SWIGGY બતાવશે 1100 કર્મચારીઓને બહારનો રસ્તો, કરશે આર્થિક મદદ
Trending Photos
નવી દિલ્હી: ઓનલાઇન ફૂડ ડિલીવરી કંપનીઓ પર પણ કોરોના વાયરસ (Coronavirus)ના કારણે થયેલા લોકડાઉનનો માર પડી રહ્યો છે. ઝોમેટો બાદ હવે વધુ એક ઓનલાઇન ફૂડ ડિલીવરી કંપની સ્વિગી પણ આવું પગલું ઉઠાવા જઈ રહી છે. કંપનીએ સોમવારે કહ્યું છે કે, તેઓ ટુક સમયમાં 1100 કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડશે. ઝોમેટોએ કહ્યું હતું કે, તેઓ પણ 13 ટકા કર્મચારીઓને બહાર કરશે.
લોકડાઉનથી વ્યવસાય પર અસર
સ્વીગીના કો-ફાઉન્ડર અને સીઈઓ શ્રીહર્ષા મજેટીએ કર્મચારીઓને લખેલા એક મેઇલમાં આ વાતની જાણકારી આપી હતી. મજેટીએ કહ્યું કે, આ કંપની માટે દુ:ખનો દિવસ છે. કેમકે અમે કર્મચારીઓની સંખ્યા ઘટાજી રહ્યાં છીએ. આ સાથે જ કંપના પોતાના દેશભમાં સ્થાય રસોડાને પણ અસ્થાઈ અથવા કે પછી સ્થાઈ રૂપથી બંધ કરી રહી છએ.
કંપનીએ તેના બ્લોગ પર લખ્યું છે કે કોરોના વાયરસથી અમને ખરાબ અસર થઈ છે. હાલમાં સરકારે લોકડાઉન પણ વધારી દીધું છે, જેના કારણે આપણે અમારો ખર્ચ ઓછો કરવા આ નિર્ણય લેવો પડશે. જોકે આ મહામારીને કારણે ઓનલાઇન ડિલિવરી અને ડિજિટલ કોમર્સ બિઝનેસમાં થતી અસર પાછળથી અટકી શકે છે, પરંતુ ક્યારે છે તે કોઈને ખબર નથી.
કંપની કરશે આર્થિક મદદ
જે કર્મચારીઓને કંપનીથી બહાર કરવામાં આવશે તને ત્રણ મહિનાની સેલેરી આપવામાં આવશે. આ સેલેરી તમામને નોટિસ પીરિયડ અથવા કે પછી તેમણે વિતાવેલા વર્ષથી અલગ હશે. કર્માચીરઓએ જેટલા વર્ષ કંપનીમાં તેમની સેવાઓ આપી છે. તેના અનુસાર દર મહિનાની સેલી અલગથી મળશે. આ હિસાબથી તમામ કાઢવામાં આવેલા કર્મચારીઓને ત્રણથી આઠ મહિનાની સેલેરી મળશે. આ ઉપરાંત જે કર્મચારીઓને સેલેરી પેકેજમાં ESOPS હતું, જેમાં એક વર્ષનું વેટિંગ પીરિયડ હતું, તેને પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. હવે જે કર્મચારીઓને એક વર્ષ પૂર્ણ નથી કર્યું તેમને નજીકના ત્રણ માસના આધારે ESOPS આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે