નવા ટેક્સ સ્લેબમાં તમને કઈ રીતે થશે 17,500 રૂપિયાનો ફાયદો? જાણો આખી ગણતરી
Budget 2024: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેર કરેલાં નવા બજેટમાં ટેક્સ પેયર્સને થોડી રાહત આપી છે. અગાઉના સ્ટાન્ડર્ડ ડિડક્શનની લીમીટમાં બીજો 25000 હજારનો વધારો કરવામાં આવ્યો છે.
Trending Photos
Budget 2024: લાંબા સમયથી મીડલ ક્લાસ જે વસ્તુની રાહ જોઈને બેઠો હતો તેને આ વખતે બજેટમાં ઉમેરવામાં આવી. સામાન્ય માણસ કઈ રીતે બચત કરી શકે તે પ્રયાસને ફળીભૂત કરવા માટે સરકારે બજેટમાં મીડલ ક્લાસ માટે થોડી રાહત આપી છે. સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં સરકારે છૂટછાટ આપીને કરદાતાઓને બચત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો છે.
નવા ટેક્સ સ્લેબમાં બદલાઈ ગણતરીઃ
- 0-3 લાખ સુધીમાં શૂન્ય ટેક્સ
- 3-7 લાખ સુધીમાં 5% ટેક્સ
- 7-10 લાખ સુધીમાં 10% ટેક્સ
- 10-12 લાખ સુધીમાં 15% ટેક્સ
- 12-15 લાખ સુધીમાં 20% ટેક્સ
- 15 લાખ અને તેથી વધુની આવક પર 30% ટેક્સ
- નવી કર વ્યવસ્થામાં પગારદાર કર્મચારીને આવકવેરામાં 17,500 રૂપિયા સુધીની બચત થશે.
મહત્ત્વનું છેકે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેર કરેલાં નવા બજેટમાં ટેક્સ પેયર્સને થોડી રાહત આપી છે. અગાઉના સ્ટાન્ડર્ડ ડિડક્શનની લીમીટમાં બીજો 25000 હજારનો વધારો કરવામાં આવ્યો છે. એટલેકે, નિર્મલા સીતારમણે હવેથી સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 થી વધારીને 75,000 સુધી કરી દેવામાં આવી છે. સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂ. 75000 થતા જૂની સિસ્ટમના પગારદાર કરદાતાઓનો રૂ. 7,500નો વેરા લાભ મળશે.
હવે તમે વિચારતા હશો કે, સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં 25,000 હજારનો વધારો કરવામાં આવ્યો તો તમને કઈ રીતે લાભ થશે અને કેટલો લાભ થશે. તો તમારા મનમાં આવતા સવાલનો જવાબ પણ અહીં તમને મળી જશે. છેલ્લા બે વર્ષથી કરદાતાઓને નવી વેરા પદ્ધતિ તરફ લઈ જવાનો પ્રયાસ નાણાં મંત્રી કરી જ રહ્યા છે. મોદી સરકાર લોકોને ઓછો તો ઓછો પણ વેરો ભરતા થાય તેવી આદત પાડવા માંગે છે. તેથી સરકારનો આશય સ્પષ્ટ છે, જે પણ વ્યક્તિ થોડા પણ પૈસા કમાય તેમાંથી અમુક હિસ્સો સરકારને ટેક્સ પેટે જરૂર આપે. તેથી જ તેઓ સતત ટેક્સ પોલીસમાં બદલાવ કરીને સ્લેબમાં ફેરફાર કરીને સામાન્ય લાભ આપવાની વાત કરીને લોકોને ટેક્સ ભરતા કરી રહ્યાં છે.
કઈ સિસ્ટમમાં મળશે લાભ, નવી કે જૂની?
આવકવેરાનુ રિટર્ન ફાઈલ કરવાની જૂની સિસ્ટમમાં પગારદાર કરદાતાને મહત્તમ રૂ. 7500 નો ફાયદો થશે. સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂ. 50,000થી વધારીને રૂ. 75,000 કરનામાં આવ્યુ હોવાથી તેમને રૂ. 7500 નો ફાયદો થશે. દરેક કરદાતાને આ ફાયદો મળશે. તેની આવક ભલે ગમે તેટલી હોય તેને આ ફાયદો મળશે જ મળશે.
કોને મળશે આ સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ?
