અચાનક વધી જાય છે આ ગાડીની સ્પીડ! જાણીતી કાર કંપનીએ લાખો ગાડીઓ રિકોલ કરી
Trending Photos
નવી દિલ્લીઃ છેલ્લા કેટલાક દિવસોથી ટેસ્લાની ભારતમાં એન્ટ્રીની વાત ચાલી રહી છે. ભારતમાં એન્ટ્રીની ચર્ચા તો ઠીક પરંતુ તેના કંપનીની આ કારમાં ઓટોપાયલટ ફીચરની ચર્ચા વધુ થઈ રહી છે. જો કે આ વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. ટેસ્લાએ ચીનમાં 2.85 લાખ ઈલેક્ટ્રીક કારને પરત મગાવી રહી છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ કાર્સમાં અચાનક ક્રુઝ કંટ્રોલ એક્ટિવેટ થઈ શકે તેવો કંપનીને ડર છે. આ કારણે કંપનીએ મોટી સંખ્યામાં કાર રિકોલ કરી છે. દુનિયાની સૌથી મોટી ઈલેક્ટ્રીક કાર બનાવતી કંપની ટેસ્લાએ 2.85 લાખ ઈલેક્ટ્રીક કાર રિકોલ કરી છે. ક્રુઝ કંટ્રોલને રિપેર કરવા માટે તમામ કારને બજારમાંથી રિકોલ કરાઈ છે. કંપનીએ જણાવ્યું કે આ વાહનોમાં ક્રુઝ કંટ્રોલ અચાનક એક્ટિવેટ થઈ શકે છે, જેને કારણે કારની સ્પીડ વધી શકે છે.
ચીનના બજાર નિયામકે કહ્યું કે આ વાહનો 2.11 લાખથી વધુ મોડલ-3 સેડાન કાર છે, જ્યારે 38,599 મોડલ વાઈ ક્રોસઓવર યુટિલિટી વાહન સામેલ છે. જેનું ઉત્પાદન ચીનમાં થયું છે. બીજી તરફ 35,665 મોડલ 3 વાહન પણ સામેલ છે, જેને આયાત કરવામાં આવી છે. કંપનીએ એલાન કર્યું છે કે તેઓ આયાત કરેલી કાર સાથે ચીન નિર્મિત 38,599 YS મોડલને પણ રિકોલ કરશે. કારણ કે તેના ઓટોપાયલટ સિસ્ટમ એક ડ્રાઈવ દરમિયાન બહુ સરળતાથી એક્ટિવેટ થાય છે. અને તેવામાં આ સિસ્ટમ દુર્ઘટનાનું કારણ બની શકે છે.
સ્ટેટ એડમિનિસ્ટ્રેશન ફોર માર્કેટ રેગ્યુલેશને ગત સપ્તાહે એક નિવેદન આપ્યું હતું કે ટેસ્લા રિકોલ કરેલી કાર માટે ઓટોપાયલટ સિસ્ટમને ફ્રીમાં અપગ્રેડ કરશે. ચીનમાં કેટલાક લોકોએ કારમાં પરેશાની હોવાને પગલે વિરોધ કર્યો હતો. રિપોર્ટ મુજબ, રિકોલ કરેલી કારોમાં 2019માં 12 જાન્યુઆરીથી 27 નવેમ્બર વચ્ચે નિર્મિત કેટલીક આયાત કરેલી મોડલ 3 ઈલેક્ટ્રીક કાર છે. જ્યારે 19 ડિસેમ્બર, 2019થી 7 જૂન, 2021 વચ્ચે કેટલીક સ્થાનિય રીતે નિર્મિત મોડલ 3 અને આ વર્ષે 7 જૂન સુધી નિર્મિત મોડલ Y સામેલ હશે. મહત્વનું થે કે શાંઘાઈ ઓટો શો દરમિયાન એક ગ્રાહકે ટેસ્લા કારની બ્રેકમાં ટેક્નીકલ ખામીને પગલે વિરોધ નોંધાવ્યો હતો. આ મામલો આ વર્ષે જ સામે આવ્યો હતો. જે બાદ ટેસ્લાએ ગ્રાહકોને ભરોસો અપાવ્યો કે તેઓ ગ્રાહકોની ગુણવત્તાની ચિંતાઓને ગંભીરતાથી લે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે