Bengal Train Accident: કઈ રીતે થયો 15 લોકોના જીવ લેનાર કંચનજંગા રેલ અકસ્માત, રેલવેએ જણાવ્યું કારણ

માલગાડી અને કંચનજંગા એક્સપ્રેસની ટક્કર એટલી ભીષણ હતી કે છેલ્લા બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જ્યારે એક અન્ય ડબ્બો માલગાડીના એન્જિન ઉપર, અધર લટકી ગયો હતો. 
 

Bengal Train Accident: કઈ રીતે થયો 15 લોકોના જીવ લેનાર કંચનજંગા રેલ અકસ્માત, રેલવેએ જણાવ્યું કારણ

કોલકત્તાઃ સિયાલદહ જઈ રહેલી કંચનગંજા એક્સપ્રેસ સોમવારે સવારે માલગાડીની ટક્કરને કારણે દુર્ઘટનાનો શિકાર બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે માનવીય ભૂલને કારણે આ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં 15 લોકોના મૃત્યુ થયા છે, જો 60 લોકો ઈજાગ્રસ્ત છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અન્ય લોકો ડબ્બામાં ફસાયેલા હોઈ શકે છે. 

રેલવે બોર્ડના સીઈઓ અને ચેરમેન જયા વર્મા સિન્હાએ દુર્ઘટના પર વાત કરી. તેમણે કહ્યું- પ્રથમ દ્રષ્ટિએ લાગે છે કે માનવીય ભૂલને કારણે દુર્ઘટના સર્જાય છે. પહેલા સંકેત જણાવી રહ્યાં છે કે આ સિગ્નલ ન માનવાનું પરિણામ હતું. પશ્ચિમ બંગાળ કવચને ઝડપથી વધારવાની જરૂર છે. ઘટનાસ્થળ પર રેલ મંત્રી સહિત મોટા અધિકારીઓ હાજર છે. 

પહેલા સિન્હાએ જણાવ્યું- આજે સવારે આ દુર્ઘટના થઈ છે, કંચનગંજા એક્સપ્રેસ અગરતલાથી સિયાલદહ જઈ રહી હતી તેની પાછળથી માલગાડીએ સિગ્નલ તોડતા ટક્કર મારી છે. ટ્રેનની પાછળ ગાર્ડનો ડબ્બો, બે પાર્સલ વાન અને જનરલ ડબ્બાને ક્ષતી પહોંચી છે. રેલવેના એડીઆરએમ, જિલ્લા તથા રાજ્ય તંત્ર અને એનડીઆરએફ, આર્મી બચાવ કાર્ય માટે પહોંચી ગયા છે. લગભગ 50 ટકા લોકો ઈજાગ્રસ્ત છે, તેની સારવાર ચાલી રહી છે. 

તેમણે કહ્યું- સહાયતા રકમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં તેમને દરેક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. અમે હેલ્પલાઇન, હેલ્પડેસ્ક સ્થાપિત કર્યાં છે, જેમાં યાત્રીકો તેના પરિવારજનોની માહિતી લઈ શકશે. 

પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક
પ્રધાનમંત્રી મોદીએ લખ્યું- પશ્ચિમ બંગાળમાં થયેલી રેલ દુર્ઘટના દુખદ છે. મારી સંવેદનાઓ તે બધા લોકો સાથે છે જેણે પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. ઈજાગ્રસ્તો જલ્દી સાજા થાય તેની પ્રાર્થના કરુ છું. અધિકારીઓ સાથે વાત કરી અને સ્થિતિની માહિતી મેળવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું કે મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news