નોકરિયાત કરદાતાઓને જ મહત્તમ રૂ. 17,500ની રાહત મળી રહી છે. તેની સાથે સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં રૂ. 50,000 હતું તે વધારીને રૂ. 75,000 કરી દેવામાં આવ્યું છે. સ્ટાન્ડર્ડ ડિડક્શનનો આ લાભ નવી સિસ્ટમમાં રિટર્ન ફાઈલ કરનારને જ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જૂની સિસ્ટમમાં રિટર્ન ફાઈલ કરનારનાઓને સ્ટાન્ડર્ડ ડિડક્શન તરીકે માત્ર રૂ. 50,000 જ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નોકરિયાત સિવાયના ટેક્સ પેયર્સ ને શું લાભ?
નોકરિયાત સિવાયના કરદાતાઓના આ નવી વ્યવસ્થાને કારણે વેરામાં રૂ. 10,000 સુધીની બચત કરાવી આપી છે. અંદાજે રૂ. 7 લાખની વાર્ષિક આવક ધરાવનારાઓને રૂ. 10,000 નો ફાયદો ચોક્કસ થશે, એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કહેવું છે. કુલ કરદાતાઓમાં 50 ટકાથી વધુ કરદાતાઓ પગારદાર કરદાતાઓ છે.
60 વર્ષથી નાની વળના ટેક્સ પેયર્સ માટે શું?
સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો કર્યા સિવાય જૂની ટેક્સ સિસ્ટમમાં બીજો કોઈ ફેરફાર કરાયો નથી. તેથી જૂની વેરા સિસ્ટમમાં રિટર્ન ફાઈલ કરનારા 60 વર્ષથી નાની વયના વ્યક્તિગત કરદાતાઓને 10 લાખની વાર્ષિક આવક પર રુ. 1.5 લાખ કલમ 80 સી હેઠળ બાદ મળશે. હોમ લોનના વ્યાજ પેટે 2 લાખ રૂપિયા બાદ મળશે.
જૂના ટેક્સ સ્લેબનું ગણિત સમજોઃ
જૂની સિસ્ટમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 મળતુ હતે તેને વધારીને નવા સ્લેબમાં 75,000 કરવામાં આવ્યું છે. જૂના સ્લેબમાં મળતા 50,000 ના સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં કરદાતાને વાર્ષિક 10 લાખ સુધીની આવકમાંથી 4 લાખ બાદ મળી જતા હતા. જેથી તેને માત્ર 10 પૈકી બાકીના 6 લાખ પર જ ટેક્સ ભરવાનો હતો. એમાંય છ લાખની આવક પર અઢી લાખની આવક પર કોઈ ટેક્સ ભરવો પડતો નહોતો. રૂ. 3થી 5 લાખની આવક પર 5 ટકાના વેરાના દર પર રૂ.10,000નો ટેક્સ ભરવો પડતો હતો. તેમ જ 5થી 10 લાખ સુધીની આવક પર 1 લાખનો ટેક્સ ભરવો પડતો હતો. તેમ જ રૂ. 12 થી 15 લાખની આવક 30 ટકાના સ્લેબમાં આવતી હોવાથી ટેક્સ વધીને રૂ. 90,000 થતો હતો. આમ રૂ. 10 લાખની વાર્ષિક આવક ધરાવનારાઓને રૂ. 32,000નો, 15 લાખની આવક ધરાવનારાઓને રૂ. 1,42,500 અને રૂ. 20 લાખની આવક ધરાવનારાઓને રૂ. 2,92,500 ટેક્સ પેટે ભરવાના આવતા હતા.
નવી સિસ્ટમમાં શું ફેરફાર છે?
નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000થી વધારીને 75,000 કરી દેતા જૂના સિસ્ટમમાં રિટર્ન ફાઈલ કરનારા અને વાર્ષિક રૂ. 10 લાખની આવક ધરાવનારાઓને વેરામાં રૂ. 5000નો ફાયદો થયો છે. તેની સામે રૂ. 15 લાખની આવક ધરાવનારાઓનો વેરાનો બોજ 7,500 ઘટીને રૂ. 1,35,00 થયો છે. જ્યારે રૂ. 20 લાખની વાર્ષિક આવક ધરાવનારાઓને રૂ. 2,92,500ના વેરા સામે રૂ. 2,85,00 વેરા પેટે ભરવાના આવતા રૂ. 7,500નો ફાયદો થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે