ચીનની બેન્કોએ વધારી અનિલ અંબાણીની મુશ્કેલી, 21 દિવસમાં ચુકવવા પડશે 5500 કરોડ


બ્રિટનની એક કોર્ટે અનિલ અંબાણીને ચીનની ત્રણ બેન્કોને 71.7 કરોડ ડોલર એટલે કે આશરે 5500 કરોડ રૂપિયાની ચુકવણી કરવાનું કહ્યું છે. 
 

ચીનની બેન્કોએ વધારી અનિલ અંબાણીની મુશ્કેલી, 21 દિવસમાં ચુકવવા પડશે 5500 કરોડ

મુંબઈઃ દેવાના જાળમાં ફસાયેલા રિલાયન્સ સમૂહના ચેરમેન અનિલ અંબાણીની મુશ્કેલી વધી ગઈ છે. બ્રિટનની એક કોર્ટે રિલાયન્સ સમૂહના ચેરમેન અનિલ અંબાણીને 21 દિવસની અંદર 71.1 કરોડ ડોલર એટલે કે 5446 કરોડ રૂપિયાની ચુકવણી કરવાનું કહ્યું છે. આ રકમ ચીનની ત્રણ બેન્કોને 21 દિવસની અંદર ચુકવવી પડશે. 

શું છે મામલો
આ મામલો ચીનની ત્રણ બેન્ક- ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેન્ક ઓફ ચાઇના (આઈસીબીસી)ની મુંબઈ બ્રાન્ચ, ચાઇના ડેવલોપમેન્ટ બેન્ક અને એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેન્ક ઓફ ચાઇના સાથે જોડાયેલો છે. આ બેન્કોએ લંડનની કોર્ટમાં દાવો કર્યો હતો કે અનિલ અંબાણીની પર્સનલ ગેરંટીની શરત પર રિલાયન્સ કમ્યુનિકેશન (આરકોમ)ને 2012માં 92.52 કરોડ ડોલર (આશરે 65 હજાર કરોડ રૂપિયા)ને લોન આપી હતી. ત્યારે અનિલ અંબાણીએ આ લોનની પર્સનલ ગેરંટી લેવાની વાત કરી હતી પરંતુ ફેબ્રુઆરી 2017 બાદ કંપની લોન ચુકવવામાં ડિફોલ્ટ થઈ ગઈ હતી. 

હવે કોર્ટે શું કહ્યું?
લંડનમાં ઈંગ્લેન્ડ અને વેલ્સ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ નિજેલ ટિયરેએ કહ્યુ કે, અનિલ અંબાણી જે વ્યક્તિગત ગેરંટીને વિવાદિત માને છે તે તેના પર અનિવાર્ય છે. ન્યાયમૂર્તિ ટિયરેએ આદેશમાં કહ્યુ કે, તે જાહેરાત કરવામાં આવે છે કે બચાવ પક્ષ (અંબાણી) પર ગેરંટી અનિવાર્ય છે. તેવામાં અંબાણીએ બેન્કને ગેરંટીના રૂપમાં  71,69,17,681.51 ડોલર ચુકવવા પડશે.

Facebook હંમેશા માટે આપશે Work-From-Home ની સુવિધા, જો કે મુકી એક શરત

તો અનિલ અંબાણીના એક પ્રવક્તાએ કહ્યુ, સ્પષ્ટ કરવામાં આવે છે કે આ અનિલ અંબાણીનું વ્યક્તિગત દેણું નથી. ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેન્ક ઓફ ચાઇનાએ આ દાવો કથિત રૂપથી તે ગેરંટીના આધાર પર કર્યો છે જેના પર અનિલ અંબાણીએ ક્યારેય સહી કરી નથી. સાથે અંબાણીએ સતત કહ્યુ છે કે તેમણે પોતા તરફથી કોઈને ગેરંટી આપવા માટે અધિકૃત કર્યા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news