આવતીકાલથી બદલાઇ જશે બેંકોના સુપરવિઝનના નિયમ, RBI એ કર્યો આ ફેરફાર

બેંકો અને એનબીએફસી (NBFC) ના કામકાજમાં ગરબડીની ફરિયાદ મળ્યા બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) દ્વારા નવા પગલાં ભરવામાં આવ્યા છે. આરબીઆઇના નવા નિર્ણય હેઠળ હવે બેંકો પર નજર રાખવા અને રેગુલેશન પહેલા અઠવાડિયાથી લાગૂ થશે. 1 નવેમ્બર 2019થી લાગૂ થનાર નિયમ હેઠળ બેંકોના સુપરવિઝન માટે આરબીઆઇમાં જ એક ડિપાર્ટમેન્ટ હશે. આ વિભાગ બધી બેંકો અને એનબીએફસીનું સમયાંતરે સુપરવિઝન કરશે. 

આવતીકાલથી બદલાઇ જશે બેંકોના સુપરવિઝનના નિયમ, RBI એ કર્યો આ ફેરફાર

નવી દિલ્હી: બેંકો અને એનબીએફસી (NBFC) ના કામકાજમાં ગરબડીની ફરિયાદ મળ્યા બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) દ્વારા નવા પગલાં ભરવામાં આવ્યા છે. આરબીઆઇના નવા નિર્ણય હેઠળ હવે બેંકો પર નજર રાખવા અને રેગુલેશન પહેલા અઠવાડિયાથી લાગૂ થશે. 1 નવેમ્બર 2019થી લાગૂ થનાર નિયમ હેઠળ બેંકોના સુપરવિઝન માટે આરબીઆઇમાં જ એક ડિપાર્ટમેન્ટ હશે. આ વિભાગ બધી બેંકો અને એનબીએફસીનું સમયાંતરે સુપરવિઝન કરશે. 

અલગ ડિપાર્ટમેન્ટ બનતાં કામકાજમાં સુધારો થશે
આ ડિપાર્ટમેન્ટ અંતગર્ત, NBFC ઉપરાંત કો-ઓપરેટિવ બેંકોનું સુપરવિઝન કરવામાં આવશે. હાલની વ્યવસ્થા હેઠળ બેકિંગ, એનબીએફસી અને કો-ઓપરેટિવના પોતાના સુપરવિઝન ડિપાર્ટમેન્ટ છે. પરંતુ હવે નવી વ્યવસ્થા હેઠળ રેગુલેશન માટે પણ બેંકિંગ, NBFC અને કો-ઓપરેટિવનો એક વિભાગ હશે. રેગુલેશન અને સુપરવિઝન માટે અલગથી ડિપાર્ટમેન્ટ બનતાં બેંકોના કામકાજમાં સુધારો થશે. 

તેનો બીજો ફાયદો એ થશે કે એકબીજાના અનુભવોથી બેંકો, NBFC અને કો-ઓપરેટિવમાં સારું કામકાજ થઇ શકશે. આરબીઆઇ દ્વારા આ પગલું NBFC અને ઘણી બેંકોના કામકાજમાં ગરબડીઓની ફરિયાદ બાદ ભરવામાં આવ્યું છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news