રોકાણ માટે રહો તૈયાર, 11 કંપનીના IPO પર દાવ લગાવવાની તક, જાણો GMP અને કિંમત

IPO News: આઈપીઓમાં રોકાણ કરતા ઈન્વેસ્ટરો માટે સારા સમાચાર છે. નવા સપ્તાહમાં 11 આઈપીઓ ઓપન થવાના છે. આવો વિગતવાર આ કંપનીઓ વિશે જાણીએ.

રોકાણ માટે રહો તૈયાર, 11 કંપનીના IPO પર દાવ લગાવવાની તક, જાણો  GMP અને કિંમત

IPO News Updates: આ સપ્તાહે ઈન્વેસ્ટરોને 11 કંપનીઓ પર દાવ લગાવવાની તક મળશે. કેટલીક કંપનીના આઈપીઓ પહેલાથી ખુલી ગયા છે. જ્યારે કેટલીક કંપનીઓના હવે ઓપન થશે. આવો જાણીએ વિગત...

1- GPES Solar
કંપનીનો આઈપીઓ 14 જૂને ઓપન થયો હતો. કંપનીનો આઈપીઓ 19 જૂને બંધ થઈ રહ્યો છે. આ કંપનીઓના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 90 રૂપિયાથી 94 રૂપિયા પ્રતિ શેર છે. નોંધનીય છે કે આઈપીઓની લોટ સાઇઝ 1200 શેરની છે. ગ્રે માર્કેટમાં કંપની 150 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહી છે.

2- United Cotfab BSE
આ આઈપીઓ 13 જૂને ઓપન થયો હતો અને 19 જૂને બંધ થશે. ગ્રે માર્કેટમાં કંપની 20 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહી છે. કંપનીના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 70 રૂપિયા છે. આ સ્ટોકનો લોટ 2000 શેરનો છે. 

3- GEM Enviro IPO
આ આઈપીઓ ઈન્વેસ્ટરો માટે 19 જૂને ખુલશે. ઈન્વેસ્ટરો 21 મે સુધી દાવ લગાવી શકશે. ગ્રે માર્કેટમાં આઈપીઓ 40 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 71 રૂપિયાથી 75 રૂપિયા છે. કંપનીએ 1600 શેરનો એક લોટ બનાવ્યો છે. 

4- DEE Development Engineers IPO
આ આઈપીઓ 19 જૂને ઓપન થવાનો છે. કંપનીના આઈપીઓની સાઇઝ 418 કરોડ રૂપિયા છે. આઈપીઓ ઈન્વેસ્ટરો માટે 21 જૂન સુધી ઓપન રહેશે. નોંધનીય છે કે પ્રાઇઝ બેન્ડ 193 રૂપિયાથી 203 રૂપિયા છે. કંપની ગ્રે માર્કેટમાં 50 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહી છે.

5- Durlax Top Surface
આ આઈપીઓનો જીએમપી 17 રૂપિયા છે. કંપનીના આઈપીઓની સાઇઝ 40.80 કરોડ રૂપિયા છે. આઈપીઓ 19 જૂને ઓપન થશે. ઈન્વેસ્ટરોની પાસે 21 જૂન સુધી દાવ લગાવવાની તક રહેશે. આ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 65 રૂપિયાથી 68 રૂપિયા છે. 

6- Falcon Technoprojects India
આઈપીઓ 19 જૂનથી 21 જૂન સુધી ખુલો રહેશે. કંપનીના આઈપીઓની સાઇઝ 13.69 કરોડ રૂપિયા છે. આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 92 રૂપિયા છે. કંપનીએ 1200 શેરનો એક લોટ બનાવ્યો છે. 

7- Aasaan Loans
ઈન્વેસ્ટરો પાસે 19 જૂનથી 21 જૂન સુધી રોકાણ કરવાની તક છે. કંપની ગ્રે માર્કેટમાં 33 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહી છે. કંપનીના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 114 રૂપિયાથી 120 રૂપિયા છે. 

8- EnNutrica IPO
આ આઈપીઓ 20 જૂને ઓપન થઈ રહ્યો છે. કંપનીનો આઈપીઓ 24 જૂને બંધ થશે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 27 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. કંપનીના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 51 રૂપિયાથી 54 રૂપિયા છે. કંપનીએ 2000 શેરનો એક લોટ બનાવ્યો છે. 

9- Winny Immigration
ગ્રે માર્કેટમાં કંપની 45 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આ આઈપીઓની સાઇઝ 9.13 કરોડ રૂપિયા છે. આઈપીઓ 20 જૂને ઓપન થશે. તો ઈન્વેસ્ટરો તેમાં 24 જૂન સુધી દાવ લગાવી શકશે. આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 140 રૂપિયા છે. 

10- Medicamen Organics
આ આઈપીઓ પર ઈન્વેસ્ટર 21 જૂનથી દાવ લગાવી શકશે. ઈન્વેસ્ટરો માટે ઈશ્યૂ 25 જૂન સુધી ઓપન રહેશે. આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 32 રૂપિયાથી 34 રૂપિયા છે. નોંધનીય છે કે ગ્રે માર્કેટમાં કંપનીનો આઈપીઓ 50 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. 

11- Stanley IPO
ગ્રે માર્કેટમાં કંપનીનો આઈપીઓ 110 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આઈપીઓ 21 જૂને ઓપન થશે, જ્યારે 25 જૂને બંધ થશે. કંપનીએ ઈશ્યૂ માટે પ્રાઇઝ બેન્ડ 351 રૂપિયાથી 369 રૂપિયા નક્કી કરી છે. આ આઈપીઓની લોટ સાઇઝ 40 શેરની છે. 

ડિસ્ક્લેમરઃ આ રોકાણની સલાહ નથી. શેર બજાર જોખમો અધીન છે. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news