નવા કાશ્મીરના પ્લાનથી અકળાયું પાકિસ્તાન, લદાખની ધરતી પરથી રક્ષામંત્રીએ દુશ્મનોને આપી ચેતવણી

રક્ષામંત્રી રાજનાથ સિંહ હાલ લદાખ પ્રવાસે છે અને આ દરમિયાન તેમણે પાકિસ્તાનનું નામ લીધા વગર કડક સંદેશ આપ્યો.

નવા કાશ્મીરના પ્લાનથી અકળાયું પાકિસ્તાન, લદાખની ધરતી પરથી રક્ષામંત્રીએ દુશ્મનોને આપી ચેતવણી

નવી દિલ્હી: જ્યારથી નવા કાશ્મીરનો પ્લાન બન્યો છે, આતંકીઓ પરેશાન થઈ ગયા છે. જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી અને કાશ્મીરના વિકાસ માટે રોડમેપ બનાવવાની તૈયારી કરી છે પાકિસ્તાન ધૂંધવાઈ ગયું છે, આતંકીઓ ગભરાઈ ગયા છે. એક પછી એક અનેક હુમલા કરી ચૂક્યા છે. 

પાકિસ્તાનની બેચેની દેખાડે છે આતંકી હુમલા
સીઆઈડી ઈન્સ્પેક્ટર ડારની હત્યા હોય કે પછી સીઆરપીએફ કાફલા પર ફાયરિંગ.. આતંકીઓના હુમલા સતત ચાલુ છે. જમ્મુમાં એરપોર્ટ પર ડ્રોન એટેક પણ આ બેચેની દર્શાવે છે અને કાલે મોડી રાતે અવંતીપુરામાં પૂર્વ SPO ની હત્યા પણ પાકિસ્તાનનું જ ષડયંત્ર છે. 

— ANI (@ANI) June 28, 2021

રાજનાથ સિંહનો પાકિસ્તાન- ચીનને કડક સંદેશ
રક્ષામંત્રી રાજનાથ સિંહ હાલ લદાખ પ્રવાસે છે અને આ દરમિયાન તેમણે પાકિસ્તાનનું નામ લીધા વગર કડક સંદેશ આપ્યો. રાજનાથ સિંહે કહ્યું કે 'ભારત શાંતિનો પૂજારી છે. પરંતુ શસ્ત્ર પણ ધારણ કરે છે. કોઈ દેશની એક ઈંચ જમીન પણ કબ્જાવી નથી. પરંતુ જ્યારે જ્યારે કોઈએ આંખ ઉઠાવી તો અમે જડબાતોડ જવાબ આપ્યો છે. અમે ક્યારેય આંખ ઉચી કરી નથી અને કોઈની આંખ ઉચી કરવી અમે સહન પણ કરતા નથી.'

તેમણે વધુમાં કહ્યું કે પાડોશીઓને કહું છું કે શું બેસીને સમાધાન ન નીકળી શકે. જો કોઈ આક્રમક વલણ અપનાવશે તો ભારતના સૈનિકો પણ જવાબ આપશે. હું તમારી તૈયારીઓથી સંતુષ્ટ છું. 

— ANI (@ANI) June 28, 2021

નવા કાશ્મીરથી ગભરાયું છે પાકિસ્તાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક બેઠકે પાકિસ્તાનના મૂળિયા હલાવી નાખ્યા છે. પીએમ મોદીએ 24મીએ જમ્મુ અને કાશ્મીરના નેતાઓ સાથે બેઠક કરી હતી. આતંકીઓએ આ બેઠક અગાઉ 23 જૂનના રોજ CID ઈન્સ્પેક્ટર ડારની હત્યા કરી. બેઠક બાદ તો પાકિસ્તાન તરફથી હુમલા વધી ગયા અને 26 જૂનના રોજ CRPF ના કાફલા પર ફાયરિંગ કર્યું. ત્યારબાદ 27મીએ જમ્મુમાં એરપોર્ટ પર ડ્રોન હુમલો થયો. જેમાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. અને હવે અવંતીપુરામાં પૂર્વ SPO ની હત્યા કરી નાખી. એટલે કે બેઠકના આગલા દિવસથી જ પાકિસ્તાન અને આંતકીઓ એટલા સક્રિય થઈ ગયા કે તેઓ એક પછી એક પોતાના આધુનિક હથિયારોથી ભારતને નિશાન બનાવી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news