FREEમાં માત્ર Aadhar Cardથી 2 મિનિટમાં ઈશ્યુ થશ PAN Card, આ છે રીત

તમામ લોકો માટે Aadhar Cardની સાથે જ Pan Cardનું હોવું એક વ્યક્તિ માટે ખુબજ જરૂરી થઈ ગયું છે. આ બંને કાર્ડ વગર કોઈપણ નાણાકિય લેણદેણ પૂરી થઈ શકતી નથી. આધાર કાર્ડની મદદથી મિનિટોમાં ઈ પાન ઈશ્યુ થઈ જશે

FREEમાં માત્ર Aadhar Cardથી 2 મિનિટમાં ઈશ્યુ થશ PAN Card, આ છે રીત

નવી દિલ્હી: તમામ લોકો માટે Aadhar Cardની સાથે જ Pan Cardનું હોવું એક વ્યક્તિ માટે ખુબજ જરૂરી થઈ ગયું છે. આ બંને કાર્ડ વગર કોઈપણ નાણાકિય લેણદેણ પૂરી થઈ શકતી નથી. આધાર કાર્ડની મદદથી મિનિટોમાં ઈ પાન ઈશ્યુ થઈ જશે. અમે તમને પાન કાર્ડ બનાવતા પહેલા કેટલીક જરૂરી વાતો જણાવી રહ્યાં છે, જેનાથી તમને ઘણી સરળતા થઈ જશે.

પાનકાર્ડ શું છે
પાનકાર્ડમાં 10 અંકનો નંબર હોય છે, જે આવકવેરા વિભાગ (Department of Income Tax) ઇશ્યૂ કરે છે. આજે, સૌ પ્રથમ તે જાણોછો કે કયા કામ માટે પાનકાર્ડની જરૂર પડે છે અને ત્યારબાદ આપણે જાણીશું કે કઈ રીતે ઘરે બેસીને પાનકાર્ડ કેવી રીતે મેળવી શકાય.

આ રીતે મળશે તમને ઇન્સ્ટન્ટ ઇ-પાન કાર્ડ
આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, ઇન્સ્ટન્ટ પાન સુવિધા હેઠળ આધારકાર્ડ દ્વારા ઇ-પાન કાર્ડ ઇશ્યુ કરવામાં લગભગ 10 મિનિટનો સમય લાગે છે. આ સુવિધા અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ 7 લાખ પાનકાર્ડ્સ આપવામાં આવ્યા છે.

ફ્રી બનાવી શકાય છે પાનકાર્ડ
NSDL અને UTITSL દ્વારા પણ પાનકાર્ડ જારી કરવામાં આવે છે. પરંતુ આ બંને સંસ્થાઓ આ સુવિધા માટે થોડી ફી લે છે. બીજી બાજુ, જો તમે આવકવેરા વિભાગના પોર્ટલ દ્વારા પાન કાર્ડ એપ્લાય કરો છો, તો તમારે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.

પીડીએફ ફોર્મેટમાં મળશે PAN CARD
પાનકાર્ડ માટે અરજી કરનાર વ્યક્તિને પીડીએફ ફોર્મેટમાં પાનકાર્ડ મળશે. તેમાં QR code હશે. આમાં, તમારી મહત્વપૂર્ણ માહિતી જેવી કે તમારું નામ, જન્મ તારીખ, ફોટો, વગેરે હશે. તમારે તમારું e-PAN ડાઉનલોડ કરવું પડશે. અરજીની પ્રક્રિયા પૂર્ણ થવા પર, તમને 15-અંકનો એક્નોલેઝમેન્ટ નંબર (Acknowledgment number) મળશે. તમારા પાનકાર્ડની સોફ્ટ કોપી પણ તમારા મેઇલ આઈડી પર મોકલવામાં આવશે.

આ છે PAN Card વિના મૂલ્યે મેળવવાની રીત

1. સૌથી પહેલા પર https://www.incometaxindiaefiling.gov.in/home જવુ પડશે.

2. અહીં તમારે તમારી ડાબી બાજુ Instant PAN through Aadhaarનું ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરો.

3. ત્યારબાદ એક નવું પેજ ખુલશે જ્યાં તમારે Get New Panનું ઓપશન જોવા મળશે. તેના પર પણ ક્લિક કરવું.

4. હવે નવા પેજ પર તમારે તમારો આધાર કાર્ડ સંખ્યા ભરવાનું કહેવામાં આવશે. તમારો આધાર નંબર અહીં ભર્યા બાદ 'I Confirm'ને ટિક કરો.

5. તમારા રજિસ્ટર્ડ મોબાઇલ ફોન પર OTP આવશે. તેને સાઈટર નાખી વેરિફાય કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news