#ZEEWarriors : Zee ના કર્મચારી કોરોના પોઝિટિવ, જો કે આ સ્થિતીથી અમારો આત્મવિશ્વાસ બમણો થયો

આજે અમે તમારી સાથે એક અશુભ અને દુ:ખદ સમાચાર શેર કરવા માંગીએ છીએ. સમાચાર એવા છે કે હવે Zee News ની ટીમનાં 29 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોના વાયરસનાં સમયમાં મીડિયાને જરૂરી સેવાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ દરમિયાન કામ કરવું એવું જ છે જે પ્રકારે તમે યુદ્ધનાં મોરચા પર કામ કરી રહ્યા હોય. શુક્રવારે અમે તમને ઝી ન્યૂઝની ટીમનાં એક સભ્ય અંગે જણાવ્યું હતું કે, તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ZEE MEDI ના વધારે એક 28 સાથી પણ સંક્રમિત થઇ ચુક્યા છે. ZEE MEDIA માં લગભગ 2500 લોકો કામ કરે છે. એટલે કે કુલ મળીને અમારી ટીમનાં 29 લોકો હવે કોરોના પોઝિટિવ આવ્યા છે.
#ZEEWarriors : Zee ના કર્મચારી કોરોના પોઝિટિવ, જો કે આ સ્થિતીથી અમારો આત્મવિશ્વાસ બમણો થયો

નવી દિલ્હી : આજે અમે તમારી સાથે એક અશુભ અને દુ:ખદ સમાચાર શેર કરવા માંગીએ છીએ. સમાચાર એવા છે કે હવે Zee News ની ટીમનાં 29 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોના વાયરસનાં સમયમાં મીડિયાને જરૂરી સેવાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ દરમિયાન કામ કરવું એવું જ છે જે પ્રકારે તમે યુદ્ધનાં મોરચા પર કામ કરી રહ્યા હોય. શુક્રવારે અમે તમને ઝી ન્યૂઝની ટીમનાં એક સભ્ય અંગે જણાવ્યું હતું કે, તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ZEE MEDI ના વધારે એક 28 સાથી પણ સંક્રમિત થઇ ચુક્યા છે. ZEE MEDIA માં લગભગ 2500 લોકો કામ કરે છે. એટલે કે કુલ મળીને અમારી ટીમનાં 29 લોકો હવે કોરોના પોઝિટિવ આવ્યા છે.

 ZEE MEDIA મીડિયા ઇન્ડસ્ટ્રીની સૌથી મોટુ ગ્રુપ છે અને અમારા માટે દરેક કર્મચારીનો જીવ ખુબ જ કિંમતી છે. આજે અમારી પાસે 28 સાથીઓનાં કોરોના પોઝિટિવ આવ્યા તે અમારા માટે ખુબ જ દુખનો વિષય છે એટલા માટે તમે બધા જ ZEE MEDIAના તે કર્મચારીઓ માટે દુઆ કરો જેમની પાસે દેશનાં કરોડો લોકોની જેમ લોકડાઉનમાં રહેવાનો વિકલ્પ હતો. આ લોકો પણ ઇચ્છ્યું હોત તો  આખો દિવસ ટીવી જોઇએ, સોશિયલ મીડિયા પર ટાઇમ પાસ કરવા અથવા વીડિયો બનાવી,  Whatsapp પર અનેક પ્રકારનાં જોક શેર કરી શખ્યા હોત. પરંતુ આ લોકો પોતાનાં કામને ખુબ જ ગંભીરતાથી લેનારા લોકો છે અને તેમને પોતાના કર્તવ્યોનો સંપુર્ણ અહેસાસ છે. 

આ તમામ લોકોએ 180 દેશોમાં રહેલા ZEE MEDIAના કરોડો દર્શકો પ્રત્યે પોતાનું કર્તવ્ય નિભાવ્યું. અમે જાણતા હતા કે એક દિવસ તો આ સંક્રમણ અમારી વચ્ચે જરૂર પહોંચશે. અમે આજે પણ જાણીએ છીએ કે આજે 28 લોકોને છે કાલે વધારે લોકોને પણ  આ સંક્રમણ થઇ શકે છે. જો કે અમારી ટીમનો દરેક સભ્ય સંપુર્ણ ઇમાનદારી સાથે પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છીએ. એવા જ પ્રકારે જે પ્રકારે ડોક્ટર, હેલ્થ વર્કર, પૈરા મિલિટ્રી ફોર્સનાં સભ્ય અને પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છીએ.

