ. 12,442.89 કરોડ થયું હતું. નાણાકીય વર્ષ 2020-21માં તે રૂ. 5,914.01 કરોડ હતો. આ સમયગાળા દરમિયાન બેંકની થાપણો રૂ. 7,507.57 કરોડથી વધીને રૂ. 13,710.14 કરોડ થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news