Tata Group: પૈસા તૈયાર રાખો! ટાટા ગ્રુપમાં કમાણીની સૌથી મોટી તક, 19 વર્ષ બાદ આવી રહ્યો છે IPO

Tata Technologies IPO: લગભગ 19 વર્ષ બાદ ટાટા ગ્રુપની કંપની પોતાનો આઈપીઓ લઈને આવી રહી છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ વર્ષ 2004માં ટાટા ગ્રુપની દમદાર કંપની TCS નો આઈપીઓ આવ્યો હતો. હવે 19 વર્ષ બાદ ટાટા ગ્રુપની કંપની ટાટા મોટર્સની સબસિડરી કંપની ટાટા ટેક્નોલોજીનો આઈપીઓ આવવાનો છે.

Tata Group: પૈસા તૈયાર રાખો! ટાટા ગ્રુપમાં કમાણીની સૌથી મોટી તક, 19 વર્ષ બાદ આવી રહ્યો છે IPO

Tata Technologies IPO: લગભગ 19 વર્ષ બાદ ટાટા ગ્રુપની કંપની પોતાનો આઈપીઓ લઈને આવી રહી છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ વર્ષ 2004માં ટાટા ગ્રુપની દમદાર કંપની TCS નો આઈપીઓ આવ્યો હતો. હવે 19 વર્ષ બાદ ટાટા ગ્રુપની કંપની ટાટા મોટર્સની સબસિડરી કંપની ટાટા ટેક્નોલોજીનો આઈપીઓ આવવાનો છે. અત્રે જણાવવાનું કે કોઈ પણ કંપની આઈપીઓ દ્વારા પબ્લિક ફંડને ભેગું કરે છે અને પબ્લિક માટે કંપનીના શેર બહાર પાડે છે. ટાટા ટેક્નોલોજીઝ ટાટા મોટર્સની સબસિડરી કંપની છે અને કંપનીએ 9 માર્ચના રોજ સેબી પાસે DRHP ફાઈલ કર્યો હતો. 

Tata Technologies IPO ની ડીટેલ
OFS ના 9.57 કરોડ શેર (23.6 ટકા) વેચવામાં આવશે. જેમાં 8,11,33,706 ઈક્વિટી શેર ટાટા મોટર્સ લિમિટેડના રહેશે. આ ઉપરાંત 97,16,853 શેર આલ્ફા ટીસી હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિમિટેડના રહેશે. જ્યારે 48,58,425 શેર ટાટા કેપિટલ ગ્રોથ ફંડ (1)ના રહેશે. 

આ ઉપરાંત આ આઈપીઓના લીડ બુક મેનેજર JM Financial Ltd, BofA Securities અને Citigroup Global Markets India રહેશે. કંપનીએ સેબી પાસે હાલ પોતાના આઈપીઓના પેપર્સ જ ફાઈલ કરેલા છે. જો કે આઈપીઓ દ્વારા કેટલું ફંડ ભેગું કરવામાં આવશે અને આઈપીઓની પ્રાઈસ બેન્ડ શું હશે તે અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી. 

શું કરે છે Tata Technologies 
અત્રે જણાવવાનું કે આ કંપનીની રચના 33 વર્ષ પહેલા થઈ હતી. ટાટા ટેક્નોલોજીસ પ્રોડક્ટ એન્જિનિયરિંગ અને ડિજિટલ સેવાઓનો કારોબાર કરે છે. કંપની ઓટોમોટિવ, ઈન્ડસ્ટ્રિયલ હેવી મશીનરી અને એરોસ્પેસ વિસ્તારોમાં સેવાઓ આપે છે. આ ઉપરાંત કંપની કારોબાર માટે મોટાભાગે ટાટા સમૂહ પર નિર્ભર રહે છે. તમાં ખાસ કરીને ટાટા મોટર્સ અને જગુઆર લેન્ડ રોવર કંપની સામેલ છે. અત્રે જણાવવાનું કે આ કંપનીની હરિફ કંપની Cyient, Infosys, KPIT Technologies, Persistent છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news