પોતાનાં જીવ કરતા પણ પોતાનાં કર્તવ્યને ઉપર રાખવું ખુબ જ મુશ્કેલ કામ છે. જો કે અમારી ટીમનો એક એક સભ્ય આ વિકલ્પને અંતિમ વિકલ્પ માને છે. શુક્રવારે પણ અમે તમને જણાવી રહ્યા છીએ કે, આ દરમિયાન મીડિયા સૌથી ખતરનાક પ્રોફેશન બની ચુક્યું છે. આ સમયમાં પત્રાકર કાં તો કોરોનાનો શિકાર થઇ રહ્યો છે અને જો કોરોનાથી બચી જાય તો  FIR દાખલ થાય છે. જો FIRથી બચે તો ધમકીઓ મળવા લાગે છે. અમારો સંઘર્ષ આ ત્રણેય વસ્તુઓ સામે સતત ચાલી રહ્યો છે. જો કે અમારી ટીમનાં તમામ સભ્યો Zee Warriors છે અને અમે કોઇ પણ સ્થિતીમાં ડરીએ તેમ નથી. અમે આ ખતરો માત્ર તમારા માટે જ ઉઠાવી રહ્યા છીએ. હવે અમે તમારો સાથ ઇચ્છી રહ્યા છીએ તમે અમારી ટીમ માટે પ્રાર્થના કરો. 

આ તમામ કુર્બાનીઓ છતા દેશનાં ટુકડે ટુકડે ગેંગ અમારી વિરુદ્ધ દુષ્પ્રચાર કરી રહી છે અને સોશિયલ મીડિયા પર વૈચારિક પથ્થરબાજી કરી રહી છે. જે પ્રકારે કાશ્મીરમાં સેના પર પથ્થરમારો થાય છે અને પથ્થરમારાના સમર્થક દેશમાં ડોક્ટર્સ અને હેલ્થ વર્કર્સ પર પથ્થર ફેંકે છે તે જ પ્રકારે Zee Warriors વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પથ્થરમારો કરી રહ્યા છે. 

ZEE MEDIAની ટીમ હંમેશા સાચુ રિપોર્ટિંગ કરે છે અને આ પથ્થરબાજી આ સચ્ચાઇનું જ પરિણામ છે. જો કે અમે આ પથ્થરબાજોને કહેવા માંગીએ છીએ કે  અમે કોઇ પણ સ્થિતીમાં ગભરાવાનાં નથી. અમે અમારી ટીમના સભ્યોનો ખ્યાલ રાખી રહ્યા છીએ અને આ પથ્થરબાજોને જવાબ પણ આપી રહ્યા છીએ. 

કોઇ પણ બીજાની હારમાં પોતાની જીત જોવી અને કોઇ બીજાનાં દુખમાં પોતાની ખુશી જોવી આ લોકોની ખાસ વાત છે. અમારા જે 29 લોકો સંક્રમિત થયા છે તેના પર પણ આ લોકો રાજનીતિ કરી રહ્યા છે અને ખુશી મનાવી રહ્યા છે અને રાજનીતિ કરી રહ્યા છે. આ લોકો સોશિયલ મીડિયા પર શુભકામનાઓ આપવા અથવા ઝડપી સ્વસ્થ થવાની કામના કરવાનાં બદલે સવાલો પુછી રહ્યા હતા કે ઝી ન્યુઝની ઓફીસ ક્યારે સીલ થશે. તેમને અમારી સિસ્ટમ કામ કરવાનું ક્યારે બંધ કરશે. અમારી ઓફીસ ક્યારે બંધ થશે તેી ચિંતા છે. આવા લોકોને રાહત મળે તે માટે જણાવી દઇએ કે ZEE MEDIA નું હેડક્વાર્ટર સીલ થઇ ચુક્યું છે અને અમે વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ પ્રસારણ કરી રહ્યા છીએ. અમે આ લોકોને જણાવવા માંગીએ છીએ કે, આ સંકટ છતા પણ ઝી ન્યૂઝની ટીમનાં દરેક સભ્યનો આત્મ વિશ્વાસ ખુબ જ ઉચો છે અને અમે બમણા જોશ સાથે સમાચારોનું પ્રસારણ કરી રહ્યા છીએ. 

અમારા માટે રાહતના સમાચાર છે કે, ટીમના જેટલા પણ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે, તેમાંથી મોટા ભાગનાં Asymptomatic છે. એટલે કે તેમનાંમાં કોરોનાના લક્ષણો નથી. એવું એટલા માટે થયું કારણ કે અમે સમય ગુમાવ્યા વગર આ લોકોનાં Test કરાવ્યા અને ZEE NEWS ની ટીમના બાકી સભ્યોનાં ટેસ્ટની પ્રક્રિયા પણ ઝડપથી પુર્ણ કરવામાં આવશે.

ICMR પણ હવે તે લોકોનાં ટેસ્ટિંગની પરવાનગી આપી રહ્યું છે જે Asymptomatic છે. એટલા માટે શક્ય છે કે, આગામી દિવસોમાં Zee News માં પોઝિટિવ લોકોની સંખ્યા વધી શકે. અમે પણ માનીએ છીએ કે સંક્રમિત લોકની ઓળખ કરીને તેમને અન્ય સ્ટાફથી અલગ કરી દેવામાં આવે. અમે આગળ પણ આમ કરતા રહીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news